Trade War: છેડાયો ટ્રેડ વોર.. હવે ચીન-કેનેડાએ પણ લગાવ્યો અમેરિકા પર ટેરિફ, 25 US કંપનીઓ પર પ્રતિબંધ

  • World
  • March 4, 2025
  • 0 Comments

Trade War: છેડાયો ટ્રેડ વોર.. હવે ચીન-કેનેડાએ પણ લગાવ્યો અમેરિકા પર ટેરિફ, 25 US કંપનીઓ પર પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાનથી વિશ્વમાં વેપાર યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ ફરી એકવાર ચીન પર ટેરિફ લાદ્યા બાદ હવે ચીને પણ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દરમિયાન મેક્સિકો અને કેનેડાએ પણ બદલામાં ટેરિફની જાહેરાત કરી છે. ચીન અમેરિકન આયાત પર 10 થી 15 ટકાનો વધારાનો ટેરિફ લાદવા જઈ રહ્યું છે.

કેનેડાએ પણ અમેરિકન માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ અમેરિકન માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. કેનેડિયન ઉર્જા ઉત્પાદનો પર 10 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકાએ ચીન પર ટેરિફ બમણું કરીને 20 ટકા કરી દીધો છે.

આ પણ વાંચો- મોદીને સુરતમાં રાજા જાહેર કરતી તૈયારી; સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે?

ચીને મૂક્યો અમેરિકાની 25 કંપનીઓ પર પ્રતિબંધ

ચીનના નાણાં મંત્રાલયના એક નિવેદન અનુસાર, વધારાના ટેરિફ 10 માર્ચથી અમલમાં આવશે. ચીને 25 અમેરિકન કંપનીઓ પર નિકાસ અને રોકાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચીન 10 માર્ચથી યુએસ ચિકન, ઘઉં, મકાઈ અને કપાસની આયાત પર 15 ટકાનો વધારાનો ટેરિફ અને યુએસ સોયાબીન, જુવાર, ડુક્કરનું માંસ, બીફ, દરિયાઈ ઉત્પાદનો, ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનોની આયાત પર 10 ટકાનો ટેરિફ લાદશે. ચીને અમેરિકાની 25 જેટલી કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

Related Posts

Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન
  • May 6, 2026

Iran US Conflict: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને હાલમાં જ ઈરાકના નિયુક્ત વડાપ્રધાન અલી અલ-ઝૈદી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન દેશનું વલણ સ્પષ્ટ કર્યું છે. પેજેશકિયાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન આંતરરાષ્ટ્રીય…

Continue reading
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?
  • May 4, 2026

Iran US Nuclear Proposal: ઈરાને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે અમેરિકાને એક નવો ૧૪-મુદ્દાનો રાજદ્વારી પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધને કાયમી ધોરણે ખતમ કરવાનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

  • May 6, 2026
  • 7 views
Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

  • May 6, 2026
  • 6 views
Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

  • May 6, 2026
  • 8 views
Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

  • May 6, 2026
  • 8 views
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

  • May 6, 2026
  • 12 views
Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

  • May 6, 2026
  • 9 views
Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા