
ઓરંગઝેબ મુદ્દે મોટા સમાચાર, કબર હટાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં PIL દાખલ
મુંબઈ: મુઘલ સમ્રાટ ઓરંગઝેબની કબર હટાવવાનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઓરંગઝેબની કબર હટાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (પીઆઈએલ) પણ દાખલ કરવામાં આવી છે.
અરજી કોણે દાખલ કરી?
કેતન તિરોડકર નામના વ્યક્તિએ બોમ્બે હાઈકોર્ટમાં ઓરંગઝેબની કબર તોડી પાડવા અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને ઓરંગઝેબની કબરને રાષ્ટ્રીય સ્મારકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્દેશ આપવા માટે પીઆઈએલ દાખલ કરી છે કારણ કે તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અધિનિયમ, 1958ની કલમ 3 સાથે સુસંગત નથી.