
Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ આખો દેશ શોક સાથે રોષે ભરાયો છે. જે રીતે આતંકવાદીઓએ નિઃશસ્ત્ર પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવ્યા છે તેનાથી સમગ્ર દેશમાં ગુસ્સો છે. હાલ હુમલાખોર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા છે. સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને ધાર્મિક ઓળખ પૂછી પછીને ગોળીબાર કર્યો છે. આ આતંકવાદીઓ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. અહેવાલો અનુસાર હુમલા સમયે ઘટનાસ્થળે એક પણ સુરક્ષાકર્મી ન હતો. જેનો લાભ લઈ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં 30 પ્રવાસીઓના મોત થઈ ગયા છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા પહલગામ આતંકી હુમલામાં સામેલ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે.#JammuAndKashmir #jammukashmir #pahalgam #BreakingNews #thegujaratreport pic.twitter.com/wbaiMAlVJf
— The Gujarat Report (@TGujarat_Report) April 23, 2025
આતંકવાદીઓની શોધખોળ
હુમલાની જાણ થતાં જ સુરક્ષાદળો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. જો કે આતંવાદીઓ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ગઈકાલથી પહેલગામના વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બૈસરનના જંગલોમાં સેના અને CRPF ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો આતંકવાદીઓને શોધી રહ્યા છે.
હિન્દુ પ્રવાસીઓની ઓળખ કરી ગોળીઓ ધરબી
ગઈકાલે બપોરે પહેલગામમાં પાંચથી 6 TRF આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ પહેલા ધર્મના આધારે હિન્દુ પ્રવાસીઓને ઓળખ્યા અને તે પછી ગોળી મારી દેવામાં આવી હતી. પહેલગામમાં જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબારમાં 30 લોકોના મોત થઈ ગયા છે. સમગ્ર વિસ્તાર લોહીથ લથપથ થઈ ગયો હતો.
પહેલગામના વિસ્તારને મિની સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે
વાસ્તવમાં, પહેલગામના બૈસરનને મીની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. બૈસરન પહેલગામ શહેરથી 6 કિલોમીટર દૂર છે. આ વિસ્તાર ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલો છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. આ જ બૈસરનમાં AK-47 થી સજ્જ 6 જેટલા આતંકવાદીઓ ઘૂસી ગયા અને પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચોઃ
Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!
Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?
Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન
Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!
આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? | Olympics Planning
NADIAD: સિરપકાંડના આરોપીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશીએ વોચ રાખી