અમેરિકામાં મંદિરોમાં તોડફોડ- પીએમ મોદી અને હિન્દુ સમાજ વિરૂદ્ધ લખાયા આપત્તિજનક સૂત્રો

  • India
  • March 9, 2025
  • 0 Comments
  • અમેરિકામાં મંદિરોમાં તોડફોડ- પીએમ મોદી અને હિન્દુ સમાજ વિરૂદ્ધ લખાયા આપત્તિજનક સૂત્રો

અમેરિકામાં હિન્દુઓના મંદિર પર હુમલની ઘટના સામે આવી છે. તે ઉપરાંત પીએેમ મોદી અને હિન્દુ સમાજ વિશે આપત્તિજનક સૂત્રો લખવામાં આવ્યા છે.  આ વખતે દક્ષિણ કેલિફોર્નિયાના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંથી એક સ્વામીનારાયણ મંદિરમાં તોડ-ફોડ કરીને તેમાં ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.

કેલિફોર્નિયામાં કરાયો હુમલો
છેલ્લા કેટલાક મહિનામાં આ મંદિર પર હુમલાની બીજી ઘટના હતી. BAPS સ્વામિનારાયણ મંદિર મેનેજમેન્ટે આ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે હિન્દુ સમુદાયના લોકો વિરુદ્ધ નફરતનું પ્રદર્શન કરતાં કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા અમારા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું.

BAPS એ આ મામલે એક પોસ્ટ કરતાં કહ્યું કે આ વખતે ચિનો હિલ્સ કેલિફોર્નિયામાં વધુ એક મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું. અમે ચિનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયામાં હિન્દુ સમુદાયના લોકો સામે નફરતને ક્યારેય પગભર નહીં થવા દઈએ. અમારી સંયુક્ત માનવતા અને આસ્થા સુનિશ્ચિત કરશે કે શાંતિ અને સદભાવ કાયમ રહે. જોકે હજુ સુધી આ મામલે પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

અમેરિકામાં હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન(CoHNA)એ પોતાના એક્સ ઉપર અમેરિકામાં મંદિર ઉપર થયેલી ઘટનાના ફોટો શેર કર્યા હતા. એક્સ ઉપર એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં વધુ એક મંદિરમાં તોડફોડની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં લખ્યું કે ચિનો હિલ્સમાં આવેલા મંદિરમાં આજે વહેલી સવારે અપશબ્દો સાથે તોડફોડ કરવામાં આવી હતી.

આ પોસ્ટમાં પીએમ મોદી વિશે પણ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સમસ્ત હિન્દુ સમાજ વિશે નફરતભર્યા નારાઓ લખવામાં આવ્યા છે.

આ હુમલા અંગે ખાલિસ્તાનીઓની લિંક તરફ ઈશારો કરતા હિન્દુ સંગઠને આગળ લખ્યું કે, ‘લોસ એન્જલસમાં કહેવાતા ખાલિસ્તાન જનમત સંગ્રહને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે આ ઘટના બની છે જે આશ્ચર્યજનક નથી.’ અમેરિકામાં તાજેતરના મહિનાઓમાં હિન્દુ મંદિરો પર હુમલાના બનાવોમાં વધારો થયો છે.

આ પણ વાંચો- ભગવાન બનવાની ફેક્ટરી ! શ્રીકૃષ્ણને ઈષ્ટદેવ ગણાવનારાઓ હવે તેમનાથી સર્વોપરિ બની ગયા

Related Posts

Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ
  • May 6, 2026

Shehzad Poonawalla: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ફરી એકવાર વિપક્ષી ‘ઈન્ડિયા ગઠબંધન’ (INDI Alliance) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ…

Continue reading
Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા
  • May 6, 2026

Priyanka Chaturvedi on UN: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોનું તાજેતરનું નિવેદન હાલ વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવી રહ્યું છે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં રુબિયોએ સંયુક્ત રાષ્ટ્ર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

  • May 6, 2026
  • 1 views
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

  • May 6, 2026
  • 3 views
Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

  • May 6, 2026
  • 5 views
Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો

  • May 6, 2026
  • 5 views
Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો

Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

  • May 6, 2026
  • 10 views
Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

  • May 6, 2026
  • 9 views
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”