
CR Patil and Congress: કોંગ્રેસને ફરી બેઠી કરવા અમદાવાદમાં બે દિવસ અધિવેશન યોજાયું હતુ. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દેશભરમાંથી આવ્યા હતા. 8 અને 9 એપ્રિલે યોજાયેલા અધિવેશનમાં કોંગ્રેસ પ્રત્યે લોકોમાં પાછો વિશ્વાસ વધારવા પ્રયત્નો કરાયા હતા. રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી પર પણ પ્રહાર કર્યા હતા. ત્યારે અધિવેશનને લઈ ભાજપ નેતા સીઆર પાટીલની કોંગ્રેસના અધિવેશનને લઈ પ્રતિક્રિયા સામે આવી છે.
કોંગ્રેસના અધિવેશનના અંતિમ દિવસે સુરતમાં ભાજપનું મજૂરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં સી.આર.પાટીલે કોંગ્રેસના અધિવેશનને લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા. સીઆર પટેલે કહ્યું કોંગ્રેસે અધિવેશન પહેલાં કોંગ્રેસને સરદાર યાદ નહોતા આવ્યા હતા. અધિવેશનમાં કોંગ્રેસે સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો.
વધુમાં કહ્યું સરદાર પટેલના એક સ્મારક માટે દિલ્હીમાં કોંગ્રેસે જગ્યા ના આપી, કોંગ્રેસનો એક માઇનો લાલ બતાવો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલ સાહેબના દર્શન કરવા ગયો હોય. અધિવેશન પહેલા કોંગ્રેસને સરદાર નહોતા યાદ આવ્યા હવે ગુજરાતમાં કોંગ્રેસને ઉભું કરવા સરદારનો સહારો લેવો પડ્યો.
કોંગ્રેસના અધિવેશન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચોઃ
UP: માતાએ દીકરીનો ઘરસંસાર ઉજાડ્યો, થનાર જમાઈને લઈ સાસુ ભાગી ગઈ
મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence
વડોદરામાં ભીષણ આગ: 5થી વધુ દાઝ્યા, 5 દુકાન, 2 મકાન આગના લપેટામાં | vadodara fire
સુરતમાં 70 રત્નકલાકારોની પાણી પીધા બાદ તબિયત બગડી, પાણીમાં ઝેરી દવા હતી? | Surat