‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

  • India
  • May 9, 2025
  • 2 Comments

 Andhra Pradesh: હાઈકોર્ટના આદેશના અવમાનથી લાલ ઘૂમ થેયીલ સુપ્રીમ કોર્ટે શુક્રવારે આંધ્ર પ્રદેશના એક નયાબ કલેક્ટરને પદભ્રષ્ટ કરવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરનારા ડેપ્યુટી કલેક્ટરને ડિમોટ કરવા અને તેને તાલુકા કક્ષાએ મહેસૂલ અધિકારી બનાવી દેવા નિર્દેશ કર્યો છે.

‘કોર્ટના આદેશોનું પાલન ન કરવું એ કાયદાના શાસનના પાયા પર હુમલો’

વાસ્તવમાં હાઈકોર્ટે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં ઝૂંપડાઓ ન હટાવવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ અધિકારીએ હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યો. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે હાઈકોર્ટના આદેશની અવગણના પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું કે દરેક અધિકારી, ભલે ગમે તેટલો ઊંચો હોદ્દો હોય, કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશોનું સન્માન કરવા માટે બંધાયેલા છે. બેન્ચે કહ્યું કે કોર્ટના આદેશનો અનાદર કરવો એ કાયદાના શાસનના પાયા પર હુમલો છે જેના પર આપણી લોકશાહી આધારિત છે.

‘ઉંચા થતાં અધિકારીને નીચો કરાયો’

બેન્ચે કહ્યું, ‘જોકે આપણે ઉદાર વલણ અપનાવીએ છીએ,જોકે બધાને સંદેશ જવો જોઈએ કોઈ પણ વ્યક્તિ, ભલે તે ગમે તેટલો ઊંચો હોય, કાયદાથી ઉપર નથી.’ સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો જેમાં અધિકારીને હાઈકોર્ટના આદેશનું જાણી જોઈને અને સંપૂર્ણ અગણના કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટે ઉદારતા દાખવી હાઈકોર્ટે સંભળાવેલી બે મહિનાની જેલની સજા માફ કરી છે.

અધિકારી પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે જે અધિકારીને ડિમોટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે વર્ષ 2023 માં મહેસૂલ અધિકારીના પદ પરથી જ ડેપ્યુટી કલેક્ટર પદ પર બઢતી આપવામાં આવી હતી. બેન્ચે અધિકારી પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો પણ આદેશ આપ્યો છે. આદેશ આપતી વખતે જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘અમે ઇચ્છીએ છીએ કે આ સંદેશ દેશભરમાં જાય કે કોર્ટના આદેશનો અનાદર સહન કરવામાં આવશે નહીં.’ તમને જણાવી દઈએ કે જે અધિકારીને ડિમોટ કરવામાં આવ્યા છે તેમણે જ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચોઃ

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

Bhavnagar: મિલકતની તકરારમાં યુવકનો જીવ ગયો, જાહેરમાં છરી વડે રહેંસી નાખ્યો

Ajay Rai: રાફેલ પ્લેનની મજાક ઉડારનાર અજય રાય સામે કેસ, લીંબૂ-મરચા લટકાવ્યા હતા, પાકિસ્તાનમાં જોવાયો હતો વીડિયો

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

  • Related Posts

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
    • September 17, 2026

    Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

    Continue reading
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
    • September 17, 2026

    Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    • September 17, 2026
    • 4 views
    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    • September 17, 2026
    • 7 views
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    • September 17, 2026
    • 6 views
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 10 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    • September 17, 2026
    • 8 views
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 13 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી