
- VIDEO: સર્બિયાની સંસદમાં અંધાધૂંધી! વિપક્ષી સાંસદોએ એક પછી એક અનેક સ્મોક ગ્રેનેડ ફેંક્યા
યુરોપિયન દેશ સર્બિયાની સંસદમાં વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો છે. વિપક્ષી સાંસદોએ સંસદમાં એક પછી એક અનેક સ્મોક ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંક્યા, જેના કારણે સંસદીય સત્રમાં ભારે અરાજકતા ફેલાઈ ગઈ. સંસદમાં પણ ઝપાઝપી જોવા મળી હતી.
સંસદીય સત્રના લાઇવ ટેલિવિઝન પ્રસારણમાં દર્શાવવામાં આવ્યું હતું કે સરકારી નીતિઓના વિરોધમાં મંગળવારે સર્બિયન વિપક્ષના ધારાસભ્યોએ સંસદની અંદર સ્મોક ગ્રેનેડ અને ટીયર ગેસ ફેંક્યા હતા. આ પછી સમગ્ર સંસદમાં કાળો અને ગુલાબી ધુમાડો ફેલાઈ ગયો હતો. સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને વિપક્ષી સાંસદો પણ ટેકો આપી રહ્યા હતા.
ગુસ્સે ભરાયેલા વિપક્ષે સંસદમાં કયા મુદ્દા પર હોબાળો મચાવ્યો?
ચાર મહિના પહેલા સર્બિયામાં એક રેલ્વે સ્ટેશનની છત તૂટી પડતાં 15 લોકો માર્યા ગયા હતા. આ પછી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો શરૂ થયા જે હવે સરકાર માટે સૌથી મોટો ખતરો બની ગયા છે.
सर्बियाई संसद में विपक्ष द्वारा सरकार के खिलाफ प्रदर्शन में स्मोक ग्रेनेड और आंसू गैस छोड़े गए.
यह जो देख रहे हैं यह किसी फिल्म का दृश्य नहीं है बल्कि सर्बिया का संसद है.
वहां की विपक्षी पार्टी सरकार के खिलाफ प्रदर्शन में गोले दाग कर प्रदर्शन कर रही थी.
सदन का माहौल ऐसा हो गया… pic.twitter.com/szxACMF7tI
— Ankit Kumar Avasthi (@kaankit) March 4, 2025
વિધાનસભા સત્રમાં સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટી (SNS)ના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધને સત્રના કાર્યસૂચિને મંજૂરી આપી ત્યારબાદ કેટલાક વિપક્ષી નેતાઓ તેમની બેઠકો પરથી ઉભા થયા અને સંસદના સ્પીકર તરફ દોડ્યા. આ દરમિયાન સુરક્ષા ગાર્ડ્સ સાથે તેની ઝપાઝપી જોવા મળી.
તેમણે સત્રમાં કહ્યું- સ્પીકર એના બ્રનાબિકે જણાવ્યું હતું કે બે સાંસદ ઘાયલ થયા છે, જેમાંથી એક SNS પાર્ટીના જાસ્મિના ઓબ્રાડોવિકને સ્ટ્રોક આવ્યો હતો અને તેમની હાલત ગંભીર છે. “સંસદ કામ કરવાનું ચાલુ રાખશે અને સર્બિયાનું રક્ષણ કરશે.”