બાબા રામદેવનું “શરબત-જીહાદ”, મંદિર – મસ્જિદના નામે કર્યો પતંજલિના જ્યુસનો પ્રચાર | BABA RAMDEV

  • India
  • April 11, 2025
  • 2 Comments
  • “એમનાં શરબતના પૈસે મસ્જિદ – મદરસા બને છે” બાબા રામદેવનો બફાટ
  • પતંજલિની પ્રોડક્ટ્સના ભ્રામક પ્રચાર બાબતે અગાઉ સુપ્રિમ કોર્ટે બાબાને ફટકાર લગાવી હતી

BABA RAMDEV SHARBAT JIHAD । વાહ રે બાબા… વાહ… પતંજલિનાં જ્યુસ – શરબતના પ્રચાર માટે તમે મંદિર – મસ્જિદ કરી નાંખ્યું. ક્યાંથી તમને આવું જ્ઞાન આવે છે? મોદી રાજમાં મનફાવે તેવી વાતો કરવાનો અધિકાર મળી ગયો છે? સુપ્રિમ કોર્ટે તમને ફટકાર લગાવી છતાં તમારી શાન ઠેકાણે આવી નથી? પતંજલિની પ્રોડક્ટ્સ ના વેચાતી હોય તો ગરીબોને દાનમાં આપી દો. પણ, તમારો ધંધો કરવા માટે આવો પ્રચાર કરો છો એ સામાન્ય ભારતીય માટે યોગ્ય નથી. શું તમે તમારી વાતોની સાર્થકતા સાબિત કરવા સક્ષમ છો?

યોગ ગુરુ તરીકે ઓળખ ધરાવતાં, એક આંખથી જ વિશ્વને નિહાળતાં તેમજ પતંજલિના સહ-સંસ્થાપક એવા સ્વામી રામદેવનો એક વિડીયો સોશિયલ મિડીયામાં અપલોડ કરાયો છે. વિડીયોમાં બાબા રામદેવ પતંજલિના શરબતનો પ્રચાર કરતાં જોવા મળે છે. લગભગ 10 મિનિટના વિડીયોમાં બાબા રામદેવ પોતાના શરબતની ગુણવત્તા પર વધારે વાત નથી કરતાં, પણ બાબા રામદેવ નામ લીધા વગર એક કંપનીના શરબતને ટાર્ગેટ કરે છે.

બાબાનો ઇશારો આમ તો રૂહઅફ્ઝા શરબત તરફ હોય તેવું લાગે છે. પણ, બાબા રામદેવે નામ લેવાની હિંમત નથી કરી એટલે એ મુદ્દામાં વધારે પડ્યા વગર આગળની વાત કરીએ તો, બાબા વિડીયોમાં કહે છે કે, એક અન્ય કંપનીનાં શરબતની કમાણીથી મસ્જિદ અને મદ્રસા બને છે. ઠીક છે, એ એમનો ધર્મ છે. પણ એ કંપનીનું શરબત પીવાથી મસ્જિદ અને મદ્રસા બનાવવામાં મદદ થાય છે. જ્યારે પતંજલિનું શરબત પીવાથી ગુરુકુળ, આચાર્યકુલમ્, પતંજલિ વિશ્વવિદ્યાલય અને ભારતીય શિક્ષા બોર્ડને મદદ થાય છે.

રામદેવે કોલ્ડ ડ્રિક્સને ટોઈલેટ ક્લિનર કહી દીધાં છે. જ્યારે પતંજલિની પ્રોડક્ટ્સને સ્વદેશી, સનાતન અને સાત્વિક ગણાવ્યા છે. પતંજલિ કે બાબા રામદેવ તરફથી શરબદ જીહાદના વિડીયો અંગે કોઈ સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ, આ બાબતે ભારે વિવાદ સર્જાયો છે.

બાબા રામદેવ જેવાં ધર્મના નામે ધંધો કરનારા તત્વો ફુલી ફાલી રહ્યાં છે. કરોડો રૂપિયાનો ધંધો ધરાવતાં પતંજલિને સરકારનું રક્ષણ જરૂર મળતું હશે. તેથી જ મોદી સરકારના રાજમાં સામાન્ય નાગરિકોને આવા બાબાઓ છેતરી રહ્યાં છે. એમનો ધંધો કરવા માટે મંદિર – મસ્જિદ અને જિહાદ જેવાં શબ્દોનો ઉપયોગ કરી રહ્યાં છે. બાબા રામદેવ સામે મોદી સરકાર કોઈ કાર્યવાહી કરશે? કે પછી રામદેવના ધંધામાં મોદી સરકારનો મજબૂત બોન્ડ છે?

આ પણ વાંચોઃ

મોઘલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

અમેરિકા નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 3 બાળકો સહિત 6ના મોત, કેવી રીતે બની ઘટના? | Helicopter crash

તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, રાત્રે 2 વાગ્યે કોર્ટે આપ્યા રિમાન્ડ | Rahawwur Rana Remand

Surat: ગૃહમંત્રી હર્ષ સંઘવીની સોસયટીમાં આગ, સંઘવી દોડી ગયા | Fire | Harsh Sanghvi|

 

 

 

 

Related Posts

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી
  • August 6, 2025

Delhi: દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હોસ્પિટલ દવા લેવા ગયેલી 15 વર્ષની સગીરા પર ગોળીઓ ચલાવી તેની હત્યા કરી નાખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.  જાણવા મળ્યું કે તેની પાડોશમાં રહેતો આર્યન…

Continue reading
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!
  • August 6, 2025

 RAM RAHIM PAROLE: બળાત્કારી ડેરા પ્રમુખ ગુરમીત સિંહને 40 દિવસના પેરોલ જેલમાંથી છૂટો કરાયો છે. સુનારિયા જેલમાં બંધ હતો. મંગળવારે સવારે તેમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 4 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 8 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 21 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 7 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 25 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?