Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ

  • Gujarat
  • November 1, 2025
  • 0 Comments

Gujarat news: ગુજરાતમાં વિવિધ સ્થળોએ સ્મશાનગૃહોની ખરાબ સ્થિતિની ઉજાગર કરતી અનેક ઘટનાઓ સામે આવે છે.આમ તો ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ કહીકતમાં તો ભાજપના રાજમાં માણસને મર્યા બાદ અંતિમસંસ્કારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગુજરાતમાં સ્મશાનગૃહોની સ્થિતિને ઉજાગર કરતી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં પહેલી ઘટનામાં અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહમાં સૂકા લાકડાની અછતને કારણે એક ગરીબ પરિવારે મૃતકની અંતિમ વિધિ માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો, જ્યારે બીજી ઘટનામાં તલોદ તાલુકાના આંજણા ગામમાં ચાલુ વરસાદમાં તૂટેલા સ્મશાનગૃહમાં પતરુ પકડીને અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી. આ બંને ઘટનાઓએ સ્થાનિક વહીવટી વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

અમદાવાદના ઓઢવમાં કરુણ ક્ષણ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં બુધવારે એક ગરીબ પરિવારે મૃતકની અંતિમ વિધિ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૂકા લાકડાની અછત અને ભીના લાકડાની સપ્લાયને કારણે તેઓ મજબૂર બન્યા. વિડીયોમાં જોવા મળે છે કે પરિવારજનો ટાયરો અને જૂના ગોદડા બાળીને ચિતા પેટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે હવા અને પર્યાવરણને પણ નુકસાન થયું હોવાનું કહેવામાં આવે છે.

કોર્પોરેશને સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટરને પાઠવી નોટિસ

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ તાત્કાલિક પગલાં લીધાં. કોર્પોરેશને સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી છે અને ઘટનાનો ખુલાસો માંગ્યો છે. એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે, આવી બેદરકારી માટે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને સુધારણાની વ્યવસ્થા કરવામાં આવશે. જો કે સવાલ તે થાય છે કે, વહીવટી વ્યવસ્થા ક્યારે સુધરશે?” આ ઘટના શહેરી વિસ્તારોમાં પણ મૂળભૂત સુવિધાઓની અછતને દર્શાવે છે.

સાબરકાંઠાના આંજણા ગામમાં વરસતા વરસાદમાં પતરુ રાખી અંતિમ સંસ્કાર

બીજી તરફ, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં ચાલુ વરસાદને કારણે સ્મશાનગૃહની હાલત વધુ જ ખરાબ બની છે. તૂટી પડેલા સ્મશાનગૃહમાં છત પરથી પાણી ન ટપકે તે માટે પતરું રાખીને ચીતા લગડાવવાની જરુર પડી. આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વરસાદી પાણીમાં ભીજતા પરિવારજનોની અવદશા જોવા મળે છે.સવાલ તે થાય છે કે, સ્મશાનગૃહ માટે ગ્રાન્ટ મંજૂર થાય છે પરંતુ તેનો લાભ ગામવાસીઓ સુધી પહોંચ્યો નથી. જેથી લોકોને વરસાદમાં પણ આ રીતે મજબૂર બનવું પડે છે.” તલોદ તલુકા વહીવટીકે આ મુદ્દે તપાસની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

આ બંને ઘટનાઓથી ગુજરાતમાં સ્મશાનગૃહોની અવ્યવસ્થા સ્પષ્ટ થાય છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લાકડાની અછત, તૂટેલી માળખાગત સુવિધાઓ અને વહીવટી બેદરકારીને કારણે સામાન્ય લોકોને અંતિમ વિધિમાં મુશ્કેલી પડે છે. સામાજિક કાર્યકર્તાઓએ માંગ કરી છે કે, સરકારે તાત્કાલિક સર્વે કરીને આ સુવિધાઓમાં સુધારણા કરે, જેથી આવી કરુણામય ઘટનાઓ ન બને.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • Related Posts

    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
    • September 21, 2026

    Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

    Continue reading
    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
    • September 21, 2026

    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    • September 25, 2026
    • 5 views
    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    • September 25, 2026
    • 5 views
    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

    • September 25, 2026
    • 5 views
    Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

    IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

    • September 25, 2026
    • 6 views
    IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

    Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

    • September 25, 2026
    • 10 views
    Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

    ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

    • September 25, 2026
    • 6 views
    ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો