વડોદરામાં સાયન્સના વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં જીવન ટૂંકાવ્યું! પત્રમાં લખ્યું; મમ્મી-પપ્પા સોરી

  • India
  • March 4, 2025
  • 0 Comments
  • વડોદરામાં સાયન્સના વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં જીવન ટૂંકાવ્યું- પત્રમાં લખ્યું; મમ્મી-પપ્પા સોરી

રાજ્યમાં ધોરણ-12 બોર્ડની સાયન્સની પરીક્ષાઓ ચાલી રહી છે. આ વચ્ચે વિદ્યાર્થીઓને ટેન્શન મુક્ત રાખવા માટે અવનવા ઉપાયો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના માતા-પિતાને પણ બાળકો સાથે સમય વિતાવીને તેમનું ટેન્શન ઓછું કરવાનું કહેવામાં આવે છે. જો કે, તે છતાં પણ વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળે છે અને અંતે તેનો દુ:ખદ પરિણામ આવે છે. હતાશા પછી આત્મહત્યાની એક દુ:ખદ વડોદરામાં બની છે.

વડોદરામાં સાયન્સના ધોરણ-12ના વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યા કરતાં પહેલા વિદ્યાર્થીએ એક પત્ર પોતાના માતા-પિતાને નામે લખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિદ્યાર્થીએ હતાશ થઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યુ છે.

મમ્મી, પપ્પા સોરી, આઇ લવ યુ લખેલી અંતિમ ચિઠ્ઠી છોડીને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ ઘરે બેડરૂમમાં ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. હરણી બીપીએસ સ્કૂલ રોડ પર સિદ્ધાર્થ લાઇફ હોમ્સમાં રહેતા 17 વર્ષનો દેવ શૈલેષભાઇ પાટિલ ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે રાતે દેવ પાટિલે આત્મહત્યા કરી લીધી છે.

આ પણ વાંચો- ટ્રમ્પની જાહેરાત હાહાકાર મચાવશે: કેનેડા-ચીન સહિત 3 દેશો પર 25 ટકા ટેરિફ- ભારતીય શેરમાર્કેટ પર શું થશે અસર?

આ દુ:ખદ ઘટના અંગે હરણી પોલીસને જાણ કરવામાં આવતા હે.કો. અમિતભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પરિવારને સાંત્વના આપ્યા પછી મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પરીક્ષાના ટેન્શનના કારણે હતાશ થઈને અંતિમ પગલું ભર્યુ હોવાની શક્યતા છે.

આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ લખેલી અંતિમ ચિઠ્ઠીમાં તેની હતાશા દેખાઇ આવે છે. તેણે લખ્યું હતું કે, ડિયર ફાધર, મધર એન્ડ બ્રધર .આઇ એમ સોરી, આઇ એમ ગોઇંગ અપ. પ્લીઝ ડોન્ટ થીંક અબાઉટ મી પાપા સોરી. આઇ ટ્રાઇડ માય બેસ્ટ સ્ટે અલાઇવ. પ્લીઝ ટેક કેર એવરીવન. મૈં ગયા ઇસ દુનિયા સે. યુ ગાય્ઝ ડિઝર્વ બેટર સન એન્ડ બ્રધર. આઇ વુડ કિલ માય સેલ્ફ. યુ મેક યોર લાઇવ્સ વે બેટર.

પ્લીઝ ફૂલ ફિલ માય લાસ્ટ વિશ. પ્લીઝ સ્ટે હેપ્પી મમ્મી,પાપા, ભાઇ. પ્લીઝ..પ્લીઝ… પ્લીઝ…પ્લીઝ…પ્લીઝ… સ્ટે હેપી એન્ડ ફરગેટ અબાઉટ મી. ધીસ વુડ રિયલી મેક મી હેપી. એન્ડ પ્લીઝ ટેક કેર અબાઉટ ઇચ અધર. આઇ હોપ યુ ફૂલ ફિલ માય ફાઇનલ વિશ. ધ્યાન રખના. આઇ લવ યુ.

આ પણ વાંચો-સ્પર્ધાત્માક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર; GPSCએ જાહેર કર્યા નવા નિયમો

Related Posts

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 3 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 12 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 8 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 17 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 9 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!