Surat Rape Case: નારાયણ સાંઈની અરજી પર 30 દિવસમાં નિર્ણય લોઃ ગુજરાત હાઈકોર્ટ

Surat Rape Case: ગુજરાત હાઈકોર્ટે મંગળવારે (11 માર્ચ) સંબંધિત અધિકારીઓને આસારામના પુત્ર નારાયણ સાંઈની ફર્લો માટેની અરજીને પ્રાધાન્ય આપી ઝડપીથી નિકાલ કરવા કહ્યું છે. 30 દિવસમાં ફર્લો અરજી પર નિર્ણય લેવાામં આવે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે.

2019માં સુરતની સેશન્સ કોર્ટે સાંઈને બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. આ નિર્ણય સામેની તેમની અપીલ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

ન્યાયાધીશ એમ.આર. મેંગડેએ આદેશ આપતા કહ્યું હતું કે, “એવું લાગે છે કે અરજદારે 27 જાન્યુઆરી, 2025 ના રોજ સંબંધિત અધિકારીઓ સમક્ષ ફર્લો રજા માંગતી અરજી કરી હતી. જો કે તે હજુ પણ પેન્ડિંગ છે. સંબંધિત અધિકારીઓને આ આદેશ મળ્યાની તારીખથી 30 દિવસની અંદર શક્ય તેટલી ઝડપથી અરજીનો નિર્ણય લેવાનો નિર્દેશ આપવામાં આવે છે”.

સુનાવણી દરમિયાન સાંઈના વકીલે દલીલ કરી હતી કે, “મેં 27 જાન્યુઆરી 2025 ના રોજ અરજી કરી હતી. જો કે સંબંધિત અધિકારીઓએ આટલો સમય વિતવા છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

સાંઈની અરજીમાં જણાવાયું છે કે તે 4 ડિસેમ્બર, 2013 ના રોજ ધરપકડ કરવામાં આવી ત્યારથી 11 વર્ષ અને 4 મહિના જેલમાં રહ્યો છે, અને આ સમયગાળા દરમિયાન તેને ફક્ત 4 વખત જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ફર્લો અરજી કરી હતી, કારણ કે પોતે અને વૃદ્ધ બીમાર માતાપિતાની તબીબી સારવાર કરાવી છે.

ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ પોતે જેલમાં સ્વાસ્થ્ય સંબંધિત બિમારીનો સામનો કરી રહ્યો છે. સાથે સાથે તેના પિતા, આસારામ બાપુને તેમના એન્જીયોગ્રાફી રિપોર્ટ મુજબ, હૃદય રોગ જેવી ગંભીર બિમારીથી પિડાઈ રહ્યા હોવાનું જણાવ્યું છે. જેમાં “બે કોરોનરી નળીઓમાં 90% થી વધુ બ્લોક્સ” છે અને તેમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને અન્ય બીમારીઓ પણ છે. નારાયણ સાંઈના વકીલે જણાવ્યું હતુ કે જેલ મેન્યુઅલની જોગવાઈઓ મુજબ તેઓ રજા માટે હકદાર છે, જોકે તેમની રજાની અરજી પર હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.

પિતા આસારામ વચગાળાના જામીન પર છે બહાર

ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈના પિતા આસારામ 31 માર્ચ  સુધી જેલ બહાર છે. તેઓ  વચગાળાના  જામીન પર બહાર છે. આસારામ તેમના જ આશ્રમની મહિલાઓ પર બળાત્કાર કરવા ગુનામાં જેલની સજા ભોગવી રહ્યા છે. જો કે તબીબી સારવારના બહાના હેઠળ 31 માર્ચ 2025 સુધી જેલ બહાર છે. ત્યારે હવે જો નારાયણ સાંઈની અરજી પર જલ્દી નિર્ણય લેવાશે તો પિતાપુત્ર મળી શકશે.

આ પણ વાંચોઃ સુપ્રિમ કોર્ટે બળાત્કારી આશારામને વચગાળા જામીન આપ્યા, જાણો કારણ!

આ પણ વાંચોઃ આસારામ બાદ બળાત્કારી રામ રહીમ જેલ બહાર, કેટલાં દિવસના મળ્યા પેરોલ?

આ પણ વાંચોઃ Gujarat Rape Case: ગુજરાતમાં કેમ વધી રહ્યા છે મહિલાઓ પર બળાત્કાર?

આ પણ વાંચોઃ પત્નીના વિયોગમાં પતિએ 4 બાળકો સાથે દૂધમાં ઝેર નાખી પી લીધુ, 3ના મોત,જાણો વધુ | Bihar News

આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાપુરમાં ગટરની ગંદકી સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, કોની બેદરકારી?

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 13 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!