Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?

Defense Mock Drill: પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવ વધી ગયો છે. બંને દેશો વચ્ચે યુધ્ધ થાય તેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. બીજી તરફ ભારતના રાક્ષામંત્રીએ પણ યુધ્ધના અણસાર આપ્યા છે. રાજનાથસિંહે કહ્યું છે કે ‘તમે જે ઈચ્છો છો તે થશે.’ ત્યારે દેશના લોકોને યુધ્ધથી બચવા 7 મેના રોજ દેશભરમાં મોકડ્રીલ યોજવાની છે. દેશના 244 જીલ્લાઓમાં મોકડ્રીલ યોજાવાની છે. જેનું આયોજન ગ્રામ્ય લેવલે પણ થશે.  જેમાં ગુજરાતના અમદાવાદ, સુરત, મહેસાણા, નલિયા સહિતના 19 સ્થળોએ મોકડ્રીલ યોજાવાની છે. આ ડિફેન્સ મોકડ્રીલ 1971 બાદ પ્રથમ વખત દેશમાં યોજાશે.

ગુજરાતના કયા સ્થળોએ મોકડ્રીલ?

જેમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લોનો સમાવેશ થાય છે.

  યુધ્ધ થાય તો સલામત સ્થળો કયા?

ભારતમાં જાહેર ઉપયોગ માટે બોમ્બ શેલ્ટર નથી. કેટલાક સ્ત્રોતો અનુસાર, માત્ર VVIP અને રાજકીય નેતાઓ માટે ગુપ્ત શેલ્ટર હોઈ શકે છે, પરંતુ સામાન્ય નાગરિકો માટે આવી કોઈ સુવિધા નથી.

જો યુદ્ધની સ્થિતિમાં સુરક્ષા જોઈએ, તો ભૂગર્ભ મેટ્રો સ્ટેશનો, ભોયરા અસ્થાયી આશ્રય તરીકે ઉપયોગી થઈ શકે છે, પરંતુ તે લાંબા સમય માટે સુરક્ષિત નથી. ભારતની સરખામણીમાં, સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોમાં વસ્તીના 114% માટે શેલ્ટર છે, જ્યારે ભારતમાં આવી વ્યવસ્થા નથી.

યુધ્ધનું સાયરન વાગે ત્યારે શું કરવું?

સુરક્ષિત સ્થળે જાઓ:

નજીકના બોમ્બ શેલ્ટર, બંકર અથવા મજબૂત ઇમારતના નીચેના ભાગમાં આશરો લો. જો શેલ્ટર નજીક ન હોય, તો ઘરની અંદરની દિવાલો વચ્ચે અથવા સીડીની નીચે છુપાઓ.

ખુલ્લી જગ્યાથી દૂર રહો:

બારીઓ, કાચના દરવાજા અને ખુલ્લા વિસ્તારોથી દૂર રહો, કારણ કે હુમલા દરમિયાન આ જગ્યાઓ જોખમી હોય છે.

સૂચનાઓનું પાલન કરો:

સ્થાનિક સત્તાવાળાઓ, પોલીસ અથવા સંરક્ષણ દળોની સૂચનાઓ સાંભળો. રેડિયો, ટીવી અથવા મોબાઇલ એલર્ટ દ્વારા અપડેટ્સ મેળવો.

તૈયારી રાખો:

જો તમે પહેલેથી તૈયારી કરી હોય, તો ઇમરજન્સી કીટ (પાણી, ખોરાક, ફર્સ્ટ એઇડ, ટોર્ચ) તમારી સાથે રાખો.

શાંત રહો:

અફવાઓથી દૂર રહો, ગભરાશો નહીં, કારણ કે શાંત મનથી ઝડપથી અને સુરક્ષિત રીતે કાર્યવાહી કરી શકાય છે.

આ પણ વાંચોઃ

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ

UP: 24 વર્ષિય શિક્ષક અને 14 વર્ષની વિદ્યાર્થીની વચ્ચે પ્રેમ, હોટલમાં કેમ કર્યો આપઘાત?

દેશમાં વાગશે સાયરન, હુમલાની સ્થિતિમાં લોકો કેવી રીતે બચવું તે શીખશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ | Mock Drill

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 4 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 8 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ