વિસાવદરની પેટા ચૂંટણી જીતવા ગોપાલ ઈટાલીયાએ લગાવ્યું એડીચોટીનું જોર, ભાજપની શું હાલત? | Visavadar Election

visavadar election: વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી નજીક આવી રહી છે, જે ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટના બની રહેશે. આ ચૂંટણી ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામા બાદ યોજાવા જઈ રહી છે, જેમણે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. આ પરિસ્થિતિને કારણે રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે, અને મતદારોનું ધ્યાન આકર્ષવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હજુ સુધી ચૂંટણીની તારીખ જાહે કરાઈ નથી.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાને આમ આદમી પાર્ટીએ વિસાવદરની પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે.  ત્યારે  વિસાવદરમાં ગોપાલ ઈટાલીયા જનસમર્થન મેળવવા લાગી ગયા છે.  ગોપાલ ઇટાલીયાના જોરદાર પ્રચાર અભિયાનથી ભાજપમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ લીલીયા, લીમધ્રા, હરીપુર, પિયાવા, ખાંભા, રતાંગ, મિયાવડલા, દાદર કામની મુલાકાત લીધી અને રાત્રે નાની મોણપરીમાં સભામાં પણ ભાગ લીધો. આજે ગોપાલ ઇટાલીયા સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, હિતેશ વઘાસિયા, હરેશભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઈ જયસુખભાઈ સહિત ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રચાર અભિયાનને આગળ વેગવંતુ બનાવ્યું હતું.

તમામ સ્થળે આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલીયાને લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું હોવાના દાવા  થઈ રહ્યા છે. AAP પાર્ટી દાવો કરી રહી છે  કે ગોપાલ ઇટાલીયાએ ખેડૂતોનો અવાજ ઉઠાવવાનો મક્કમ નિર્ધાર કર્યો જેના કારણે વિસાવદરના ખેડૂતો, યુવાનોએ સંપૂર્ણપણે ગોપાલ ઇટાલીયા અને આમ આદમી પાર્ટીનું સમર્થન કર્યું છે. હાલ ચૂંટણીના પ્રચાર અભિયાનની સાથે સાથે સંગઠન નિર્માણ માટે પણ રણનીતિઓ બની રહી છે. વિસાવદર વિધાનસભામાં મજબુત સંગઠન નિર્માણ માટે ચાર દિવસ પહેલા ત્રિદિવસીય મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર સંનિષ્ઠ કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે આ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી કે વિસાવદર વિધાનસભાનાં તમામ બુથો પર ઝડપથી બુથ સમિતી અને પન્ના પ્રમુખોની નિમણુંક કરવામાં આવશે.

ભાજપની શું સ્થિતિ?

ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતમાં પોતાની મજબૂત સ્થિતિને કારણે આ ચૂંટણીમાં આગળ દેખાઈ રહી છે. ભૂપેન્દ્ર ભાયાણી, જેઓ અગાઉ AAP તરફથી ચૂંટાયા હતા, હવે BJPના સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચામાં છે. BJPની રાજ્યમાં લાંબા સમયથી ચાલતી સરકાર અને સંગઠનની મજબૂતી તેમને ફાયદો આપી શકે છે. જોકે, ભાયાણીનું પક્ષ પરિવર્તન કેટલાક મતદારોને નારાજ કરી શકે છે, જે તેમની જીતની સંભાવના પર અસર કરી શકે છે.
કોંગ્રેસ કેમ ચૂંટણી લડી રહી નથી?
કોંગ્રેસ આ ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉતારે તેવું નક્કી થયું છે, જે AAP સાથેની તેમની સમજૂતીનો ભાગ છે. AAPએ વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપ્યો હતો, અને હવે વિસાવદરમાં કોંગ્રેસે AAPને ટેકો આપવાનું વચન આપ્યું છે. આ ગઠબંધન AAPની સ્થિતિને મજબૂત કરી શકે છે, કારણ કે કોંગ્રેસના મતદારોનો ટેકો તેમને મળવાની શક્યતા છે. આમ, વિસાવદર પેટા ચૂંટણીમાં BJP અને AAP વચ્ચે મુખ્ય ટક્કર જોવા મળશે. BJP પોતાની સરકારી સત્તા અને સંગઠનના બળ પર આગળ વધવાનો પ્રયાસ કરશે, જ્યારે AAP ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા અને કોંગ્રેસના ટેકા સાથે જીતનો દાવો મજબૂત કરશે. આ ચૂંટણીનું પરિણામ ગુજરાતના રાજકારણમાં ભવિષ્યની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચોઃ મોદીનું 100 સ્માર્ટ સીટીનું સ્વપ્ન 10 વર્ષે પણ અધૂરું, મતવિસ્તાર વડોદરાની શું હાલત? | Smart City Mission

આ પણ વાંચોઃ PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત, યુનુસે શું આપ્યું હતુ નિવેદન? 

આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જવાનો સમય નક્કી કર્યો

આ પણ વાંચોઃ પીઢ અભિનેતા મનોજ કુમારે 87 વર્ષે દુનિયાને કર્યું અલવિદા, રાજકીય સંબંધો કેવા હતા?| Manoj Kumar

આ પણ વાંચોઃ UP: CM યોગીના કાર્યાલય બહાર મહિલા પોતાની જાતને આગ લગાડી!

Related Posts

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!
  • December 15, 2025

Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં…

Continue reading
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!
  • December 15, 2025

●ક્લાર્ક- પટ્ટાવાળાની ભરતી મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવાનો શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં લેવાયો નિર્ણય ●રાજ્ય શાળા સંચાલક મહામંડળ વિનંતી કરીને થાકયું! હવે સરકાર સામે આરપાર લડી લેવાના મૂડમાં. FRC and…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 5 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

  • December 15, 2025
  • 7 views
Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

  • December 15, 2025
  • 16 views
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 15 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

  • December 15, 2025
  • 12 views
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

  • December 15, 2025
  • 19 views
Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો