ICC ચેમ્પિયન ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં બીજો મોટો બોમ્બ વિસ્ફોટ; 9 લોકોના મોત

  • World
  • March 5, 2025
  • 0 Comments
  • ICC ચેમ્પિયન ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં બીજો મોટો બોમ્બ વિસ્ફોટ; 9 લોકોના મોત

પાકિસ્તાન અને યુએઈમાં સંયુક્ત રીતે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો રમાઈ રહી છે તો બીજી તરફ મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. તે છતાં કટ્ટરવાદીઓ અશાંતિ ફેલાવવા અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવા માટે પોતાની નાપાક હરકતો કરી રહ્યા છે. પાકિસ્તાનમાં વધુ એક મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. ખૈબર પખ્તૂનખ્વાંમાં બન્નૂ આર્મી કેન્ટોનમેન્ટના બહારના વિસ્તારમાં બે ભીષણ બોમ્બ વિસ્ફોટ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લેતા આતંકીઓ સાથે ભારે અથડામણની સ્થિતિ સર્જાઈ છે. આ હુમલો પૂર્વાયોજિત હોવાનું અનુમાન છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર સુરક્ષાદળો અને હુમલાખોરો વચ્ચે સર્જાયેલી અથડામણમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા અને 35 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ આતંકી હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાન સંગઠનનો હાથ હોવાની જાણકારી સામે આવી રહી છે. આ સંગઠન પાકિસ્તાની સૈન્યના ગઠબંધન હાફિઝ ઉલ બહાદુરનો હિસ્સો રહે છે અને તાજેતરમાં જ આ સંગઠને ટીટીપી સાથે હાથ મિલાવ્યા હતા.

અહેવાલ અનુસાર આતંકીઓએ બે કાર બોમ્બનો ઉપયોગ કર્યો હતો જેથી સુરક્ષાદળોનું ધ્યાન ભટકાવી શકાય. તેના પછી તાત્કાલિક ટારગેટેડ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલો રમઝાન મહિનામાં રોઝા ખોલવા માટે ઈફ્તારની તાત્કાલિક બાદ કરવામાં આવ્યા હતા. અહીં આર્મી કેન્ટના સુરક્ષા બેરિયર પર હુમલો કરાયો હતો. આ હુમલામાં 5 થી 6 આતંકીઓ સામેલ હોવાની જાણકારી મળી હતી.

Related Posts

Israel Election foreign Interference: ઇઝરાયેલની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપની આશંકા, શિન બેટને તપાસના આદેશ
  • October 30, 2026

Israel Election foreign Interference: ઇઝરાયેલની ચૂંટણીમાં વિદેશી ભંડોળ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે રાજકીય વિવાદ ઊભો થયો છે. ઇઝરાયેલની કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ નોમ સોલબર્ગે દેશની આંતરિક…

Continue reading
UN Gaza Genocide Report: ગાઝામાં નરસંહારના UN અહેવાલ પર અમેરિકા-ઇઝરાયેલ સામે એસ. મુરલીધરનો વિરોધ, વેસ્ટ બેંકમાં હત્યાઓ અને અત્યાચારના ગંભીર આરોપ
  • October 30, 2026

UN Gaza Genocide Report: ગાઝામાં યુદ્ધવિરામ બાદ પણ હિંસા અને નરસંહાર ચાલુ હોવાના સંયુક્ત રાષ્ટ્ર (UN)ના તપાસ પંચના અહેવાલને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ ઊભો થયો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

  • November 2, 2026
  • 3 views
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

  • November 2, 2026
  • 5 views
Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 4 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 6 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

  • November 1, 2026
  • 9 views
Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

  • November 1, 2026
  • 10 views
Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા