
- યુએઈમાં ભારતીય નાગરિકોને ફાંસી
- યુએઈમાં ભારતીયોની મૃત્યુદંડની સજાનો મુદ્દો ગંભીર
- મહિલા બાદ બે પુરુષોને ફાંસીની સજા
તાજેતરમાં જ યુએઈમાં એક ભારતીય મહિલાને ફાંસી આપી દેવાઈ છે. ત્યારે હવે બીજા સમાચર મળી રહ્યા છે કે બે ભારતીય નાગરિકો મોહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલને હત્યામાં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ફાંસી આપી દેવામાં આવી છે. ભારતના વિદેશ મંત્રાલયએ આ પુષ્ટિ કરી છે. બંને ભારતીય નાગરિકો કેરળ રાજ્યના રહેવાસી હતા. બંને જુદી જુદી હત્યાની સંડોવણીમાં ફસાયેલા હતા. મોહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુને અમીરાતના નાગરિકની હત્યાનો દોષી ઠેરવ્યો હતો. જ્યારે મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલને ભારતીય નાગરિકની હત્યાનો દોષી જાહેર કર્યો હતો.
સંયુક્ત આરબ અમીરાતની સર્વોચ્ચ અદાલત, કોર્ટ ઓફ કેસેશન, એ બંને ભારતીય નાગરિકોની સજા ફટકારી હતી. આ બંને આોરોપીઓને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ, UAE અધિકારીઓએ ભારતીય દૂતાવાસને જાણ કરી કે બંનેને ફાંસી આપવામાં આવી છે. દૂતાવાસ અને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ મૃતકોના પરિવારોના સંપર્કમાં છે અને અંતિમ સંસ્કાર પ્રક્રિયામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અગાઉ ભારતીય મહિલાને ફાંસીને માચડે ચઢાવી દેવાઈ
આ કેસ યુએઈમાં ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા ફટકારવાનું બીજું ઉદાહરણ છે. આ પહેલા 15 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાની 33 વર્ષીય મહિલા શહજાદી ખાનને પણ ફાંસી આપવામાં આવી હતી. શહજાદી પર 4 મહિનાના બાળકની હત્યાનો આરોપ હતો અને દુબઈમાં બે વર્ષની જેલ બાદ તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
વિદેશમાં ભારતીય નાગરિકો મૃત્યુદંડનો કરી રહ્યા છે સામનો
ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે 13 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે યુએઈમાં 29 ભારતીય નાગરિકો મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે. યુએઈ એ દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ભારતીય નાગરિકો મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે.
ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા
યુએઈમાં ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજાનો મુદ્દો એક ગંભીર મુદ્દો છે, જે ભારત અને યુએઈ વચ્ચે રાજદ્વારી ચર્ચાઓને અસર કરી શકે છે. મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિકોની સંખ્યા પર નજર રાખવી અને તેમના પરિવારોને મદદ કરવી એ વિદેશ મંત્રાલયની પ્રાથમિકતાઓમાંની એક છે.
આ પણ વાંચોઃ Panchmal: યુવતીને ભગાડી જનાર યુવકનું ઘર પેટ્રોલ છાંટી સળગાવ્યું, 1 મહિલાને ધારિયુંના ઘા
આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?