4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો

  • India
  • June 4, 2025
  • 0 Comments

કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર કે મર્યાદા હોતી નથી, તે કોઈ પણ સમયે થઈ શકે છે. આ કહેવત સાચી ઠરી છે. ઉત્તર પ્રદેશના લલિતપુરથી આવો જ એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાને તેના કરતા 30 વર્ષ નાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. ધીમે ધીમે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ અને તે તેના પરિણીત 4 પુત્રો અને વૃદ્ધ પતિને છોડીને ભાગી ગઈ. હવે મહિલાની પુત્રવધૂઓ અને પુત્રો તેને શોધી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે- મા જી તમે ક્યાં છો… પાછા આવો. ખરેખર, સાસુએ તેની ચાર પુત્રવધૂઓના ઘરેણાં પણ લઈ ભાગી ગઈ છે. આ ઘટનાની જાણ મુખ્યમંત્રી(CM )યોગીને પણ કરાઈ છે.

પરિવારનો આરોપ છે કે પોલીસે તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી નથી, ત્યારબાદ તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને ન્યાયની અપીલ કરી છે.

શું છે આખી ઘટના!

જાખોરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. અહીં એક 55 વર્ષિય વૃદ્ધ મહિલાને ઘણા સમયથી 30 વર્ષીય યુવક સાથે પ્રેમ સંબંધ હતો. લગભગ 20 દિવસ પહેલા તે અચાનક તે યુવક સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. પરિવારને જ્યારે ખબર પડી કે તે મહિલા તેની પુત્રવધૂઓના કિંમતી ઘરેણાં પણ પોતાની સાથે લઈ ગઈ છે ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો. વૃદ્ધ પતિએ જણાવ્યું કે તેણે જાખોરા પોલીસ સ્ટેશનમાં તેની પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે તેની વાતને ગંભીરતાથી લીધી ન હતી. આ બેદરકારીથી પરિવાર ખૂબ નિરાશ થયો છે.

ભાગી જનાર મહિલાના પતિએ આરોપ લગાવ્યો છે કે પત્ની માત્ર ભાગી ગઈ નથી, પરંતુ તેમની ચાર પુત્રવધૂઓના ઘરેણાં પણ પોતાની સાથે લઈ ગઈ છે. આમાં સોનાની બંગડીઓ, ગળાનો હાર, કાનની બુટ્ટીઓ અને અન્ય કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત લાખો રૂપિયામાં હોવાનું કહેવાય છે. ઉપરાંત, પરિવારના સભ્યોએ જણાવ્યું કે ઘરમાંથી રોકડ પણ ગાયબ છે.

મુખ્યમંત્રીને પત્ર મોકલ્યો

પોલીસ તરફથી કોઈ મદદ ન મળતાં, પીડિત પરિવારે મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની દુર્દશા જણાવી છે અને ન્યાયની માંગણી કરી છે. આ સાથે, તેમણે પોલીસ અધિક્ષકને પણ પત્ર લખ્યો છે. પીડિતોનું કહેવું છે કે તેમની સામાજિક પ્રતિષ્ઠા જોખમમાં છે અને હવે તેમને સરકાર પાસેથી ફક્ત આશા જ બચી છે. પરિવારનો એવો પણ આરોપ છે કે પોલીસ ન તો મહિલાને શોધી રહી છે કે ન તો પ્રેમી છોકરા સામે કોઈ કાર્યવાહી કરી રહી છે.

પ્રેમીની પત્ની પણ ચિંતિત  

આ કેસનું બીજું પાસું ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે જાણવા મળ્યું કે જે યુવક સાથે મહિલા ભાગી ગઈ છે તે પણ પહેલાથી જ પરિણીત છે. યુવકની પત્નીએ પણ પોલીસને તેના પતિને શોધીને તેને ન્યાય અપાવવા માટે અપીલ કરી છે. તેણી કહે છે કે તેના પતિના કૃત્યથી તેના આખા પરિવારને બરબાદ થવાનો ભય છે. મહિલાએ કહ્યું કે તેણી સમાજમાં શરમ અનુભવી રહી છે અને તેના નાના બાળકો પણ માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો:

MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી