બેંકમાં થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતાં પત્રકારની ધરપકડ | Assam journalist arrest

  • India
  • March 26, 2025
  • 0 Comments

Assam journalist arrest: આસામ પોલીસે ગુવાહાટીના પાન બજારમાં વરિષ્ઠ ડિજિટલ મીડિયા પત્રકાર દિલવર હુસૈન મઝુમદારની ધરપકડ કરી છે. પોલીસે છેતરીને ઘા કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જેથી આસામના રાજકારણ અને પોલીસબેડામાં ચકચાર મચી ગયો  છે. આ ઘટનાનો પત્રકારો પણ વિરોધ કરી રહ્યા છે.  આરોપ છે કે કરોડો રૂપિયાનું ભરતી કૌભાંડ અંગે આસામ કો-ઓપરેટિવ એપેક્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર દંબારુ સૈકિયાને પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યા બાદ દિલવર ધરપકડ કરવામાં આવી હતી.

કેેવી રીતે થઈ પત્રકારની ધરપકડ

આસામ રાષ્ટ્રીય પરિષદ (AJP) સાથે સંકળાયેલી યુવા પાંખ, નેશનલ યુથ પાવર, બેંકમાં થયેલા કથિત કૌભાંડનો વિરોધ કરી રહી હતી. જેથી પત્રકાર દિલવર હુસૈન મઝુમદાર વિરોધ પ્રદર્શનને કવર કરવા માટે બેંક પરિસરમાં પહોંચ્યા હતા. તેમણે કૌભાંડ અંગે બેંકના મેનેજિંગ ડિરેક્ટરને પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાદમાં  પોલીસે તેમને પાનબજાર પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા અને ત્યારબાદ તેમની ધરપકડ કરી હતી. ગુવાહાટી પ્રેસ ક્લબે ધરપકડની સખત નિંદા કરી છે, તેને પ્રેસ સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે. ક્લબે આજે સવારે 11 વાગ્યે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે વિરોધ સભાનું આયોજન કરવાની જાહેરાત કરી હતી.

પત્રકારોના અધિકારો પર તરાપ

આસામ કો-ઓપરેટિવ એપેક્સ બેંકના ડિરેક્ટર મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા છે. બેંકના ચેરમેન ધારાસભ્ય વિશ્વજીત ફુકન છે. ધરપકડ કરાયેલ પત્રકાર ગુવાહાટી પ્રેસ ક્લબના સંયુક્ત સચિવ પણ છે. આ ધરપકડની વિવિધ મીડિયા અને નાગરિક અધિકાર સંગઠનો દ્વારા ટીકા કરવામાં આવી છે, જેનાથી આસામમાં પ્રેસ સ્વતંત્રતા અને પત્રકારોના અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 9 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!