
Vadodara Crime: ગુજરાતમાં દરેક ક્ષણે મહિલાઓ અત્યાચાર, બળત્કારનો શિકાર બની રહી છે. હવશખોરો દુષ્ટકૃત્યો આચરતાં જરાય ખચકાતાં નથી. ત્યારે વડોદારાના સાવલી તાલુકાના એક ગામમાં ટામેટા આપવા ગયેલા શખ્સે પરણિત મહિલાને પકડી લઈ છેડતી કરી હતી. મહિલાએ ચીસો પાડતાં આજુબાજુથી લોકો આવી જતાં આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે પિડિતાએ મંજૂસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી જાણકારી અનુસાર પરિણીતા પોતાના ઘરમાં એકલી હતી ત્યારે લામડાપુરા ગામમાં રહેતો રવિન્દ્ર પુનમભાઇ વસાવા ટામેટા આપવા માટે ઘરમાં ઘૂસ્યો હતો. જોકે મહિલાને એકલી જોઈ તેની દાનત બગડી હતી.
મહિલા ટામેટાની થેલી ખાલી કરવા જતાં..
પરિણીતા ટામેટા ભરેલી થેલી ખાલી કરવા ગઈ ત્યારે રવિન્દ્રએ પાછળથી અચાનક પકડી લીધી હતી અને પોતાની બાહોમાં જકડી લીધી હતી. જેથી મહિલાએ ભયભીત થઈ ગઈ હતી. ડરેલી મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે આરોપી શખ્સ રવિન્દ્ર વસાવા ભીગ ગયો હતો. હાલ મંજૂસર પોલીસે ગુનો નોંધી આરોપી શખ્સને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
રોજે રોજ બનતી ઘટનાઓા સામે કેમ લગામ લાગતી નથી. તે પણ એક સમાજ એક મોટો માટે સવાલ છે. સરકાર મહિલાઓની સુરક્ષાઓ અંગે દાવાઓ કરે છે. જો કે તેમના દાવા આવી ઘટના બનતાં પોકળ સાબિત થાય છે. સરકાર બેટી બચાવવની વાતો કરે છે. પણ તે બચાવી રહી નથી. બીજી બાજુ સમાજ અને પુરુષે પોતાની માનસિકતા બદલવાની જરુર ઉભી થઈ છે.
આ પણ વાંચોઃ Surendranagar: મગફળીના ગોડાઉનમાં આગ, 50 હજાર કિલો મગફળી રાખ
આ પણ વાંચોઃ અમદાવાદમાં ફતેહવાડીમાં ડૂબેલા ત્રણ યુવકોમાંથી મળ્યા બેના મૃતદેહ; એકની શોધખોળ
આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા; લૂંટફાટ કરવા આવેલા લૂંટારૂંઓએ મારી ગોળી
આ પણ વાંચોઃ મોદી સરકારમાં કેમ ગ્રાહકો બની રહ્યા છે મિસ્ટર ઇન્ડિયા?