Gold-silver price:  સોનું પહોંચ્યુ સર્વોચ્ચ સપાટીએ, 1 લાખને સ્પર્શ કરવાથી આટલું દૂર?

  • India
  • April 21, 2025
  • 3 Comments

Gold-silver price:  જે લોકોએ સોનામાં રોકાણ કર્યું છે, તેમની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. કારણ કે સોનું અત્યાર સુધીની સૌથી વધુ ઊંચાઈ પહોંચી ગયું છે. તેના ભાવામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સોનું રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. સોમવારે દિલ્હી બજારમાં 99.99 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 1,650 રૂપિયા વધીને 99,800 રૂપિયા થઈ ગયો છે. એટલે કે હવે સોનુંપ્રતિ 10 ગ્રામ 1 લાખની કિંમતે પહોંચમાં ખૂબ નજીક છે.

શુક્રવારે શરૂઆતમાં સોનું થોડું ઘટીને 98,150 રૂપિયા પર બંધ થયું હતું. પરંતુ આ અઠવાડિયાની શરૂઆતમાં યુએસ-ચીન વેપાર તણાવ અને ડોલરમાં નબળાઈ જેવા આંતરરાષ્ટ્રીય વલણોને કારણે માંગમાં વધારો થયો છે.

99.5% શુદ્ધતાવાળા સોનામાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો અને તેનો ભાવ 1,600 રૂપિયા વધીને 99,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. છેલ્લા ટ્રેડિંગ દિવસે તેનો ભાવ 97,700 રૂપિયા હતો.

ચાંદીએ પણ મજબૂતી દર્શાવી

સોનાની સાથે ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે. સોમવારે ચાંદીનો ભાવ 500 રૂપિયા વધીને 98,500 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. અગાઉ શુક્રવારે તે 98,000 રૂપિયા પર બંધ થયો હતો.

નિષ્ણાતો શું કહે છે?

કોટક મહિન્દ્રા એએમસીના ફંડ મેનેજર સતીશ દોંડાપતિએ જણાવ્યું હતું કે આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘણા કારણોસર થયો છે – જેમ કે વેપાર યુદ્ધની ચિંતા, વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ, ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ અને ડોલરમાં નબળાઈ. તેમણે કહ્યું કે એપ્રિલની શરૂઆતથી સોનામાં લગભગ 6%નો વધારો જોવા મળ્યો છે.વિશ્વભરમાં સોનાએ નવી ઊંચાઈ સર કરી છે.

આ પણ વાંચોઃ

 Bengaluru: વિંગ કમાન્ડર અને પત્ની પર હુમલો, લોહીથી લથપથ થઈ ગયા, કમાન્ડરે શું કહ્યું?

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

ગુજરાત સહિત 6 રાજ્યના વિદ્યાર્થીઓ Australia નહીં જઈ શકે, હાલમાં રહેતાં વિદ્યાર્થીઓનું શું થશે?

Pope Francis: ખ્રિસ્તીઓના ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Related Posts

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ
  • August 4, 2026

Udhayanidhi Stalin Arrest: તમિલનાડુના રાજકારણમાં મંગળવારે મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો, જ્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા અને દ્રવિડ મુન્નેત્ર કષગમ (દ્રમુક)ના યુવા મોરચાના પ્રમુખ ઉદયનિધિ સ્ટાલિનની પોલીસે ધરપકડ કરી. તેમની સામે…

Continue reading
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા
  • August 4, 2026

Akhilesh Yadav: ઉત્તર પ્રદેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી એક એવો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે, જેમાં ધર્મ, રાજકારણ અને ચૂંટણીની વ્યૂહરચના ત્રણેય એકસાથે જોવા મળી રહ્યા છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 3 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 5 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 4 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 7 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 7 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 5 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત