ટૂંક સમયમાં વર્ગ 1-2ની ભરતીની જાહેરાત કરવામાં આવશે: GPSC ચેરમેન હસમુખ પટેલે

  • Gujarat
  • December 31, 2024
  • 0 Comments

ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરિક્ષાને સંબંધિત મહત્ત્વની માહિતી આપી છે.

હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર GPSC વર્ગ 1-2ની ભરતી અને પરીક્ષાને લઈને જણાવ્યું હતું કે, ‘વર્ગ 1-2 ભરતીની જાહેરાત આવનારા પખવાડિયામાં આપી શકીશું તેવી આશા છે. જાહેરાતમાં વહેલું મોડું થઈ શકે પરંતુ પરીક્ષામધ્ય એપ્રિલમાં લેવામાં આવશે. જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરિક્ષામાં ભાગ લઈ શકે.’

યુપીએસસીની પરીક્ષા આપતા ઉમેદવારોને સરળતા રહે તેને લઈને હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ‘વર્ગ 1-2 ની પરીક્ષાનું સમયપત્રક યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની સાથે મેચ કરવાનો પ્રયત્ન છે. વર્ગ 1-2ની પ્રાથમિક પરીક્ષા યુપીએસસીની પ્રાથમિક પહેલા અને મુખ્ય પરીક્ષા યુપીએસસીની મુખ્ય પરીક્ષાપછી લેવાનું આયોજન છે જીપીએસસી વર્ગ 1-2 પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ યુપીએસસી આપવાને લાયક જ છે તે ન ભૂલે અને બંને પરીક્ષાઓ આપે.

વધુમાં હસમુખ પટેલે કહ્યું હતું કે, ‘ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા આપવા સક્ષમ છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા નથી કારણ કે તેઓ એ માન્યતા ધરાવતા નથી કે તેઓ સક્ષમ છે. પોતાની સક્ષમતા ઉપર ભરોસો રાખી આ પરીક્ષા પુષ્કળ મહેનત કરીને આપે તેવી મારી સૌને વિનંતી.’

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

  • June 29, 2026
  • 3 views
Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 9 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 13 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ