
ED seized Sahara Group property: લોકોને નાણાંનું રોકાણ કરી મોટું કૌભાંડ આચરનાર સહારા ગ્રુપ સામે EDએ સખત કાર્યવાહી કરી છે. મની લોન્ડરિંગ તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સહારા ગૃપની 1,500 કરોડ રૂપિયાથી વધુની નવી સંપત્તિ જપ્ત કરી છે. ED એ બુધવારે આ માહિતી આપી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, ફેડરલ તપાસ એજન્સીએ 16 શહેરોમાં સહારા પ્રાઇમ સિટી લિમિટેડની કુલ 1,023 એકર જમીન મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જારી કર્યો હતો.
1,023 એકર જમીન જપ્ત
મળતી જાણકારી અનુસાર સહારા પાસે 1,023 એકર જમીન છે. જેની કુલ કિંમત 1,538 કરોડ રૂપિયા છે 2016 સર્કલ રેટ મુજબ). ED એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ જમીનો બેનામી વ્યવહારો દ્વારા ખરીદવામાં આવી હતી. જેમાં સહારા સંસ્થાઓ પાસેથી ભંડોળ વાળવામાં આવ્યું હતું. આ જમીનો ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં આવેલી છે. ગયા અઠવાડિયે, ED એ મહારાષ્ટ્રના લોનાવલામાં અંબી વેલીમાં 1,460 કરોડ રૂપિયા (બજાર મૂલ્ય) ની કિંમતની 707 એકર જમીન જપ્ત કરી હતી.
500 થી વધુ ફરિયાદો
સહારા ગૃપ સામે વિવિધ રાજ્યના પોલીસ સ્ટેશનોમાં છેતરપીંડીની 500 ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી કરી છે. વિવિધ રાજ્ય પોલીસ વિભાગોમાં નોંધાયેલી 500 થી વધુ FIR માંથી ઓરિસ્સા, બિહાર અને રાજસ્થાનમાં પોલીસે અવર ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (HICCSL) અને અન્યો વિરુદ્ધ નોંધાયેલી ત્રણ FIR, સહારા ગ્રુપની સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરાયેલી 500 થી વધુ ફરિયાદોનું ED દ્વારા તપાસ કરવામાં આવી છે.
સહારા ગ્રુપ ઓફ કંપનીઝ દેશના 16 શહેરોમાં ફેલાયેલી મિલકતો ધરાવે છે, જે નીચે મુજબ છે:
આણંદ (ગુજરાત): 22.8 એકર
ભૂવનેશ્વર (ઓડિશા): 2.76 એકર
સિંધુદુર્ગ (મહારાષ્ટ્ર): 30.4 એકર
હુબલી-ધારવાડ (કર્ણાટક):123.5 એકર
જયપુર (રાજસ્થાન): 61.7 એકર
જમ્મુ (જમ્મુ અને કાશ્મીર): 115.1 એકર
મૈસુર (કર્ણાટક): 73.8 એકર
રૂડકી (ઉત્તરાખંડ): 51.3 એકર
શિમોગા (કર્ણાટક): 29.9 એકર
સોલાપુર (મહારાષ્ટ્ર): 125.5 એકર
લલિતપુર (યુપી): 6.63 એકર
લખનઉ (યુપી): 107.6 એકર
બહેરામપુર (ઓડિશા): 2.4 એકર
બિકાનેર (રાજસ્થાન): 248.5 એકર (બે સ્થળોએ સંયુક્ત)
મુરાદાબાદ (યુપી): 21.5 એકર
આ પણ વાંચોઃ
Delhi: માનહાનિ કેસમાં મેધા પાટકરની ધરપકડ, કોર્ટમાં હાજર કરાશે
Terrorist Altaf Lali killed: પહેલગામમાં હુમલામાં સંડોવાયેલો આતંકી અલ્તાફ લાલી ઠાર, બે સૈનિકો ઘાયલ
Jammu Kashmir: સ્થાનિક આતંકી આદિલનું ઘર બોમ્બથી ઉડાવ્યું, આસિફનું બૂલડોઝરથી તોડ્યુ, બંને ફરાર