નવા વર્ષે રાજ્ય સરકારની મોટી જાહેરાત; વાવ-થરાદ નવો જિલ્લો જાહેર; ગેની બેને સરકારના નિર્ણયને આવકાર્યો

નવા વર્ષે ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ બનાસકાંઠાના બે મહત્વપૂર્ણ વિસ્તારોને જિલ્લાઓ બનાવી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે વાવ-થરાદને નવા જિલ્લા તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, પાછલા ઘણા સમયથી વાવ-થરાદને નવો જિલ્લો બનાવવાની માંગણી કરવામાં આવી રહી હતી.

બનાસકાંઠા જિલ્લાનાં સાંસદ અને કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર રાજ્ય સરકારનો વાવ-થરાદને જિલ્લો બનાવવાના નિર્ણયને આવકાર્યો છે. તો થરાદના પૂર્વ ધારાસભ્ય અને કોંગેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે પણ સકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, થરાદને જીલ્લાનું હેડક્વાટર બનાવવામાં આવશે તો ખુશી થશે.

ઉલ્લેખનિય છે કે, થરાદ તાલુકાના સરપંચ એસોસીયેશન દ્વારા થરાદને જિલ્લો બનાવવાની લેખિત રજૂઆત કરી હતી. આથી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જિલ્લા કલેકટર મારફત થરાદના નાયબ કલેકટર પાસે થરાદને જિલ્લો બનાવવા અંગેનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. તો જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં પાટણ જિલ્લાના કોઈ પણ ભૂભાગનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

થરાદના નાયબ કલેકટર શિવાજી એસ. તબિયારે થરાદને જિલ્લો ભૌગોલિક, વિકાસ અને સામાજિક દૃષ્ટીએ કઇ રીતે યોગ્ય છે તે અંગેની ઝીણવટભરી માહિતી સાથેનો હકારાત્મક રીપોર્ટ સરકારને મોકલાવ્યો હતો. જોકે, તે બાદ દિયોદર અને થરાદમાંથી જિલ્લો કોને જાહેર કરવો એની અસમંજસ સરકારમાં હતી. આમ તમામ ચર્ચાઓ વચ્ચે આજે થરાદને જિલ્લો બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. થરાદનું અંતર પાલનપુરથી 80 કિલોમીટર દુર છે, જેને જિલ્લો જાહેર કરાતા વહીવટી કામોમાં સરળતા રહેશે અને વિકાસ કામગીરીને વેગ મળશે.

ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લામું મુખ્ય મથક રહેશે. સાથે આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત પાલિકાને નવી 9 મહાનગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.

નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે. વાવ-થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, પાછલા દિવસોમાં વડનગરને પણ જિલ્લો બનાવવાની વાત સામે આવી રહી હતી. જોકે, હાલમાં વડનગરને જિલ્લો બનાવવાને લઈને કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.

  • Related Posts

    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading
    AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
    • July 30, 2026

    AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 2 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 2 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    • August 1, 2026
    • 2 views
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    • August 1, 2026
    • 7 views
    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    • August 1, 2026
    • 5 views
    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

    • August 1, 2026
    • 13 views
    Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ