Gujarat: અડધા ગુજરાતને પાણી માટે વલખાં, ભાજપનો પાણીમાં મોટો ભ્રષ્ટાચાર!

Gujarat water problem: હાલ ઉનાળામાં ગુજરાતના ગામડાંઓમાં લોકો માટે પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. ગુજરાતની મહિલાઓ અને પુરુષ પણ દૂર દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર છે. કારણ કે ગુજરાતની સરકારની નળ સે જલ યોજના કૌભાંડી નીકળી છે. ઘરોના નળોમાં હજુ પણ પાણી આવ્યું નથી. લોકો પીવાના પાણી સાથે પોતાના પશુઓને પણ પીડાવી શકે તેટલું પાણી મળી રહ્યું નથી. નલ સે જલ યોજનામાં મોટા કૌભાંડો થયા છે. મોટા ભાગના લોકોના ઘર નાખેલા નળોમાં પાણી આવતું નથી. ઘણી જગ્યાઓ એવી છે જ્યા મુખ્ય પાણીની પાઈલાઈન પાણી તો આવે છે, પણ નળ સુધી પહોંચતું નથી. કારણે કે વર્ષોથી નળ નાખેલા હોય તો કચરો ભરાઈ જવાને કારણે બંધ પડ્યા છે. જે મુખ્ય લાઈનો છે તેના પર પાકા રોડ બનાવી દીધા છે. જે સ્થાનિક લોકોના વિરોધને કારણે લોકો ખોદી શકતા નથી. ત્યારે આ કપરી સ્થિતિમાં લોકો સરકારની ખોટી નીતીનો ભોગ બની રહ્યા છે.

પાણીમાં મોદી, રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારોનું મોટું કૌભાંડ 

નલ સે જલ યોજનાની શરૂઆત 15 ઓગસ્ટ 2019ના રોજ મોદી દ્વારા કરવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત તેમણે લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન કરી હતી. સરકારે નલ સે જલ યોજના તો શરુ કરી પણ ધ્યાન રાખ્યું નથી. જેથી નલ સે જલ યોજનામાં મોટા કૌભાંડો થયા છે. ખાસ કરીને મોદી, રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારોનું મોટું કૌભાંડ છે.

રૂપાણી જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 25 હજાર કરોડના ખર્ચે 100 ટકા ઘરોમાં નળથી પાણી મળે છે. જો કે તે દાવો માત્ર પોકળ હતો. તેવામાં ભૂપેન્દ્ર પટેલે ફરી ભ્રષ્ટાચારી નળ સે જળ યોજના શરૂ કરીને પાણીમાં પૈસા નાંખી દીધા. ગુજરાતમાં 50 ટકા ઘરમાં નળથી પાણી મળતું નથી. જેથી સરકારે તપાસ કરવી જોઈએ.

  • 1 ફેબ્રુઆરી 2022માં નરેન્દ્ર મોદીની સરકારે 60 હજાર કરોડ દેશને આપ્યા.
  • 2025 સુધીમાં રૂ. 1 લાખ 20 હજાર કરોડ નળ માટે આપ્યા.
  • 2023 સુધીમાં કેન્દ્રની મોદી સરકારે રૂ. 1 લાખ કરોડનું ખર્ચ કર્યું
  • રાજ્યોએ 40 ટકાથી 44 ટકા નો ફાળો આપ્યો
  • મોદીની હર ઘર નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનું પાણી
  •  નાણા પ્રધાન કનુ દેસાઈએ 2022-23માં 3040 કરોડ આપ્યા
  • ગુજરાતમાં 10 હજાર કરોડ નળ સે જળ યોજનામાં ગટર થયા
  • પાણી પાછળ 10 હજાર કરોડ રુપયા પાણીમાં

ગુજરાતમાં 50 ટકા નળમાંથી પાણી આવતું નથી

“જળ એ જ જીવન” અને નલ સે જલનો પ્રચાર કરીને ચૂંટણી જીતતાં મોદીએ માત્ર પ્રચારો કર્યા છે. ગુજરાતની ગ્રામ્ય પ્રજાને ભાજપ સરકરા તરસે મારી રહી છે. ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાં 50 ટકા નળમાંથી પાણી આવતું નથી. જળ એ ભ્રટાચારનું જીવન બન્યું છે, જે માટે રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સૌથી વધારે જવાબદાર છે.

સરકારના વાંકે ગ્રામજનો પાણી માટે તરસી રહ્યા છે. ગુજરાતમાં પાણીના નામે પાણીની જેમ પૈસા વહેવડાવ્યા છે. સાબરકાંઠા પોશીનાના 59 ગામોમાં 50 હજાર નળ અપાયા, છતાં પાણી આવતું નથી. ગામોના લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. લોકો પાણી માટે ડુંગર ખૂંદી રહ્યા છે. પાણીના બેડા માથે મૂકી ડુંગર પર બાળકો મહિલાઓ 19મી સદીમાં જ જીવી રહ્યા છે.

  • 7 ડિસેમ્બર 2021માં જાહેર કર્યું કે, ગામડાના 90 ટકા ઘરોમાં નળ આપી દીધા
  • સપ્ટેમ્બર 2022 સુધીમાં 100 ટકા નળ જોડાણ પૂર્ણ કરી દેવાની ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
  • ગુજરાતમાં દર વર્ષે 10 લાખ ઘરોમાં નળ અપાયા હોવાનો ભાજપનો દાવો પોકળ
  • દરેક વ્યક્તિને પ્રતિદિન 100 લીટર પાણી મળી રહે તેવા આયોજન નિષ્ફળ
  • ફેબ્રુઆરી 2024 સુધીમાં કેન્દ્રની મોદી સરકારે ગુજરાતમાં 3 વર્ષમાં 10 ટકા જ પૈસા આપી દગો કર્યો
  • વિધાનસભામાં જાહેર કર્યું કે, 2021-22માં ગુજરાતમાં રૂ. 2,558 કરોડ મોદી સરકારે આપ્યા
  • વિધાનસભામાં જાહેર કર્યું કે, 2022-23માં રૂ. 3,590 કરોડ મોદી સરકારે આપ્યા
  • વિધાનસભામાં જાહેર કર્યું કે, 2023-24 દરમિયાન રૂ. 1,491 મોદી સરકારે આપ્યા

20% કામ થયું ત્યાં પણ 100% કામના પ્રમાણપત્રો આપી દેવાયા

3 વર્ષમાં 4 હજાર કરોડ ભૂપેન્દ્ર પટેલની સરકારે વાપર્યા નહીં. 3 વર્ષમાં ફાળવેલા 8919 કરોડમાંથી 3800 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. જ્યાં નળ હતા ત્યાં નળ બતાવીને અબજો રૂપિયાનું કૌભાંડ ભાજપમાં થયું છે. 8200 કરોડમાં 70 ટકા કામો ખોટા થયા છે. નળ નખાયાં ત્યાં પાણીનું એક ટીપું પણ આવતું નથી. જ્યાં 20% કામ થયું ત્યાં પણ 100% કામના પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા છે. લાઈનો નાખી પણ પાણી ન આવતાં તે પણ તૂટી ગઈ છે.

આદિવાસી વિસ્તારમાં અધિકારીઓ અને નેતાની મિલીભગત કરી નળનું પાણી પી ગયા છે. તાપી ડેમ, કડાણા ડેમ, નર્મદા ડેમ હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા છે. ઠેર ઠેર લાઈનો લીકેજ છે, મોટા ભાગે પાણી જ આવતું નથી.

પાટીલના નવસારીમાં નલ સે જલ યોજનામાં 9 કરોડનું પાણી કૌભાંડ

ભાજપની નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકારના પાણી પ્રધાન સી.આર. પાટીલના વિસ્તારમાં જ પાણી કૌભાંડ છે. ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના નવસારીમાં નલ સે જલ યોજનામાં 9 કરોડનું પાણી કૌભાંડ છે. ગુજરાતના પાણી પ્રધાન મુકેશ પટેલને કબુલવું પડ્યું કે, અન્ય વિભાગોમાં પણ ફેલાયેલુ નળ કૌભાંડ છે. નવસારીમાં પાણી પૂરવઠા વિભાગમાં બોગસ બિલ મુકી 9 કરોડનું પાણી કૌભાંડ છે. કાર્યપાલક ઈજનેર સાથે 14 લોકો સામે ફરિયાદ, 5 અધિકારી અને 5 કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે.

મહિસાગર

મહિસાગરમાં 33 લાખનો પાણી ઠેકો પણ પાણી ન મળ્યું. પાઇપ લાઇન માત્ર અડધો ફૂટ નાંખી અને કામ બતાવી દેવાયું છે. નળથી છળથી કપટ લાઈન નાંખવાના 40 કરોડ પાણીમાં ગયા છે. મહિસાગર જિલ્લામાં વાસ્મો યોજના હેઠળ નલ સે જલ યોજનાની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા વાસ્મોના 90 અધિકારીઓ અને લોકો કૌભાંડ માટે સીધા જવાબદાર છતાં પગલા લેવાયા નથી. વાસ્મોના કેટલાંક અધિકારીઓ નળથી ભ્રાષ્ટાચાર કરતાં રંગે હાથ પણ પકડાયા છે. ગુજરાતમાં 8 હજાર ઠેકેદારો જવાબદાર છતાં ભ્રષ્ટાચારને ભાજપ છાવરી રહી છે.

પાઇપલાઇન, નળ, પંપિંગ, મશીનરી, પંપ રૂમ, ટેસ્ટિંગ ન થયા છતાં પૈસા ચૂકવી દેવાયા છે. પાણી પ્રધાન પાટીલના કારણે ગુજરાતના પાણી કૌભાંડોથી બદનામી થઈ રહી છે. કોન્ટ્રાક્ટરોએ પાઇપ, સાધનોના કંપનીના નામના ખોટા ઈનવોઈસ નંબર મૂકી દઈ ભ્રષ્ટાચાર કર્યો છે. મહિસાગરમાં બેદરકારી દાખવી લોકોના ઘરો સુધી પાણી પહોંચાડ્યું નથી.

2019માં રૂપાણીએ જાહેરાત કરી કે, ગુજરાતમાં 97 લાખ ઘર છે. જેમાં 59 લાખ ગ્રામ્ય અને 38 લાખ શહેરમાં ઘર છે. જો કે 97 લાખ ઘરમાંથી 36 લાખ 35 હજાર ઘરમાં નળ દ્વારા પાણી આવતું નથી. 3 વર્ષમાં 36 લાખ ઘરના 2 કરોડ લોકોને નળ જોડાણ આપવાની જાહેરાત ભાજપના રૂપાણીએ કરી હતી. જો કે 38 ટકા પ્રજાને નળ દ્વારા પાણી મળતું નથી, દર વર્ષે 12 લાખ ઘરને નળથી પાણી આપવાના હતા. જ્યાં પાણી મળે છે ત્યાં ટ્રીટ કરીને બેક્ટેરીયા ફ્રી કરેલું હોય એવું પાણી મળતું નથી.

ગુજરાતના 48 ટકા કુટુંબો એક રૂમના મકાનમાં રહે છે, તેને પાણી નળથી મળતું ન નથી. 70 વર્ષમાં 62 ટકાને પાણી અને 3 વર્ષમાં 38 ટકાને નળનું પાણી આપવાનું હતું. વિજય રૂપાણીએ 2022માં ગુજરાતમાં 100 ટકા ઘરે શુદ્ધ પીવાલાયક પાણીની જાહેરાત કરી હતી. રૂપાણીએ જાહેર કર્યું હતુ કે ઘર-ઘર જલના સપનાને પૂર્ણ કરવામાં ગુજરાત દેશનું મોડેલ બનશે. રૂપાણીમાં પાણી આપવાનું પાણી તો ન હતું પણ ભ્રષ્ટાચારનું મોડેલ ગુજરાત બની ગયું છે.

રૂપાણીએ  પાટીલના મત વિસ્તારમાં ધ્યાન આપ્યું નહીં

રૂપાણીએ 7 માર્ચ 2021માં ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, ‘નલ સે જલ તક’ યોજનામાં 2022ના અંતે એક પણ ઘર બાકી નહીં રહે. રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022ના અંત સુધીમાં જ્યાં ઘર હશે ત્યાં નળ હશે. રૂપાણીએ સાંસદ પાટીલના મત વિસ્તારમાં તમામને નળ આપવાની યોજના માટે ધ્યાન આપ્યું નહીં. રૂપાણીને પાટીલ અને મોદીએ હાંકી કાઢ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે નવસારીમાં અમલ કર્યો. 20 માર્ચ 2021માં ગુજરાતમાં નલ સે જલ યોજના ગામડાઓમાં 10.20 લાખ ઘરોને નળ, 17 લાખ બાકી છે.

ખેડા, આણંદ, લીંબડી, ગોધરા, અરવલ્લી, મહિસાગર, નર્મદા, ડેડીયાપાડા, ચીખલી, છોટાઉદેપુરમાં પાણીની વ્યાપક ફરિયાદો છે.

આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યા

આદિજાતિ વિસ્તારના તમામ 24 લાખ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પુરૂ આપવાનું હતું દાહોદના સંજેલી તાલુકામાં 56 ગામમાં નલ સે જલ યોજના અધૂરી અને નિષ્ફળ જતાં 450 ફુટ બોરવેલ કરવા માંગ કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીની નલ સે જલ યોજના દાહોદ જિલ્લામાં આ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે.  સંજેલી તાલુકામાં લગભગ 56 ગામડાઓમાં પાણી વેરો લેવાની શરૂઆત થતાં બોરવેલ આપવાનું બંધ છે.
આકરા ઉનાળામાં પીવાના પાણીની ખૂબ તંગી સર્જાઈ હોવાથી તાલુકા વિકાસ અધિકારીને ગ્રાન્ટ આપવા માંગ કરી રહ્યા છે. હીરોલા, બોડાડુંગર, કરંબા, અણીકા, ગોવિંદા તળાઈ જેવા ગામોમાં 450 ફૂટના બોર કરાવો પડે છે. સંજેલી તાલુકા પંચાયતના ચેરમેનના ફળિયામાં જ નલ સે જલ યોજના નથી.

આ પણ વાંચોઃ

Kolkata: ભાજપ નેતાના 61 વર્ષે લગ્ન!, ‘માના કહેવાથી લગ્ન કરવા લાડકવાયો તૈયાર થયો’

Snake Bite Death Meerut: પત્નીએ મોં અને પ્રેમીએ પતિનું ગળું દબાવી દીધુ, સર્પદંશનું કાવતરું, 14 દિવસના રિમાન્ડ

Rajkot માં 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, છાશ પીધા તબિયત બગડી

Sports Teachers: 1 મહિના બાદ ખેલ સહાયકોની પાછી પાની, સરકારે રાજી કરી લીધા!

Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?

 

Related Posts

Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી
  • December 15, 2025

Injustice to farmers: ગુજરાતમાં કચ્છ સહિત જુદાજુદા જિલ્લાઓમાં વીજ કંપનીઓની દાદાગીરી સામે આવી રહી છે અને ખેડૂતોની પોતાના માલિકીના ખેતરોમાં પરવાનગી વગર ખેતરોમાં હાઈટેન્શન વીજલાઈન નાખવાની પેરવીથી ખેડૂતો ત્રસ્ત થઈ…

Continue reading
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!
  • December 14, 2025

Defamation claim: રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કોર્ટમાં રૂ.૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો હોવાની અહેવાલ સંદેશ,દિવ્ય ભાસ્કર વગરે અખબારોમાં છપાયા છે જેમાં કોર્ટે વિવાદિત પોસ્ટ ૪૮ કલાકમાં હટાવી લેવા આદેશ કર્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 5 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

  • December 15, 2025
  • 7 views
Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

  • December 15, 2025
  • 16 views
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 15 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

  • December 15, 2025
  • 12 views
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

  • December 15, 2025
  • 19 views
Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો