CM નીતિશ કુમારની માનસિક સ્થિતિ ઉપર પ્રશ્ન? રાષ્ટ્રગીત વચ્ચે વિચિત્ર વર્તન?

  • India
  • March 20, 2025
  • 3 Comments
  • CM નીતિશ કુમારની માનસિક સ્થિતિ ઉપર પ્રશ્ન? રાષ્ટ્રગીત વચ્ચે વિચિત્ર વર્તન?

ગુરુવારે રાષ્ટ્રગીત દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હસવા લાગ્યા હતા. તેમણે પોતાની પાસે ઊભેલા એક વરિષ્ઠ અધિકારી સાથે વાત કરવાનું શરૂ કર્યું. અધિકારી તેમને ઇશારામાં સમજાવી રહ્યા હતા, છતાં તેમણે થોડીવાર તેની સાથે વાત ચાલુ રાખી હતી. હવે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં નીતિશ કુમારનું આ વિચિત્ર વર્તન જોઈને લોકો નીતિશ કુમારની માનસિક સ્થિતિ ઉપર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

સેપકટાક્રો વર્લ્ડ કપના ઉદ્ઘાટન દરમિયાન બનેલી ઘટના

સેપકટકાવ વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન ગુરુવારે પટનામાં થયું હતું. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ટુર્નામેન્ટમાં ભાગ લેનારા વરિષ્ઠ અધિકારીઓ, મંત્રીઓ અને ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન દરમિયાન રાષ્ટ્રગીત દરમિયાન સીએમ નીતિશ કુમાર અચાનક હસવા લાગ્યા હતા.

રાષ્ટ્રગીત દરમિયાન નીતિશે મુખ્ય સચિવ દીપક કુમાર સાથે વાત શરૂ કરી

આ દરમિયાન IAS અધિકારી અને મુખ્યમંત્રીના મુખ્ય સચિવ દીપક કુમાર સ્ટેજ પર નીતિશ કુમારની બાજુમાં ઉભા હતા. રાષ્ટ્રગીત શરૂ થયું હતું ત્યારે જ નીતીશે અચાનક દીપક કુમાર સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેમનો ખભો પણ પકડ્યો. તેમણે સામે ઉભેલા લોકોને નમન કરીને તેમનું સ્વાગત પણ કર્યું. આ દરમિયાન દીપક કુમાર નીતિશ કુમારની તેમની હરકતો બંધ કરવા માટે ઈશારામાં કહ્યું પણ ખરૂં, પરંતુ ત્યાં સુધીમાં નીતિશ કુમારની રાષ્ટ્રગીત વચ્ચે કરવામાં આવેલ વર્તન એક વીડિયોમાં કેદ થઈ ગયો અને હાલમાં વાયરલ પણ થઈ રહ્યો છે.

તેજસ્વી યાદવે કહ્યું- મુખ્યમંત્રી, રાષ્ટ્રગીતનું અપમાન ન કરો

વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ નીતિશના આ વર્તનની ટીકા કરી છે. તેજસ્વીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું – માનનીય મુખ્યમંત્રીશ્રી, ઓછામાં ઓછું કૃપા કરીને રાષ્ટ્રગીતનું અપમાન ન કરો. તમે દરરોજ યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોનું અપમાન કરો જ છો.

‘આ રીતે વારંવાર બિહારનું અપમાન ન કરો’

તેજસ્વીએ આગળ લખ્યું કે, ક્યારેક મહાત્મા ગાંધીજીની શહાદત દિવસ પર તાળીઓ પાડીને તેમની શહીદીની મજાક ઉડાવે છે તો ત્યારે રાષ્ટ્રગીતની! આરજેડી નેતાએ લખ્યું કે, તમને યાદ અપાવી દઈએ કે તમે એક પ્રદેશના મુખ્યમંત્રી છો. થોડી સેકન્ડો માટે પણ તમે માનસિક અને શારીરિક રૂપથી સ્થિર નથી અને તમે આવી રીતે અચેતન અવસ્થામાં આ પદ ઉપર બનેલા રહો તે પ્રદેશ માટે ખુબ જ ચિંતાજનક વાત છે. બિહારને આમ વાંર-વાર અપમાનિત નકરો.

પહેલા પણ નીતિશના આવા ઘણા વીડિયો વાયરલ થયા છે.

જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી જ્યારે નીતિશ વિચિત્ર હરકતો કરતા કેમેરામાં કેદ થયા હોય. આ પહેલા પણ નીતિશના આવા ઘણા વીડિયો વાયરલ થયા હતા. ગૃહમાં એક બાજુ નાણામંત્રી સમ્રાટ ચૌધરી બજેટ રજૂ કરી રહ્યા હતા અને બીજી બાજુ કાકા-ભત્રીજા હસતાં-હસતાં એકબીજાના ખબરઅંતર પૂછી રહ્યા હતા.

જ્યારે એક મંત્રી ગૃહમાં જવાબ આપી રહ્યા હતા, ત્યારે નીતિશ કોઈ બીજા તરફ ઈશારો કરતા જોવા મળ્યા હતા. પીએમ મોદીની બિહાર મુલાકાત દરમિયાન પણ તેઓ સ્ટેજ પર તેમને પ્રણામ કરતાં જોવા મળ્યા હતા. બેગુસરાયમાં પીએમ મોદીની રેલી દરમિયાન તેમણે સામે બેઠેલી કેટલીક મહિલાઓને ઠપકો આપ્યો અને પૂછ્યું, “તમે લોકો કેમ બેઠા છો?”

આ પણ વાંચો- Grok વિવાદ પર Xનો સરકાર સામે કેસ: ગેરકાયદે સેન્સરશિપનો આરોપ”

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં ઉપરાછાપરી છરીના ઘા ઝીક્યા

  • August 7, 2025
  • 2 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં ઉપરાછાપરી છરીના ઘા ઝીક્યા

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 25 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 12 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 30 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 12 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 241 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?