Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો

  • Gujarat
  • October 31, 2025
  • 0 Comments

Junagadh: જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજાતી હોય છે. જો કે આ વખતે કમોસમી વરસાદ ભક્તોની આશા પર પાણી ફેરવી શકે છે. કારણ કે ગુજરાતના ખૂણે ખૂણે ભારે વરસાદ ખાભક્યો છે. ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ત્યારે હવે ભક્તોમાં પણ નિરાશા ઉભી કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢમાં 2 નવેમ્બરથી શરુ થનારી ગિરનારની લીલી પરિક્રમાને અનેક અટકળો ઉભી થઈ છે.  વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે. ગિરનાર રસ્તુઓ કાદવ કીચડવાળા થઈ ગયા છે. જેથી ભક્તોએ લીલી પરિક્રમા કરવી કપરી પડી શકે છે.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હાલ જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવા રહ્યા નથી. તમામ યાત્રાળુઓ તેમજ અન્નક્ષેત્ર અને ઉતારા મંડળને રૂટ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. તંત્રએ અપીલ કરી છે કે જ્યાં સુધી લીલીઝંડી ન મળે ત્યાં સુધી પ્રવેશ ન કરવો. આજે 31 ઓક્ટોબરે પરિક્રમા ચાલુ કરવી કે રદ કરવી તે અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. કારણે વરસાદી વાતાવરણમાં જાનહાનિ પણ થઈ શકે છે.

તોફાની વરસાદન કારણે પરિક્રમાનો રૂટ ધોવાઈ ગયા

ઉલ્લેખનીય છે ગિરનારની લીલી પરિક્રમામાં દર વર્ષે પરિક્રમા માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. તંત્ર દ્વારા તડામાર તૈયારી શરુ કરવામાં આવી હતી. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. જો કે એકાએક પડેલા કમોસમી વરસાદમાં 36 કિમી રુટ ધોવાઈ ગયો હોવાનું તંત્રએ જણાવ્યું છે. વન વિભાગના અધિકારીના મતે ભારે વાહનો જઈ શકે એમ નથી. જો વાહનો લઈ જવામાં આવે તો ફસાઈ જવાની સંભાવના છે. પરિક્રમા શરૂ થાય એ પહેલા અન્નક્ષેત્ર ચલાવતા લોકો વ્યવસ્થા માટે અંદર જતા હોય છે, પરંતુ હાલ તેમને જ્યાં સુધી તંત્ર તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી અંદર ન જવા અપીલ કરવામાં આવી છે.

ત્યારે આજે જૂનાગઢનું વિહીવટ  તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો:

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ

Bihar Politics: ‘મોદી-નિતશકુમારની સરકાર બે-ત્રણ અરબપતિઓ માટે’, રાહુલ ગાંધીનો પલટવાર

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 4 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 6 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

  • November 1, 2026
  • 9 views
Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

  • November 1, 2026
  • 10 views
Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

  • November 1, 2026
  • 11 views
Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી

  • November 1, 2026
  • 10 views
Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી