ગુજરાતમાં જન્મ-મરણના દાખલા પર મોંઘવારી સવાર, રુ. 10ને બદલે 50 કર્યા |Birth-death certificate fees

Birth-death certificate fees increased: ગુજરાતમાં ખાવા-પીવા સહિત જીવન જરુરિયાત ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. બીજી બાજું જીએસટીનું ભારણ છે. એવામાં સરકારને જન્મ-મરણના દાખલા સસ્તામાં નિકળતાં હોય તેમ તેની ફીમાં વધારો કર્યો છે. પહેલા મૃત્યુંનો દાખલા માટે 5 રૂપિયા ફી હતી, જેને વધારીને 20 રૂપિયા કરાઈ. જ્યારે જન્મના દાખલાની ફી 10 રૂપિયા હતી, જેને વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. જેથી ભૂપેન્દ્ર પટેલની મૃદુ સરકારને લોકોને ઓછા ભાવે જન્મ-મરણના દાખલા નીકળે તે પણ પોંસાતું ન હોવાનું લાગી રહ્યું છે.  ફી વધારાથી સીધી અસર અરજદારોના ખિસ્સા પર પડશે. આ નવા નિયમો 27મી ફેબ્રુઆરીથી અમલમાં મૂકાયા છે.

આ પણ વાંચોઃ BHARUCH: લગ્નમાં બેન્ડના અવાજથી ભેંસ ભડકી, વર પરણવા જાયે તે પહેલા વરઘોડામાં મારામારી

નોંધણી કરાવવા મોડું થયું તો લેટ ફી ભરવી પડશે

ફી વધારાની સાથે, સરકારે  લેટ ફી અટેલે કે મોડા જન્મ-મરણ નોંધણી કરાવશો તો દંડ સ્વરુપે રુપિયા ભરવા પડેશે.  જો કોઈ વ્યક્તિ જન્મ-મરણની ઘટનાની નોંધણી 30 દિવસ પછી કરાવે છે, તો તેને હવે વધુ લેટ ફી ભરવી પડશે. અગાઉ આ લેટ ફી માત્ર રૂ. 10 હતી, જે વધારીને રૂ. 50 કરાઈ છે. એટલું જ નહીં, જો 1 વર્ષથી વધુ થશે તો રૂ. 100 ની ફી ભરવી પડશે અને આવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી પણ ફરજિયાત રહેશે.

ખોટી માહિતી આપશ તો 1 હજાર દંડ

જો કોઇ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી વખતે ખોટી માહિતી આપશે તો તેને 50 રૂપિયાથી માંડીને 1000 રૂપિયાનો દંડ સ્વરુપે ભરવો પડશે.

જન્મ સર્ટીમાં આ રીતે કરાશે ફેરફાર?

જે કોઈ પોતાના જન્મ સર્ટીફિકેટમાં ફેરફાર કરવા માંગે છે અથવા જેમની ઉંમર 15 વર્ષથી વધુ છે, તેઓએ નજીકના મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અથવા સંબંધિત ઓફિસમાં જઈને ઓફલાઈન અરજી કરવાની રહેશે. ઓફલાઈન અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે. ત્યાર બાદ જન્મ પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Anand video: મહિલા વચેટિયા સક્રિય: દાખલો કઢાવી આપવા માગ્યા આટલા રુપિયા?

આ પણ વાંચોઃ Surat: સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષિય બાળકનું મોત, હોસ્પિટલ પર શું લાગ્યા આક્ષેપ?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન સામે વીરપુરમાં ભારે વિરોધ, બે દિવસ રહેશે સજ્જડ બંધ |Swami Gyanprakash

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 3 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 5 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 4 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 10 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 8 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 10 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!