બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

  • India
  • May 26, 2025
  • 4 Comments

Bangladeshi girls China trafficking: ચીનના લોકો દ્વારા બાંગ્લાદેશી યુવતીની તસ્કરી થઈ રહી હોવાની જાણકારી મળી છે. ચીનના લોકો બાંગ્લાદેશી યુવતીઓને ખરીદી લગ્ન કરી રહ્યા છે. જેને લઈ બાંગ્લાદેશમાં ચીની દૂતાવાસે તેના નાગરિકો માટે લગ્ન અંગે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ટૂંકા વીડિયો અને ઓનલાઈન ડેટિંગ દ્વારા ચીની પુરુષો વચ્ચે સરહદ પાર લગ્નોના કિસ્સાઓ વધી રહ્યા છે. આને રોકવા માટે ચીની દૂતાવાસે તેના નાગરિકોને ચેતવણી આપી છે. નાગરિકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ વીડિયો જોઈને ગેરમાર્ગે ન દોરાય અને લગ્ન માટે કાયદો ન તોડે. ઉપરાંત એવું કહેવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશ સરકાર માનવ તસ્કરી અંગે કડક છે, જો દોષિત ઠરે તો સજા થઈ શકે છે. દૂતાવાસે તેના નાગરિકોને બીજી કઈ ચેતવણીઓ આપી છે?

ઓનલાઈન ડેટિંગ પછી લગ્ન

ચીની નાગરિકો દ્વારા બાંગ્લાદેશી છોકરીઓ સાથે લગ્ન કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આમાં ચીની પુરુષો ટૂંકા વીડિયો અને ઓનલાઈન ડેટિંગ દ્વારા ‘સીમા પાર લગ્ન’ કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને ચીની દૂતાવાસે સ્પષ્ટ ચેતવણી આપી છે. દૂતાવાસે કહ્યું, “ટૂંકો વીડિયો જોઈને ગેરમાર્ગે ન જાવ; વિદેશી લગ્નની લાલચમાં કાયદો તોડશો નહીં.” આ ઉપરાંત, દલાલો કેટલાક નાગરિકો માટે ‘કન્યા ખરીદી’ અથવા ‘ગેરકાયદેસર લગ્નો’માં પણ સામેલ હોય છે. આ અંગે એક જાહેર નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં લોકોને ‘વિદેશી દુલ્હન ખરીદવા’થી દૂર રહેવા અને બાંગ્લાદેશમાં લગ્ન કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવા કહેવામાં આવ્યું છે.

ઓનલાઈન પ્રેમથી દૂર રહો

ગ્લોબલ ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે ચીની દૂતાવાસે વધુમાં કહ્યું કે ‘કોઈને પણ વિદેશી લગ્નોમાં દલાલી કરવાની મંજૂરી નથી’. સોશિયલ મીડિયા અને ટૂંકા વિડિયો પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા ક્રોસ બોર્ડર રોમાન્સ જેવા કન્ટેન્ટ દ્વારા લોકો ગેરકાયદેસર લગ્નો અથવા તો માનવ તસ્કરીમાં ફસાઈ શકે છે. આનાથી નાણાકીય અને વ્યક્તિગત નુકસાન બંને થઈ શકે છે.

સજા શું હોઈ શકે?

જો કોઈ માનવ તસ્કરીના કેસમાં પકડાય છે, તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે કારણ કે બાંગ્લાદેશ સરકાર માનવ તસ્કરીના કેસોમાં ઉદારતા દાખવતી નથી. આવા કિસ્સામાં, 7 વર્ષની જેલ ઉપરાંત, ભારે દંડ પણ થઈ શકે છે. વધુમાં, ચીની નાગરિકોને કહેવામાં આવે છે કે જો તેઓ આવી છેતરપિંડી અથવા કૌભાંડનો ભોગ બને તો તેઓ ચીનના જાહેર સુરક્ષા અધિકારીઓને જાણ કરે.

આ પણ વાંચો:

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?

Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

Related Posts

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 4 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 8 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ