દેશમાં યથાવત છે મજૂરોના જીવ સાથે રમત; 2024માં 400થી વધારે મજૂરોએ ગુમાવ્યું જીવન

નવી દિલ્હી: 2024નું વર્ષ ભારતમાં કામના સ્થળોની સુરક્ષા માટે અત્યંત ચિંતાજનક સાબિત થયું છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા ઇન્ડસ્ટ્રીઆલ (IndustriALL) ના આંકડા પ્રમાણે, આ વર્ષ 10 ડિસેમ્બર સુધીમાં બાંધકામ, ખનન અને ઉર્જા ક્ષેત્રોમાં કામના સ્થળે ઓછામાં ઓછા 240 અકસ્માતો થયા, જેમાં 400થી વધુ મજૂરોના મોત થઇ ગયા છે. જ્યારે 850થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઇન્ડસ્ટ્રી ઓલ સ્પષ્ટ કરે છે કે વાસ્તવિક આંકડા આના કરતાં ઘણાં વધુ હોઈ શકે છે, કારણ કે કામના સ્થળે થયેલા અકસ્માતોની માહિતી ઘણી વખત અધૂરી રહેતી હોય છે.

દેશમાં ભયાનક ઘટનાઓ યથાવત

છેલ્લા 40 વર્ષ દરમિયાન ઔદ્યોગિક સુરક્ષામાં સુધારવાના બધા પ્રયત્નો છતાં પણ, ભારતમાં કામના સ્થળે થતા અકસ્માતો ઘટી રહ્યા નથી. ઇન્ડસ્ટ્રીઓલના કાર્યકારી સમિતિના સભ્ય ગૌતમ મોદીનું કહેવું છે કે, ‘ભારત આજે પણ વિશ્વના સૌથી અસુરક્ષિત કામના સ્થળોમાં સામેલ છે. સરકારે મજૂરોના સુરક્ષા કાયદાઓને નબળા કરી નાખ્યા છે, જેના કારણે કંપનીઓ મજૂરોની સુરક્ષા કરતાં નફા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સુરક્ષિત કાર્ય અને જીવન માટે સંયોજિત પ્રયત્નોની જરૂર છે.’

કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સૌથી વધુ અકસ્માતો

કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આ વર્ષે સૌથી વધુ અકસ્માતો થયા. આ ક્ષેત્રમાં 110થી વધુ અકસ્માતો થયા, જેમાં ઓછામાં ઓછા 220 કામદારો મરણ પામ્યા અને 550થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા.

21 ઓગસ્ટે આંધ્ર પ્રદેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં આવેલી ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, જેમાં 18 કામદારોનાં મરણ થયું અને 30 ઘાયલ થયા. આ ફેક્ટરીનું સંચાલન એસ્કિઅન્ટિયા એડવાન્સ્ડ સાયન્સેસ દ્વારા કરવામાં આવતું હતું.

મે મહિને મુંબઈના અમુદાન કેમિકલ્સની એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 13 કામદારોનાં મરણ થયું અને 60થી વધુ ઘાયલ થયા. આ અકસ્માતનું કારણ રસાયણોના મિશ્રણ અને સંગ્રહમાં બેદરકારી તરીકે બતાવવામાં આવ્યું છે.

ફેબ્રુઆરીમાં દિલ્હીની એક પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગી, જેમાં 11 લોકોનાં મરણ થયા અને ઘણા અન્ય ઘાયલ થયા. પાછળથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનએ પછી પુષ્ટિ કરી કે ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી.

ખનન અને ઉર્જા ક્ષેત્ર પણ આ તબક્કેથી અછૂત નથી

ખનન ઉદ્યોગમાં આ વર્ષે ઓછામાં ઓછા 22 અકસ્માતો થયા, જેમાં 60 કામદારોનાં મરણ થયું અને 50થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા. ઉર્જા ક્ષેત્રમાં 20થી વધુ કામદારો કામના સ્થળે થયેલા અકસ્માતોમાં મરણ પામ્યા.

ફેબ્રુઆરીમાં હરિયાણાના એક ઓટોમોટિવ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બોયલર વિસ્ફોટથી 14 કામદારોનાં મરણ થયું અને 25થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા.

સુરક્ષા ઉપાયોની અવગણના અને સરકારની ઢીલી નીતિ

આ અકસ્માતોનું મુખ્ય કારણ સુરક્ષા નિયમોની મોટી અવગણના, નિરીક્ષણ વ્યવસ્થાની નબળાઈ, અને અનટ્રેંડ કાચા કામદારોનાં મોટાં પ્રમાણમાં ઉપયોગ બતાવાયું છે.

તાજેતરના વર્ષોમાં સરકારે વેપાર પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામના સ્થળે નિરીક્ષણ અને લાઇસન્સ નિયમોમાં છૂટ આપી છે. નવા મજૂર સુરક્ષા અને આરોગ્ય કાયદાઓએ નિરીક્ષણ સિસ્ટમને નબળી કરી છે. હવે નિરીક્ષકો પૂર્વ સૂચના વિના નિરીક્ષણ કરી શકતા નથી અને કાયદો તોડનારા વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરી શકતા નથી.

યુનિયનો અને સરકારને અપીલ

ઇન્ડિસ્ટ્રી ઓલના કાર્યકારી સમિતિના સભ્ય સંજય વાધવકરે કહ્યું છે કે, ઔદ્યોગિક સુરક્ષાની વર્તમાન સ્થિતિ ચિંતાજનક છે. દૂર્ઘટનાઓની ટકાવારી તે દર્શાવે છે કે, કાર્યસ્થળ પર સુરક્ષા ઉપાયોને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. અમે નિયોક્તાઓને આગ્રહ કરીએ છીએ કે, યીનિયનો અને શ્રમ મંત્રાલય સાથે સક્રિય રૂપથી જોડાયેલા અને સુરક્ષિત કાર્યસ્થળો માટે એક્શન પ્લાન લાગૂં કરો.

ઇન્ડસ્ટ્રી ઓલના સહાયક મહાસચિવ કેમલ ઓજકાને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, સુરક્ષિત કાર્યસ્થળનું વધારે કામના મૂળભૂળ અધિકારોમાંથી એક છે. ભારતમાં કાર્યસ્થળ સુરક્ષાની દયનિય સ્થિતિ આ અધિકારીઓના હનનને દર્શાવે છે. અમે ભારતીય સરકારને અપીલ કરીએ છીએ કે, તેઓ સુરક્ષા નિયમોની સમીક્ષા કરે અને શ્રમિક સંગઠનો સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

ઉલ્લેખનિય છે કે, આજે જ દ્વારકામાં ક્રેન તૂટી પડતાં 3 શ્રમિકોના મોત થયા છે.

Related Posts

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 5 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 5 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 7 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 7 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 7 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

  • May 10, 2026
  • 21 views
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા