
Trade War: છેડાયો ટ્રેડ વોર.. હવે ચીન-કેનેડાએ પણ લગાવ્યો અમેરિકા પર ટેરિફ, 25 US કંપનીઓ પર પ્રતિબંધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાનથી વિશ્વમાં વેપાર યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ ફરી એકવાર ચીન પર ટેરિફ લાદ્યા બાદ હવે ચીને પણ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દરમિયાન મેક્સિકો અને કેનેડાએ પણ બદલામાં ટેરિફની જાહેરાત કરી છે. ચીન અમેરિકન આયાત પર 10 થી 15 ટકાનો વધારાનો ટેરિફ લાદવા જઈ રહ્યું છે.
કેનેડાએ પણ અમેરિકન માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ અમેરિકન માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. કેનેડિયન ઉર્જા ઉત્પાદનો પર 10 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકાએ ચીન પર ટેરિફ બમણું કરીને 20 ટકા કરી દીધો છે.
આ પણ વાંચો- મોદીને સુરતમાં રાજા જાહેર કરતી તૈયારી; સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે?
ચીને મૂક્યો અમેરિકાની 25 કંપનીઓ પર પ્રતિબંધ
ચીનના નાણાં મંત્રાલયના એક નિવેદન અનુસાર, વધારાના ટેરિફ 10 માર્ચથી અમલમાં આવશે. ચીને 25 અમેરિકન કંપનીઓ પર નિકાસ અને રોકાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચીન 10 માર્ચથી યુએસ ચિકન, ઘઉં, મકાઈ અને કપાસની આયાત પર 15 ટકાનો વધારાનો ટેરિફ અને યુએસ સોયાબીન, જુવાર, ડુક્કરનું માંસ, બીફ, દરિયાઈ ઉત્પાદનો, ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનોની આયાત પર 10 ટકાનો ટેરિફ લાદશે. ચીને અમેરિકાની 25 જેટલી કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હોવાની માહિતી પણ સામે આવી રહી છે.