Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

Disha Salian: હાલ સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયનના મોતનો મામલો ચર્ચાની એરણે છે. મોત સબંધિત રોજે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. દિશાના પિતાએ પોતાની પુત્રીને ન્યાય મેળવવા માટે એક નવી લડાઈ શરૂ કરી છે. તેમણે શિવસેના નેતા આદિત્ય ઠાકરે, રિયા ચક્રવર્તી, ડીનો મોરિયા અને સૂરજ પંચોલી વિરુદ્ધ FIR નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીને સુશાંત સિંહ રાજપૂત કેસમાં 5 વર્ષ પછી ક્લીનચીટ મળી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે હત્યા નહીં પણ આત્મહત્યા હતી. જેથી સુશાંત સિંહ રાજૂપૂતના કેસને બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે હવે સુશાંતની મનેજરના મોત મામલે પિતાએ 4 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

આદિત્ય ઠાકરે સહિત 4 સામે FIR
દિશાના પિતા સતીશ સલિયને આ ચારેય વિરુદ્ધ મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે. જેમાં તેમણે આદિત્ય ઠાકરે, રિયા ચક્રવર્તી, ડીનો મોરિયા અને સૂરજ પંચોલી વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાના આરોપસર કેસ દાખલ કર્યો છે. તેમના વકીલે કહ્યું છે કે આ ફરિયાદ સંયુક્ત પોલીસ કમિશનરે સ્વીકારી લીધી છે. દિશાના પિતાના વકીલે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે પરમવીર સિંહ આ કેસનો માસ્ટરમાઈન્ડ છે. તેમણે આદિત્ય ઠાકરેને બચાવવા માટે આ ખોટી વાર્તા બનાવી છે. તેમણે કહ્યું કે NCB રિપોર્ટ સાબિત કરે છે કે આદિત્ય ઠાકરે ડ્રગ્સના વેપારમાં સામેલ હતા. આનો ઉલ્લેખ FIRમાં કરવામાં આવ્યો છે.

2020માં દિશાનું થયું હતુ મોત

દિશા સલિયનનું મૃત્યુ 8 જૂન, 2020ની રાત્રે મુંબઈમાં થયું હતું. તે સમયે તે એક પ્રખ્યાત ટેલેન્ટ મેનેજર હતી અને બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર તરીકે જાણીતી હતી.  રિપોર્ટ્સ અનુસાર, દિશા મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઇમારતના 14મા માળેથી પડી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસે તેના મૃત્યુને આત્મહત્યા તરીકે નોંધ્યું હતું અને પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે તે ઘટના પહેલાં એક પાર્ટીમાં હાજર હતી, જ્યાં તેણે દારૂનું સેવન કર્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ઊંચાઈએથી પડવાને કારણે થયેલી ઇજાઓ જ મૃત્યુનું કારણ હોવાનું દર્શાવાયું હતું.

જોકે દિશાના મૃત્યુને લઈને ઘણાં વિવાદો અને અટકળો ઉભી થઈ છે, ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ (14 જૂન, 2020) પછી, જે દિશાના મૃત્યુના માત્ર થોડા દિવસો બાદ થયું હતું. કેટલાક લોકોએ બંને ઘટનાઓને જોડવાનો પ્રયાસ કર્યો અને દાવો કર્યો કે દિશાનું મૃત્યુ આત્મહત્યા નહીં, પરંતુ હત્યા હોઈ શકે છે. ત્યારે હવે દિશાના પિતાએ આશંકાઓ વ્યક્ત કરતાં પુત્રીને ન્યાય અપાવવા માટે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

દિશા સલિયન અને સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે મુંબઈના વરિષ્ઠ પત્રકાર વિવેક અગ્રવાલ સાથે વાત કરવમાં આવી છે. જુઓ તેઓ સુશાંત અને સલિયનના મોત મામલે શું કહી રહ્યા છે? મોત મામલે કેવું રાજકારણ રમાઈ રહ્યું છે?, વીડિયોને લાઈક,શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. @Thegujaratreport, @Mayurjaniofficial

આ પણ વાંચોઃ Delhi: દિલ્હી પોલીસ જસ્ટિસ યશવંત વર્માના ઘરે, સ્ટોર રૂમ અને આસપાસનો વિસ્તાર કર્યો સીલ, જાણો વધુ

આ પણ વાંચોઃ   Amreli: શાળામાં બ્લેડથી 40થી વધુ બાળકોએ હાથ-પગની નસો કાપવાના પ્રયત્ન કર્યા, શિક્ષકો શું કરતા હતા?

આ પણ વાંચોઃ બેંકમાં થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતાં પત્રકારની ધરપકડ | Assam journalist arrest

આ પણ વાંચોઃ Mehsana: બસે રિક્ષાને ઢસડી, વૃધ્ધા કચડાઈ, હોસ્પિટલમાં દાખલ

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 5 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 7 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 6 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો