ગુજરાતમાં ક્રાઈમ રેટ ઓછો કરવાનો શાનદાર કિમિયો; પોલીસની બદનામી

  • Gujarat
  • December 31, 2024
  • 0 Comments

ગુજરાતમાં ગ્રાઉન્ડ લેવલે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ધરખમ વધારો થયો છે. જોકે, ગુજરાતમાં સબ ચંગા સાનું ચિત્ર દેખાડવા માટે એક નવો જ કિમિયો અપનાવી લેવામાં આવ્યો છે. આ કિમિયા થકી પોલીસ પોતાના વિસ્તારમાં બેનેલી ગુનાહિત પ્રવૃત્તિની એફઆઈઆર નોંધવામાં ઠાગાઠૈયા કરે છે. ગંભીર બાબતોમાં પણ પોલીસ એક સમયે તો માત્રને માત્ર કાગળ ઉપર અરજી લઈને કેસ રફેદફે કરી નાંખે છે. તેથી વર્ષના અંતે કાગળ ઉપરનો આંકડો એટલે કે ક્રાઈમ રેટમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ દેખાય છે.

ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદ કરી રહ્યાં છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે, ત્યાં બીજી બાજું અસામાજિક તત્વો મનફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ આપી રહ્યા હોય તેવા કિસ્સા વધી રહ્યા છે. વર્ષોથી નાગરિકો પોલીસ ફરિયાદ નથી નોંધતી તેવા તંત્ર પર આરોપ લગાવે છે, પરંતુ હવે આ જનતાના આ આરોપ સાચા પડ્યાં છે. જેનો ખુલાસો ખુદ સરકારે જ કર્યો છે.

તાજેતરમાં SWAGAT(સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવ્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી)કાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવામાં આવતી હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ સરકારે લેખિતમાં સ્વીકાર્યું કે પોલીસ સામાન્ય નાગરિકની ફરિયાદ નથી લેતી. આ વિશે શુક્રવારે (27 ડિસેમ્બર ) ના દિવસે અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે તમામ એસપી અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કેસ, ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ લાવો. જો ફરિયાદ નહીં નોંધવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

પત્રની વિગત સામે આવ્યા બાદ પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું ગુજરાત પોલીસ રાજ્યમાં ચોપડે ક્રાઇમ રેટ ઓછો નોંધાય તે માટે આવું કરી રહી છે? આ સિવાય ગુજરાત પોલીસના આ વર્તનથી સામાન્ય માણસોને ન્યાય ન મળવા અથવા ન્યાય મળવામાં મોડું થતાં તેમના બંધારણીય હકોના ઉલ્લંઘન બદલ કોણ જવાબદાર? હવે જોવાનું રહ્યું કે, અધિક ગૃહ સચિવના પત્ર બાદ પોલીસ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની ફરિયાદો પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.

Related Posts

Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર
  • May 1, 2026

Savarkundla Murder Case: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે એક અત્યંત હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં કાયદો હાથમાં લઈને એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. સુરતમાં કડિયાકામ કરતો…

Continue reading
Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું
  • May 1, 2026

દિલીપ પટેલ અમદાવાદ, 1 મે 2026 Khadia Ward Congress Victory: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખાડિયા વોર્ડમાં 54 વર્ષ બાદ કોંગ્રેસની પેનલ વિજેતા બની. ભાજપનો હેરિટેજ વિસ્તાર ગુમાવવો પડ્યો છે. ગુજરાત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

  • May 1, 2026
  • 4 views
World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર

  • May 1, 2026
  • 5 views
Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર

Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું

  • May 1, 2026
  • 7 views
Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું

Post-Election Violence in Gujarat: ચૂંટણીમાં હાર બાદ ભાજપના ઉમેદવારોનો બખેડો, ક્યાંક તલવાર સાથે ધમકી તો ક્યાંક તોડફોડના આરોપ

  • May 1, 2026
  • 9 views
Post-Election Violence in Gujarat: ચૂંટણીમાં હાર બાદ ભાજપના ઉમેદવારોનો બખેડો, ક્યાંક તલવાર સાથે ધમકી તો ક્યાંક તોડફોડના આરોપ

Caste Discrimination in Junagadh: જૂનાગઢના ભૂતડી ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મંદિરના જમણવારમાં દલિતો માટે અપમાનજનક શરતો

  • May 1, 2026
  • 11 views
Caste Discrimination in Junagadh: જૂનાગઢના ભૂતડી ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મંદિરના જમણવારમાં દલિતો માટે અપમાનજનક શરતો

Great Indian Bustard Chick Missing: કચ્છમાં ભારે સુરક્ષા છતાં ઘોરાડનું બચ્ચું ગાયબ, લુપ્તપ્રાય પ્રજાતિના સંવર્ધન પર મોટું સંકટ

  • May 1, 2026
  • 10 views
Great Indian Bustard Chick Missing: કચ્છમાં ભારે સુરક્ષા છતાં ઘોરાડનું બચ્ચું ગાયબ, લુપ્તપ્રાય પ્રજાતિના સંવર્ધન પર મોટું સંકટ