
Kheda News: લૂંટારુઓ ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપવા અનેક પૈંતરા અપનાવતાં હોય છે. ત્યારે મહેમદાવાદની ખાત્રજ ચોકડી નજીક એક વૃધ્ધ શિક્ષિકાને લૂંટનો શિકાર બનાવી છે. લૂંટારુએ શેરડીનો રસ પીડાવતાં જ શિક્ષિકા બેભાન થઈ ગયા હતા. શિક્ષિકા બેભાન અવસ્થામાં થતાં શખ્સોએ મોબાઈલ, સોનાના દાગીની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે મહેમદાવાદ પોલીસે રિક્ષાચાલક સહિત 4 સામે ફરિયાદ નોંધાવતાં આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
મળતી જાણકારી અનુસાર અમદાવાદના વસ્ત્રાલમાં રહેતાં સુર્યાબેન પ્રજાપતિ મહેમદાવાદ તાલુકાની વરસોલા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 7 માર્ચે સાંજે નોકરી પાછા ઘરે જતી વખતે તેઓ ખાત્રજ ચોકડીથી હાથીજણ જતી એક રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં પહેલેથી જ રીક્ષા ચાલક, એક પુરુષ અને બે મહિલાઓ સવાર હતા.
થોડે દૂર જતાં પહેલેથી બેઠેલા લોકોએ શેરડીનો રસ પીવાનું બહાનું કર્યું હતુ. તેઓએ સુર્યાબેનને પણ શેરડીનો રસ પીવડાવ્યો, જેમાં નશીલો પદાર્થ ભેળવ્યો હતો. નેનપુર ચોકડી પાસે સુર્યાબેન બેભાન થઈ ગયા હતા. ત્યારે આરોપીઓએ તેમના શરીર પરથી સોનાના દાગીના અને મોબાઈલ મળી કુલ રૂ. 3.06 લાખની મતાની લૂંટ કરી હતી. બેભાન અવસ્થામાં જ તેમને અમદાવાદના રણાસણ ટીપી રોડ નજીક છોડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તેમને 108 દ્વારા અમદાવાદની સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા ભાનમાં આવ્યા બાદ સુર્યાબેને મહેમદાવાદ પોલીસ મથકે રિક્ષાચાલક સહિત 4 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ દિગ્ગજ સંગીતકાર A.R. રહેમાનને છાતીમાં દુખાવો, ECG-ઇકોકાર્ડિયોગ્રામ સહિત અનેક ટેસ્ટ કરાયા
આ પણ વાંચોઃ ટ્રમ્પને રિપોર્ટરનું માઈક મોં પર વાગ્યુ, ભ્રકુટીઓ ઉચી કરી શું કહ્યું? |Donald Trump News
આ પણ વાંચોઃ Anand: તબેલામાં શોર્ટ સર્કિટ, 3 પશુના મોત, આંકલાવમાં બની ઘટના
આ પણ વાંચોઃ Earthquake: કચ્છના ભચાઉમાં ફરી ભૂકંપ, 3.4 ની તીવ્રતાનો આંચકો