India Pakistan War2025: આજીવિકા રળવાના ખરા સમયે જ પડ્યું પાટુ, ગુજરાતના ગરીબ માછીમારોની શું છે સ્થિતિ ?

India Pakistan War2025: ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાતા ગુજરાત સરકારે અનેક મોટા નિર્ણયો લીધા છે. જેમાનો એક નિર્ણય ગુજરાતના માછીમારોને પરત બોલાવી લેવાનો છે. હાલ યુદ્ધની સ્થિતિને જોતા ગુજરાતના 4 લાખ માછીમારોને પરત બોલાવાયા છે. ત્યારે ગુજરાતના માછીમાર સંગઠન સમસ્ત માછીમાર સમાજના સેક્રેટરી ઉસ્માન ગનીએ The Gujarat Report સાથેની વાતચીતમાં રાજ્યના માછીમારોની સ્થિતિ વર્ણવી હતી.

ગુજરાતના 4 લાખ માછીમારોને પરત બોલાવી લેવાયા

ગુજરાત ભારતનો સૌથી લાંબો 1,600 કિ.મી.નો દરિયાકિનારો અત્યંત સંવેદનશીલ છે. તેમજ ગુજરાતમાં માછીમારીનો ધંધો રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનો ભાગ છે. માછલી ઉદ્યોગમાં 4 લાખ લોકો માટે આજીવિકાનું સાધન છે. માછીમારો દ્વારા સરેરાશ રોજની 30 હજાર ટન માછલીઓ પકડવામાં આવે છે.

માછીમારોને ઓપરેશન સિંદૂરની અસર

2020-21માં ગુજરાતે લગભગ 5,000 કરોડ રૂપિયાની મત્સ્ય નિકાસ કરી હતી જ્યારે 2021-22ના આંકડા અનુસાર, ગુજરાતનું કુલ મત્સ્ય ઉત્પાદન લગભગ 8.5 લાખ ટન હતું અને રોજની સરેરાશ રૂ. 20 કરોડની કિંમતની માછલીઓ પકડાય છે. જેમાં ઝીંગા, પાપલેટ, બાંગડા, અને બૂમલા જેવી માછલીઓ અરબી સમુદ્રમાં પકડાય છે. ત્યારે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાતા ગુજરાતમાં 42 નાના-મોટા બંદરો પર 15 હજાર બોટ અને 4 લાખ માછીમારા પરત બોલાવાયા છે. જેમાં વેરાવળ, પોરબંદર, જખૌ અને માંગરોળ જેવા બંદરો પર માછીમારીની બોટો પરત ફરી છે. માછલી ઉદ્યોગ 14 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી આપે છે તેમને ઓપરેશન સિંદૂરની અસર થઈ છે. કલેકટરે માછીમારોને પરત આવી જવા ફોન અને પત્રોથી જાણ કરી હતી.

ગરીબ માછીમારોની શું છે સ્થિતિ ?

માછીમારો માટે હાલ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી પરંતુ સંગઠનના લોકોને લોકલ માછીમારીનું કામ કરે પરંતુ હાલ દરિયો ન ખેડે તેવી સલાહ આપવામા આવી છે. પરંતુ આ પરિસ્થતિના કારણે માછીમારોની આજીવિકા પર મોટી અસર પડી છે.

માછીમારો અને બોટની સલામતિ માટે શું છે વ્યવસ્થા ?

દરિયા કિનારે બોટ પાર્કિંગ કરવામા આવી છે પરંતુ તેની સલામતી માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી જેથી જો દરિયા કિનારે હુમલો થશે તો ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે છે. બોટને નુકસાન થવાની સાથે જાનહાનીને પણ નુકસાન થઈ શકે છે.

આજીવિકા રળવાના ખરા સમયે પડ્યું પાટું

બીજી મહત્વની વાત તે છે માછીમારો પાસે 20 જ દિવસ છે. જુન મહિનામાં પવન હોવાના કારણે માછીમારો દરિયો ખેડવા નથી જતા. આમ મે મહિનામાં જ માછીમારો પાસે આજીવિકા રળવાનો સમય હોય છે ત્યારે આ જ સમયે માછીમારોને પરત ફરવું પડ્યું છે જેથી તેમને ખુબ મોટુ નુકસાન થયું છે આમ છતા માછીમારો દેશના હિતમાં સરકારને સાથ સહકાર આપી રહ્યા છે. ત્યારે ગુજરાતના માછીમાર સંગઠન સમસ્ત માછીમાર સમાજના સેક્રેટરી ઉશ્માનભાઈ ગનીએ ગુજરાતના માછીમારોની હાલની સ્થતિને અંગે શું જણાવ્યું ? , જુઓ વીડિયો.

આ પણ વાંચોઃ

India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

India Pakistan News: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને સાથી દેશો પાસેથી આર્થિક મદદની ભીખ માંગી ? પાકિસ્તાને આપ્યો આ જવાબ

India Big Attack On Pakistan:પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ, 30 મિસાઇલો અને 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

  • Related Posts

    1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
    • August 4, 2025

    Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

    Continue reading
    AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
    • August 4, 2025

    દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

    • August 7, 2025
    • 8 views
    આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

    • August 7, 2025
    • 5 views
    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

    • August 7, 2025
    • 144 views
    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

    Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

    • August 7, 2025
    • 16 views
    Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

    Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

    • August 7, 2025
    • 15 views
    Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

    • August 7, 2025
    • 36 views
    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!