Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

  • India
  • May 11, 2025
  • 1 Comments

Donald Trump: ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે મધ્યસ્થી કરાવ્યા બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) મોટું નિવેદન આપ્યું છે. જેમાં કાશ્મીરનો ઉલ્લેખ કરતા, તેમણે અહીં સમસ્યાના ઉકેલની વાત કરી છે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિવાદ પછી, ડોનાલ્ડ ટ્રમ્પે કથિત યુદ્ધવિરામ વિશે માહિતી આપનારા પહેલા વ્યક્તિ હતા. આ પછી, ભારત અને પાકિસ્તાન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામા આવી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવ્યા બાદ ટ્રમ્પનું મોટું નિવેદન

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ પર લખ્યું, “મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને અડગ નેતૃત્વ પર ખૂબ ગર્વ છે, કારણ કે તેમની પાસે એ જાણવા અને સમજવાની શક્તિ, શાણપણ અને ધીરજ છે કે વર્તમાન આક્રમણને રોકવાનો સમય આવી ગયો છે. આ યુદ્ધમાં ઘણા લોકો માટે આટલા બધા મૃત્યુ અને વિનાશ થઈ શક્યા હોત. લાખો સારા અને નિર્દોષ લોકો મરી શક્યા હોત! તમારા બહાદુર કાર્યોથી તમારા વારસાને ખૂબ જ ઉન્નત કરવામાં આવ્યો છે.”

કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી શકે છે : ટ્રમ્પ

ટ્રમ્પે વધુમાં કહ્યું, “મને ગર્વ છે કે યુનાઇટેડ સ્ટેટ્સ તમને આ ઐતિહાસિક અને શૌર્યપૂર્ણ નિર્ણય સુધી પહોંચવામાં મદદ કરી શક્યું. ચર્ચા ન થઈ હોય છતાં, હું આ બંને મહાન રાષ્ટ્રો સાથે વેપારમાં નોંધપાત્ર વધારો કરવા જઈ રહ્યો છું. વધુમાં તેમણે લખ્યું કે, હું તમારા બંને સાથે કામ કરીશ કે “હજારો વર્ષ” પછી કાશ્મીર અંગે કોઈ ઉકેલ મળી શકેછે કે નહીં . ભગવાન ભારત અને પાકિસ્તાનના નેતૃત્વને આશીર્વાદ આપે કે તેઓ આ કાર્ય સારી રીતે પૂર્ણ કરે!

કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ આપ્યો જવાબ

કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે કાશ્મીર મુદ્દાને ઉકેલવામાં મદદ કરવાની ટ્રમ્પની ઓફર કોઈ 1,000 વર્ષ જૂનો બાઈબલનો વિવાદ નથી. આ ફક્ત 78 વર્ષ પહેલાં શરૂ થયું હતું. મનીષ તિવારીએ X પર એક પોસ્ટ પોસ્ટ કરી. તેમણે લખ્યું, “અમેરિકામાં કોઈએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહેવું જોઈએ કે કાશ્મીર 1000 વર્ષ જૂનો વિવાદ નથી. તે 22 ઓક્ટોબર, 1947 ના રોજ શરૂ થયો હતો. ત્યારબાદ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો. મહારાજા હરિ સિંહે 26 ઓક્ટોબર, 1947 ના રોજ તેને સંપૂર્ણપણે ભારતને સોંપી દીધું. આમાં તે વિસ્તારનો પણ સમાવેશ થાય છે જેના પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે. આ સરળ વાત સમજવી કેમ આટલી મુશ્કેલ છે?”

ડોનાલ્ડ ટ્રમ્પબની રહ્યા છે દોઢ ડાહ્યા

સૌપ્રથમ, ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ અંગે ધમંડી નિવેદન આપ્યું. પછી હવે ટ્રમ્પે પણ કાશ્મીર વિવાદનો ઉકેલ શોધવાની ઓફર કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની મરજીથી આ ઓફર કરી રહ્યા છે. ભારતે ન તો તેમને ભારત-પાકિસ્તાન તણાવમાં મધ્યસ્થી કરવા માટે બોલાવ્યા કે ન તો કાશ્મીર વિવાદનો ઉકેલ શોધવા માટે તેમની સાથે વાત કરી. ભારતના વિદેશ સચિવે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચેની વાતચીત પછી થયો હતો.

શું ભારત હવે કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો રાખી શકશે?

કાશ્મીર મુદ્દાના ઉકેલ અંગે ટ્રમ્પનું નિવેદન ભારત માટે એક સંવેદનશીલ મુદ્દો છે. ભારત હંમેશા કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આંતરિક મામલો માને છે અને કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. ટ્રમ્પનું નિવેદન માત્ર ભારતની નીતિને પડકારતું નથી, પરંતુ એ પણ દર્શાવે છે કે અમેરિકા દક્ષિણ એશિયામાં તેની રાજદ્વારી ભૂમિકાને મજબૂત બનાવવા માંગે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવાનો દાવો કર્યો છે, તો શું ટ્રમ્પ હવે કાશ્મીર મુદ્દામાં મધ્યસ્થી કરવાની હિમાયત કરી રહ્યા છે? ભારત હંમેશા કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો માનતું આવ્યું છે, પરંતુ ટ્રમ્પની ટિપ્પણીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું ભારત હવે તેને દ્વિપક્ષીય રાખી શકશે? શું ટ્રમ્પ કાશ્મીર મુદ્દાની સંવેદનશીલતાને સમજી શકતા નથી કે પછી તેઓ એક નવો વિવાદ વધારવાની તૈયારી કરી રહ્યા છે?

આ પણ વાંચોઃ

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 1 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 2 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 3 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 7 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 10 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી