
Junagadh News: દર વર્ષે જૂનાગઢના ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા ભારે વરસાદના કારણે રદ થઈ છે. કારણ કે પરિક્રમાના રુટ ધોવાઈ ગયા છે. જેથી વાહનો જઈ શકે તેવી સ્થિતિ પણ નથી. ત્યારે મધ્ય રાત્રીથી મર્યાદિત સંતોએ પરંપરા જળાઈ રહે તે માટે લીલી પરિક્રમા શરુ કરી છે. જે આજે સાંજ સુધી પૂર્ણ થશે. મધ્ય રાત્રીએ પરિક્રમાનું મુહુર્ત કરાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિતિ રહ્યા.
કારતક મહિનાની દેવઉઠી એકાદશીના પવિત્ર અવસરે શરુ થતી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવી ગિરનારની લીલી પરિક્રમા જાહેર જનતા માટે રદ કરવામાં આવી છે. જોકે ભક્તોની આસ્થાને લઈ લીલી પરિક્રમાનું મોડી રાત્રે(1 નવેમ્બર) મુહુર્ત કરાયું છે. જેમાં મર્યાદિત સંતોએ એક દિવસીય પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી છે. જે સાંજ સુધી પૂર્ણ થશે. મૂહુર્ત દરમિયાન ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા હતા.
લીલી પરિક્રમા 2025 સંપૂર્ણપણે રદ કરવાનું કારણ અતિ ભારે વરસાદને કારણે રસ્તાઓ તૂટી ગયા છે. જેથી સુવિધાના વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી. આવી સ્થિતિમાં કોઈ ભક્તોને સારવાર અથવા અન્ય વ્યવસ્થાની જરૂરિયાત ઉભી થયા તો મુશ્કેલી થઈ શકે છે. જેને લઈ જિલ્લા કલેક્ટર અને સાધુ-સંતોએ માર્ગનું નિરીક્ષણ કર્યા પછી આ નિર્ણય લીધો છે
લીલી પરિક્રમાનું મહત્વ
ગીરનાર પરિક્રમા (ખાસ કરીને લીલી પરિક્રમા) ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલી પવિત્ર ગીરનાર પર્વતની આસપાસની ધાર્મિક યાત્રા છે. આ 36 કિલોમીટર લાંબી પરિક્રમા હિંદુ અને જૈન ધર્મના શ્રદ્ધાળુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જેમાં ભગવાન શિવ, વિષ્ણુ, જૈન તીર્થંકરો અને અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ગીરનારને ‘જ્ઞાનગીરિ’ કહેવામાં આવે છે, અહીં 33 કરોડ દેવી-દેવતાઓ, 64 જોગણીઓ અને નવનાથોનું વાસસ્થાન માનવામાં આવે છે. આ યાત્રા પ્રકૃતિ, વન્યજીવો અને આધ્યાત્મિકતાનું અનોખું મિશ્રણ છે, જેમાં સિંહ, હરણ જેવા પ્રાણીઓનો સામનો થઈ શકે છે.
ગીરનાર પર્વતનો આકાર ભગવાન શિવના લિંગ જેવો છે. કાર્તિક મહિનામાં (દેવઉઠી એકાદશીથી પૂર્ણિમા સુધી) કરવામાં આવતી આ પરિક્રમા પાપોના નાશ અને મોક્ષ પ્રાપ્તિનું પ્રતીક છે. જૈન અને હિંદુ મંદિરો (જેમ કે નેમિનાથ જીન મંદિર, અંબિકા દેવી મંદિર)ની મુલાકાત લેવામાં આવે છે. વિવિધ જાતિ-સમુદાયના લોકો એકસાથે યાત્રા કરે છે. જો કે આ યાત્રા ભારે વરસાદના કારણે રદ કરવી પડી છે.
આ પણ વાંચો:
Vadodara: પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં મગરની એન્ટ્રી, રાત્રે મચ્યો હડકંપ
Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!
Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ








