India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

  • India
  • May 10, 2025
  • 2 Comments

India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ મામલે મીડિયામાં હાલ અનેક પ્રકારના ફેક ન્યુઝ ફેલાવવામા આવી રહ્યા છે જેમાં ઘણી બધી જાણીતી મીડિયા ચેનલોએ પણ ફેક ન્યુઝ ફેલાવ્યા છે.  આ સાથે TRP ના ચક્કરમાં સેનાની એવી ગતિવિધીઓ પણ બતાવવામાં આવી રહી છે જેના કારણે પાકિસ્તાનને સેનાની માહિતી મળે ત્યારે કોઈ પણ સમાચારની ખરાઈ કર્યા વગર સમાચાર ચલાવતી મીડિયાને તેમજ નિર્દેશોનું ઉલ્લંઘન કરતી મીડિયાને ભારતના સંરક્ષણ મંત્રાલયે  નિર્દેશ આપ્યા છે. જેમાં ડિફેન્સ ઓપરેશન્સ અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઇવ કવરેજ અથવા રીઅલ-ટાઇમ રિપોર્ટિંગ ટાળવા માટે તેમજ “સૂત્રો પર આધારિત” માહિતીનું પ્રકાશન ન કરવા માટે જણાવાવમા આવી રહ્યું છે.

તમામ મીડિયાને સંરક્ષણ મંત્રાલયે આપ્યા નિર્દેશ

ભારતના સંરક્ષણ મંત્રાલયે (Ministry of Defence) એ મીડિયાને ચોક્કસ સૂચનાઓ આપતી એડવાઇઝરી જાહેર કરી છે.  ભારતના સંરક્ષણ મંત્રાલયે  તમામ મીડિયા આઉટલેટ્સ, ડિજિટલ પ્લેટફોર્મ અને વ્યક્તિઓને સુચના આપી છે કે તેઓ સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઇવ કવરેજ અથવા રીઅલ-ટાઇમ રિપોર્ટિંગ ટાળે. આવી સંવેદનશીલ અથવા સ્ત્રોત-આધારિત માહિતીનો ખુલાસો ઓપરેશનલ અસરકારકતાને જોખમમાં મૂકી શકે છે અને જીવનને જોખમમાં મૂકી શકે છે.

ફક્ત સંરક્ષણ મંત્રાલય અથવા સેનાના સત્તાવાર નિવેદનો લેવા

આ એડવાઇઝરીમાં મંત્રાલયે કારગિલ યુદ્ધ (1999), મુંબઈ હુમલો (2008) અને કંધાર અપહરણ (1999) દરમિયાન મીડિયા કવરેજની ભૂલોનો ઉલ્લેખ કરીને સાવચેતી રાખવા જણાવાયું હતું. તેમજ મીડિયાને આવા દાવાઓની પુષ્ટિ વિના પ્રસારણ ન કરવા અને ફક્ત સંરક્ષણ મંત્રાલય અથવા સેનાના સત્તાવાર નિવેદનો પર આધાર રાખવા જણાવાયું છે.

મીડિયા ચેનલને વિનંતી

કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (સુધારા) નિયમો, 2021 ના ​​કલમ 6(1)(p) મુજબ, આતંકવાદ વિરોધી કામગીરી દરમિયાન ફક્ત અધિકૃત અધિકારીઓ દ્વારા જ નિયમિત બ્રીફિંગ આપી શકાય છે. તમામ સંબંધિત પક્ષોને તેમના કવરેજમાં સાવધાની, સંવેદનશીલતા અને જવાબદારીનો ઉપયોગ કરવા અને રાષ્ટ્રની સેવા કરવામાં ઉચ્ચતમ ધોરણોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Drone Attack In Kutch: કચ્છના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની ડ્રોન મળી આવતા ખળભળાટ, કલેક્ટરે જિલ્લાના લોકોને ઘરની બહાર ન નિકળવા કરી અપીલ

India-Pakistan Tension: પાકિસ્તાને ભારતના 20 થી વધુ શહેરોમાં ડ્રોન હુમલા કર્યા, ભારતે તમામ પ્રયાસો કર્યા નાકામ

World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન

Aravalli: નિવૃત PSIના દિકરાએ વરઘોડામાં ફાયરિંગ કરતાં બાળકી સહિત 3 લોકોને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

  • Related Posts

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
    • August 2, 2026

    Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 3 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 5 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 10 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 6 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 8 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 9 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ