Dahod Mgnrega Scam: જેલમાંથી બહાર આવતા જ કિરણ ખાબડની ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ

Dahod Mgnrega Scam: દાહોદ જિલ્લામાં બહુચર્ચિત રૂ.71 કરોડના મનરેગા કૌભાંડ મામલે મંત્રી પુત્રોની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. ગઈ કાલે બંને મંત્રી પુત્રોને જામીન મળ્યા બાદ જેલમુક્ત થતાની સાથે જ પોલીસે મંત્રીપુત્ર કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ કરી લેવામાં આવી હતી.

જેલમાંથી બહાર આવતા જ કિરણ ખાબડની ધરપકડ

દાહોદ જિલ્લામાં કામો કાગળ પર બતાવી મંત્રી પુત્રોએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ થતા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી.જે બાદ બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારે તેઓની જામીન અરજી પર સુનાવણી દરમિયાન ગઈકાલે બંને મંત્રી પુત્રોના દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે 50,000 ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કર્યા હતા. જો કે પોલીસે આ જામીન સામે સ્ટે આપવા માટે દાદ મેળવી હતી.જેના પર આજે સુનાવણી બાદ કોર્ટે પોલીસની જામીન અરજી રદ કરવાનો સ્ટે ફગાવી બંને મંત્રી પુત્રોને જામીન આપ્યા હતા. ત્યારે જેલમુક્ત થતા સાંજે સબ જેલ ખાતેથી બંને મંત્રીપુત્રો જઈ રહ્યા હતા ત્યારે પોલીસે બળવંત ખાબડને જવા દીધો હતો અને કિરણ ખાબડની ધરપકડ કરી લીધી હતી.

મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું

મળતી માહિતી મુજબ મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કારણ કે ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણા સેરવી લેવામાં આવ્યા હતા. આ મામલે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ ડીઆરડીએ નિયામકે તત્કાલીન કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારીયા કાંતિભાઈ ધનસુખભાઈને ફરજ મુક્ત કર્યા હતા. આમ લવારીયા ગામે મનરેગાના 21 કામોમાં 18.41 લાખનું કૌભાંડ થયું હતુ પરંતુ તે સમયે ફરિયાદ નોંધાઇ ન હતી પરંતુ જેવા બચુ ખાબડના બંન્ને દિકરાના જામીન મંજુર થયા તેવા ગત 29 મેના રોજ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે કિરણ ખાબડ વિરુદ્ધ 21 કામોમાં ગેરરિતી મામલે ફરિયાદ નોધાવમાં આવી હતી. આ ફરિયાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (ડીઆરડીએ)ના નિયામક દ્વારા નોંધાવવામાં આવી છે.

વધુ તપાસ ચાલુ

આ ફરિયાદ નોંધાતાની સાથે જ દાહોદ એલસીબી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી કિરણ ખાબડને જામીન પર જેલમાંથી બહાર આવતાની સાથે જ ઝડપી લીધો હતો અને કિરણ ખાબડની ધરપકડ બાદ તેને દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે જ્યાં તેવી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

Ahmedabad: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદવાદમાં સૌથી વધુ કેસ

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

RBI Bank note: ફાટેલી નોટોનોમાંથી ફર્નિચર કેમ બનાવવામાં આવી રહ્યું છે?

Jay Vasavada ની જૂની ઓડિયો ક્લિપ અત્યારે કેમ વાઈરલ?, શું ગુજરાત સમાચાર રેઈડ કનેક્શન છે?

રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft

Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ

Gujarat Weather Update: આજે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?

Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack

Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા

  • Related Posts

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?
    • December 16, 2025

    Gujarat Politics: ગુજરાતમાં તાજેતરમાં દારૂ અને ડ્રગ્સ મામલે કોંગ્રેસના હલ્લાબોલ બાદ ભાજપના નેતાઓએ અચાનક ચૂપકીદી સેવી લીધી છે અને હમણાં બધી ગતિવિધિઓ જાણે થંભી ગઈ હોય તેમ શાંત પડેલા માહોલ…

    Continue reading
    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!
    • December 15, 2025

    Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

    • December 16, 2025
    • 3 views
    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    • December 16, 2025
    • 5 views
    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    • December 15, 2025
    • 6 views
    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

    • December 15, 2025
    • 9 views
    Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    • December 15, 2025
    • 16 views
    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

    • December 15, 2025
    • 16 views
    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!