Sports: કતારના દોહામાં આગામી 16 નવેમ્બરે ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર

  • Sports
  • November 2, 2025
  • 0 Comments

Sports News: ભારતે જીતેલી એશિયા કપ 2025ની ટ્રોફી હજુ ભારતને મળી નથી. ભારતે ગત તા. 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો, જોકે, ભારતીય ટીમ દુબઈથી ટ્રોફી લીધા વિનાજ પરત ફરી હતી.

હવે પીસીબી (PCB) ચીફ મોહસિન નકવી ટ્રોફી આપતા નથી અને આ મુદ્દો વિવાદમાં છે. ત્યારે આ બધા વચ્ચે એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારત અને પાકિસ્તાનનો ફરી મુકાબલો થવાનો છે. આગામી તા.14 થી 23 દરમિયાન કતારના દોહામાં વેસ્ટ એન્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ મેચ રમાશે. જેમાં તા.16 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે.

અગાઉ ઈમર્જિંગ એશિયા કપ તરીકે ઓળખાતી આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓમાન, UAE અને હોંગકોંગ. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

પાંચ ટેસ્ટ રમી રહેલા એશિયન રાષ્ટ્રો તેમની ‘A’ ટીમો મેદાનમાં ઉતારશે, જ્યારે UAE, ઓમાન અને હોંગકોંગ તેમની સિનિયર ટીમો સાથે ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. કુલ 15 T20 મેચ રમાશે. ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAEને એક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હોંગકોંગની ટીમોનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટ ફોર્મેટમાં સુપર ફોર સ્ટેજનો સમાવેશ થતો નથી. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. 2024 ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન ચેમ્પિયન બન્યું હતું.

ગઈ સિઝનમાં ભારતીય ટીમમાં અભિષેક શર્મા, રાહુલ ચહર, પ્રભસિમરન સિંહ, સાઈ કિશોર અને અંશુલ કંબોજ જેવા ખેલાડીઓનો સમાવેશ થતો હતો. તિલક વર્માને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ વર્ષની રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે, જેમાં વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. BCCI આગામી દિવસોમાં સંપૂર્ણ ટીમની જાહેરાત કરનાર છે.

આ પણ વાંચો:

India Women Cricket Semi Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો;ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ,હવે,આફ્રિકા સામે ટકરાશે

Junagadh: ગિરનાર પરિક્રમાનું મુહૂર્ત, ભક્તોની આસ્થાને લઈ મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી, સાંજે પૂર્ણ થશે

Vadodara: પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં મગરની એન્ટ્રી, રાત્રે મચ્યો હડકં

Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!

Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ

Related Posts

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર
  • February 1, 2026

●બાંગ્લાદેશના સમર્થનમાં 15 ફેબ્રુઆરીએ ભારત-પાક વચ્ચે મેચ નહિ થાય પાકિસ્તાન સરકારે કરી જાહેરાત World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા અંગે ટીમ પાકિસ્તાનને રમવા મંજૂરીતો આપી છે પણ…

Continue reading
T20 World Cup: પાકિસ્તાને બહિષ્કારની ચીમકી આપ્યા બાદ અચાનક વર્લ્ડ કપ રમવા તૈયાર ; ટીમની કરી જાહેરાત
  • January 25, 2026

T20 World Cup: પાકિસ્તાને આજે રવિવારે T20 વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસીન નકવીએ જણાવ્યું હતું કે આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kandla Salt Flats: ભાજપના રાજમાં કતલખાનાનો વિકાસ! પશુઓની નિર્મમ હત્યા માટે ભાજપના ઈરાદા સામે આવ્યા! જુઓ વિશેષ અહેવાલ

  • February 7, 2026
  • 2 views
Kandla Salt Flats: ભાજપના રાજમાં કતલખાનાનો વિકાસ! પશુઓની નિર્મમ હત્યા માટે ભાજપના ઈરાદા સામે આવ્યા! જુઓ વિશેષ અહેવાલ

Donald Trump: ટ્રમ્પ ભારતીયોને બંધક બનાવી દેશ નિકાલ કેમ કરી રહયા છે?

  • February 7, 2026
  • 4 views
Donald Trump: ટ્રમ્પ ભારતીયોને બંધક બનાવી દેશ નિકાલ કેમ કરી રહયા છે?

Rahul Gandhi: “જો ઉચિત સમજો વો કરે” શુક્રવારે આ સૂત્ર સમગ્ર સંસદ ભવન સંકુલમાં ગુંજ્યું રહ્યું. કોંગ્રેસના સાંસદો તેને વારંવાર કહેતા રહ્યા.

  • February 7, 2026
  • 3 views
Rahul Gandhi: “જો ઉચિત સમજો વો કરે” શુક્રવારે આ સૂત્ર સમગ્ર સંસદ ભવન સંકુલમાં ગુંજ્યું રહ્યું. કોંગ્રેસના સાંસદો તેને વારંવાર કહેતા રહ્યા.

Donald Trump: અમેરિકા-ઈરાન ઉપર ગમેત્યારે હુમલો કરશે! ઈરાન છોડી દેવા અમેરિકનોને ટ્રમ્પનું અલ્ટીમેટમ

  • February 7, 2026
  • 4 views
Donald Trump: અમેરિકા-ઈરાન ઉપર ગમેત્યારે હુમલો કરશે! ઈરાન છોડી દેવા અમેરિકનોને ટ્રમ્પનું અલ્ટીમેટમ

Kandla salt flats: કચ્છના 5 હજાર હેક્ટરમાં ભ્રષ્ટાચારનો ખેલ કરનારા કોણ?જુઓ વિડીયો

  • February 7, 2026
  • 3 views
Kandla salt flats: કચ્છના 5 હજાર હેક્ટરમાં ભ્રષ્ટાચારનો ખેલ કરનારા કોણ?જુઓ વિડીયો

Donald Trump: અમેરિકાનો પરમાણુ સંધિનો આવ્યો અંત, શું રશિયાનું વર્ચસ્વ ઘટશે?

  • February 6, 2026
  • 5 views
Donald Trump: અમેરિકાનો પરમાણુ સંધિનો આવ્યો અંત, શું રશિયાનું વર્ચસ્વ ઘટશે?