
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. મેલબોર્નમાં રમાયેલી બીજી T20I મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટથી હરાવ્યું છે. ભારત 17 વર્ષમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર T20I મેચ હારી ગયું છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કાંગારૂઓએ એક ફેરફાર કર્યો, જોશ ફિલિપને બદલે મેટ શોર્ટને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. આ દરમિયાન, ટીમ ઈન્ડિયાએ તેમના પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
પ્રથમ બેટિંગ કરી ભારતે અભિષેક શર્માના 68 રનની મદદથી 125 રન બનાવ્યા. હર્ષિત રાણાએ 35 રનનું યોગદાન આપ્યું જ્યારે અન્ય કોઈ ભારતીય બેટ્સમેન બે આંકડા સુધી પહોંચ્યો નહીં. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે ત્રણ વિકેટ લીધી.
ભારતના 125 રનના લક્ષ્ય સામે મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડે ઝડપી શરૂઆત કરી માર્શે 46 અને હેડે 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહએ બે-બે વિકેટ લીધી હતી. મેલબોર્નમાં ભારતીય ટીમનો રેકોર્ડ ઉત્તમ છે. ભારતે ત્યાં રમાયેલી છેલ્લી પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી ચાર જીતી છે, એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. એમસીજી ખાતે ભારતનો એકમાત્ર પરાજય 2008માં થયો હતો. જોકે,હવે મેલબોર્નમાં ભારતનો વિજય ક્રમ તૂટી ગયો છે.
ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. મેલબોર્નમાં રમાયેલી બીજી T20I મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. ભારત 17 વર્ષમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર T20I મેચ હારી ગયું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાંચ મેચની T20 શ્રેણીનો આ બીજો મુકાબલો હતો ,કેનબેરામાં પ્રથમ T20 મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી અને મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો ભારત સામે ઐતિહાસિક પરાજય થયો, જેના કારણે આ T20 મેચ રસપ્રદ બની ગઈ હતી. જોકે, ઓસ્ટ્રેલિયાએ આ મેચ ચાર વિકેટથી જીતી લીધી છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ બેટિંગ કરતા ભારત ૧૨૫ રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!










