
Women World Cup 2025: ક્રિકેટ જગતમાં આખરે 47 વર્ષના લાંબા અંતરાલ બાદ ઈન્ડિયા વુમન્સે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથીહરાવીને ટીમ ઈન્ડિયા વુમન્સ ક્રિકેટમાં પણ વિશ્વ ચેમ્પિયન બની ગઈ છે.
મહિલા વર્લ્ડ કપ 2025માં ચેમ્પિયન બનીને આજે(3 નવેમ્બર) ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે મુંબઈમાં ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રવિવારે રમાયેલી મેચ દરમિયાન સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું પરિણામે ભારતને બેટિંગ કરવાનુ આવતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 298 રન બનાવ્યા હતા.
ભારતે શેફાલી અને દીપ્તિની ફિફ્ટીના દમ પર સાઉથ આફ્રિકાને 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો જોકે, સાઉથ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં જ ઓલઆઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયા 52 રને વિજેતા બની હતી. આ જીત સાથે ભારતની મહિલા ટીમ ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો હતો. મહત્વનું છે કે મહિલા વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બાદ આજે ભારત ચેમ્પિયન બન્યું છે.
નોંધનીય છે કે અગાઉ વર્ષ 2005 અને 2017માં ભારતીય ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી પણ જીતી શકી ન હતી. 2005ની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 98 રને મ્હાત આપી હતી. જ્યારે 2017ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો આમ,બે વખત ફાઇનલમાં પહોંચવા છતાં ટીમ ઇન્ડિયાને વીતેલા વર્ષોમાં સફળતા મળી ન હતી પણ 2025માં દ.આફ્રિકા સામે જીત થઈ છે અને વર્લ્ડ ચેમ્પિયન થઈ છે.
બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી હતી અને ટીમ ઇન્ડિયા સામે 52 રને પરાજય થયો છે.
આ પણ વાંચો:
Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!
Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ










