Gujarat: કાયદો બન્યાને 25 વર્ષ થયા પણ દેશના માલિક હજી જમીનના માલિક ન બન્યા…

ઉમેશ રોહિત, પત્રકાર

Gujarat: યુપીએની સરકાર વખતે આદિવાસી સમાજના જમીનના અધિકાર આપવાના ઉદ્દેશથી વન અધિકાર અધિનિયમ 2006 લાવવમાં આવ્યો હતો. આ કાયદાનો હેતુ એ હતો કે જંગલોમાં રહેતા આદિવાસીઓ, આદિમ જૂથો અને પરંપરાગત રીતે જંગલમાં રહેતા અન્ય લોકોને તેમના જીવનનિર્વાહ માટે જંગલ વિસ્તારની જે જમીનો અને અન્ય કુદરતી સંપદાઓનો ઉપયોગ કરે છે તેના પર તેમને કાયદાકીય હક મળી રહે. વર્ષ 2007માં ‘અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોના (અધિકારોને માન્યતા) અધિનિયમ, 2006’ નામનો કાયદો ઘડાયો હતો.

આ કાયદા હેઠળ આદિવાસી સમુદાયને વનવિસ્તારમાં આવેલ તેમની જમીનોમાં ખેતી કરવાનો, પાકને પિયત આપવાની વ્યવસ્થા કરવાનો, વનમાં આવેલ તળાવ-નદીઓમાં જીવનનિર્વાહ માટે માછીમારી કરવાનો, પોતાનાં પશુઓને વનવિસ્તારમાં ચારવાનો, નાની વનપેદાશો એકઠી કરી તેને વેચવાનો વગેરે અધિકારો આપતી જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ કાયદો બનવું એક ઐતિહાસિક ઘટના છે. એનું કારણ એ છે કે આ કાયદા બાદ એવું કહેવામાં આવ્યું હતું કે આ કાયદા બાદ વન વિભાગ અને આદિવાસી સમુદાયના લોકો વચ્ચે થતું ઘર્ષણ બંધ થઈ જશે. જોકે આ દાવો હાલની સ્થિતિમાં સંપૂર્ણ પણે સફળ થયો હોય તેમ લાગી રહ્યું નથી. ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી, 2008ના રોજ આ કાયદાના નિયમો ઘડ્યા અને એ બાદ વિવિધ રાજ્ય સરકારોએ આ કાયદાનું અમલીકરણ ચાલુ કર્યું હતું. આ દરમિયાન અનેક સામાજિક કર્મશીલ આ કાયદાને પ્રભાવી બનાવવા માટે ખુબ મહેનત કરી હતી.

હવે વાત કરીએ ગુજરાતની. ગુજરાત રાજ્યમાં વન અધિકાર અધિનિયમ 2006 ને લઈને જે દાવાઓ કરવામાં આવ્યા છે તેમાંથી અડધા દાવાઓ કાયદાકીય ગુંજવણમાં ફસાઈ ગયા છે. ગુજરાતમાં પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમુદાયના લોકો વસવાટ કરે છે. રાજ્યમાં પૂર્વ પટ્ટીના 14 જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસીઓની વસ્તી છે. આંકડાઓની વાત કરીએ તો ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 18 ટકા ક્ષેત્રમાં 89.17 લાખ આદિવાસીઓ રહે છે. આ સંખ્યા રાજ્યની કુલ વસ્તીના 14.75 ટકા જેટલી થાય છે. આ આંકડો 2011 માં થયેલી વસ્તિ ગણતરીનો છે. હાલમાં આદિવાસી સમુદાયની વસ્તી 1.20 કરોડની આસપાસ હોય તેવું ગણાય છે.

ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં આદિવાસી સમુદાયના લોકો વસવાટ કરે છે. આ જિલ્લાઓમાં તેમાં 5,884 ગામો આવેલાં છે. કુલ વસ્તીના 14.75 ટકા થાય અને ભારતની આદિવાસીઓની કુલ વસ્તીના 8.1 ટકા થાય છે.

તમણે એ જાણીને નવાઈ લાગશે કે જો હાલની ગુજરાતની આદિવાસી સમુદાયની વસ્તી 1.20 કરોડ માનવામાં આવે તો એનો અર્થ એ થાય કે રાજ્યમાં કુલ 18 લાખ જેટલા પરીવારો વસવાટ કરતા હોવા જોઈએ. હવે જો વન અધિકાર અધિનિયમ હેઠળ થયેલા દાવાઓની વાત કરીએ તો હાલ સુધીમાં માત્ર 182,869 જેટલા વ્યક્તિગત અને 7,187 સમુદાયિક દાવાઓ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કૂલ 190,056 દાવાઓ કરવામાં આવ્યા છે. વસ્તીની દ્રષ્ટીએ જોઈએ તો આ દાવાઓ માત્ર 2 ટકા જેટલા જ કરાવામાં આવ્યા છે.

નર્મદા જિલ્લાના પલસી ગામના રામસિંગ ભાઈ વસાવાએ જણાવ્યું કે, અમે લોકોએ 2009 માં દાવા અરજી કરી હતી. દાવા અરજી થયા પછી અમે ખેતરમાં ખેતી કરીએ છીએ. અમોને એમ કહેવામાં આવી રહ્યું છે કે, GPS દ્વારા જે પુરાવા ભેગા કરવામાં આવે છે તેમાં નકશો બતાવતો નથી. અમારો દાવો મંજૂર નથી થયો તેથી અમોને કોઈ સરકારી લાભ મળતો નથી.

રમણ ભાઈએ જણાવ્યું હતું, અમારા પૂર્વજો અહીંયા વરસોથી રહે છે. જ્યારે 2006 માં કાયદો બન્યો ત્યારે અમોએ દાવો કર્યો હતો. હજુ સુધી અમારો દાવો મંજૂર કરવામાં આવ્યો નથી. અમારા ગામમાં સામૂહિક દાવા અરજી મંજૂર કરી દેવામાં આવી છે. જો કે સામૂહિક દાવો મંજૂર થયા બાદ પણ કોઈ ખાસ ફાયદો થયો નથી.

ગુજરાતમાં દાવાઓ આટલા ઓછા કેમ?

ગુજરાતમાં વન અધિકાર અધિનિયમનું અમલીકરણ 2007 થી શરૂ થયું હતું. દાવાઓની વાત કરીએ તો ગુજરાતમાં આજદિન સુધી વ્યક્તિગત અને સામુહિક દાવાઓ થઈને કુલ 190,056 દાવાઓ કરવામાં આવ્યા છે. વસ્તીને દ્રષ્ટીએ જોઈએ તો આ સંખ્યા ખુબ ઓછા છે. દાવાઓ ઓછા કેમ થયા તેણે લઈને સમજીએ તો સમજાય છે કે દાવાઓ કરવામાં લોકોનું અને તંત્રની કામગીરી નિરાશાજનક રહી હતી. જેટલા દાવાઓ કરવામાં આવ્યા હતા તેમાથી 25 ટકા દાવાઓ ગ્રામ પંચાયત સ્તરે જ નામંજૂર થઈ ગયા હતા. આ દાવાઓ બેઝિક પુરાવાઓના અભાવે નામંજૂર થઈ ગયા હતા.

દાવાઓ હેઠળ કેટલી જમીન ફાળવાઈ?

ગુજરાતમાં જંગલ ખાતાની મનમાની અને દાવાઓ મંજૂર કરવાની પ્રક્રિયામાં દખલગીરીને કારણે જેટલી જમીનો પર દાવાઓ કરવામાં આવ્યા હતા તેના પ્રમાણમાં ખૂબ ઓછા ક્ષેત્રફળની જમીનો મંજૂર થઈ છે. જંગલખાતાએ સ્થળ તપાસ કર્યા વગર પોતાના અભિપ્રાયો ઓફિસમાં બેસીને જ તૈયાર કરી દીધા અને તેના કારણે ખૂબ ઓછા ક્ષેત્રફળ વાળા દાવો મંજૂર થયા. ગુજરાત રાજ્યમાં સરકારી આંકડાઓ જોઈએ તો 168,425 એકર જમીન આદિવાસી સમુદાયને આપવામાં આવી. જો દાવાઓના સાપેક્ષ જોઈએ તો એક પરીવારને માત્ર 1.50 એકર જેટલી જ જમીન મળેલ છે. આ ઉપરાંત સામુદાયિક દાવાઓ હેઠળ 1,240,680 એકર જમીન ફાળવવામાં આવી છે. જોકે સામુદાયિક દાવાઓ હેઠળ ફાળવવામાં આવેલી જમીન પર પરોક્ષ રીતે જંગલ ખાતાનો જ અધિકાર છે. જેનો લાભ આદિવાસી સમુદાયને થતો નથી.

શું આ કાયદો ગુજરાતમાં પ્રભાવી છે?

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યનું પ્રદર્શન સામાન્ય છે. સરકારી આંકડાઓમાં જોઈએ તો લાગે કે કામ થયું છે પરંતુ વાસ્તવિક્તા એ છે કે ગુજરાતમાં દાવાઓ ખબ જ ઓછી પ્રમાણમાં થયા છે. આ કાયદો આવ્યા બાદ પણ જંગલ ખાતું આદિવાસી સમાજના લોકોના ખેતરો પરથી ઉભો પાક નષ્ટ કરી નાખે છે. આ કાયદો આવ્યા બાદ પણ આદિવાસી ખેડૂતો પર જંગલ ખાતાએ અનેક કેસ કરેલા છે. તેથી આ કાયદો પ્રભાવી રહ્યો નથી.

કોંગ્રેસ નેતા પ્રો. અર્જૂન રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં આવેલી યુપીએ સરકારે લોકોને અધિકાર આપતા અનેક કાયદાઓ જેવા કે અન્નનો અધિકાર, માહિતીનો અધિકાર, શિક્ષણનો અધિકાર. તેમાં વન અધિકાર કાયદો:2006 ખુબ મહત્વનો છે. આ કાનૂન આદિવાસીઓને તેઓ પેઢીઓથી જે જમીનો ખેડે છે તે જમીનોનો તેઓને માલીકી અધિકાર આપવા માટેનો હતો. આ કાનૂન દ્વારા ડૉ.મનમોહનસિંઘની સરકારનો હેતુ આદિવાસી ઓને પેઢીઓથી થઈ રહેલા અન્યાયમાંથી આઝાદી આપવાનો હતો. પરંતુ તે કાનુન બન્યો ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર રહી છે અને તેણે આદિવાસી ઓને ઐતિહાસિક ન્યાય આપવા માટેના આ કાયદાનું પાલન કરવામાં ક્યારેય રસ દાખવ્યો નથી. તેથી કાનૂન બન્યાના આટલા વર્ષો પછી પણ સરકારે આદિવાસીઓના જંગલ જમીન માટેના દાવા અરજી પૈકી હજુ 47 % વ્યક્તિગત દાવા અરજીઓનો અને 34 % સામુહિક અરજીનો નિકાલ કર્યો નથી. જે જમીનોના ખેડ હક્ક આપ્યા છે તે પણ ઘણી જગ્યાએ માંગણી કરેલ કુલ ક્ષેત્રફળ જમીનનો અડધા ભાગ પણ નથી હોવાનું બહાર આવે છે. તેથી જો ક્ષેત્રફળમાં ગણીએ તો કદાચ ગુજરાતની ભાજપ સરકારે આદિવાસીઓની જે જમીનો સંપાદનમાં કરી છે એની અડધી જમીન પણ વન અધિકાર કાયદા 2006 અંતર્ગત આપી છે કે કેમ તે પ્રશ્ન છે. જે દાવા અરજીઓ મંજૂર કરી છે તે જમીનનો કાયદેસરનો અધિકાર હજુ પણ આપ્યો નથી. આદિવાસીઓ હજુ પણ જંગલ જમીન ઉપર સરકારી લોન કે સહાય મેળવી શકતા નથી. એટલે એ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતની ભાજપ સરકાર આદિવાસીઓને અધિકાર આપવા કરતાં અધિકાર છીનવી લેવામાં વધારે સક્રીય છે. કમનસીબી એ છે કે લોકોના અધિકારો, સંપત્તિ અને સન્માનની ચોકીદારી કરવાનો ભરોસો આપીને ચુંટણી જીતેલા એક પણ સાંસદ, ધારાસભ્ય કે કોઈ પણ હોદ્દેદાર તેનું વચન પાળતો નથી.

સામાજિક આગેવન રાજૂ વલવાઈએ જણાવ્યું હતું કે, આ દાવો સરકાર દ્વારા આદિવાસીઓ સાથે થયેલી છેતરપિંડી ને ઉજાગર કરે છે. સરકાર દ્વારા સંપાદન કરેલ આદિવાસીની જમીન ની સામે FRA હેઠળ ફાળવેલી જમીન ઘણી ઓછી છે. સરકારે 97690 વ્યક્તિઓના નામ, ગામ, તાલુકો અને જિલ્લા ઓનલાઈન કરવા જોઈએ. ઉપરાંત એમના પરિવાર પાસે એ પહેલા કેટલી જમીન હતી અને એમણે દાવો ક્યારે કર્યો હતો એ પણ જાહેર કરવું જોઈએ. તો સરકાર ના આ દાવાને સાચો માની શકાય.

રાહુલ ગાંધીની સામાજિક ન્યાયની વાત ફક્ત ભાષણોમાં

રાહુલ ગાંધી હાલ સામાજિક ન્યાયની વાતો કરતા જોવા મળે છે. આ સામાજિક ન્યાયના પ્રતિક સમાન આ યોજનાનું કોંગ્રેસ શાષિત રાજ્યોમાં ખુબ જ હાલત ખરાબ છે. રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો જે રાજ્યોમાં કોંગ્રેસનું શાસન રહ્યું છે તે રાજ્યોમાં વન અધિકારના દાવાઓ મંજૂર કરાવામાં લાપરવાહી દાખવવામાં આવી છે. હાલ કોંગ્રેસની તેલંગાણામાં સરકાર છે. તેલંગાણામાં 35.32% જેટલા દાવાઓ મંજૂર થયા છે. મહત્વની વાત એ છે કે તેલંગાણામાં જ્યારથી કોંગ્રેસની સરકાર બની છે ત્યારથી વન અધિકારના દાવાઓ મંજૂર કરાવાની પ્રક્રિયા લગભગ બંધ કરી દેવામાં આવી છે.

ગુજરાત રાજ્યના આદિવાસી સમુદાયો

ગુજરાત(Gujarat) રાજ્યમાં આદિવાસીઓની 26 જાતિના લોકો વસવાટ કરે છે. તેમાં ભીલ, હળપતિ, ઘોડિયા, રાઠવા, નાયકડા, ગામિત, કોંકણા, ચૌધરી, વારલી, ધાણકા અને પટેલિયા તરીકે ઓળખાતી 11 જાતિ મુખ્ય છે. તેમાં પણ ભીલ જાતિની વસ્તી સૌથી વધુ, આશરે 47.89 ટકા છે. આ સિવાય સૌરાષ્ટ્ર પ્રાંતમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ફેલાયેલ ગીર જંગલમાં વસતા અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા કેટલાક માલધારી સમાજના લોકોને પણ રાજ્ય સરકારે આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલા છે.

આ પણ વાંચો:

Rajasthan: નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડવું મોંઘુ પડ્યુ, અકાળે 8 લોકોના જીવ ગયા

દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ

UP: કેનાલ પાસેથી સુટકેશ મળી, અંદર જોયું તો મહિલાનો મૃતદેહ, જાણો સમગ્ર ઘટના!

Rajkot માં કોરોનાથી પ્રથમ મૃત્યુ: 55 વર્ષીય પુરુષે જીવ ગુમાવ્યો, રહો સાવચેત!

મોદી સરકાર હવે કેટલું ટકશે?, સૌથી મોટો ખુલાસો, જુઓ | Match fixing

Odisha: દુષ્કર્મના આરોપીની હત્યા, મૃતદેહ બાળી દેવાયો, જંગલમાંથી હાડકાં અને રાખ મળી, પોલીસે શું કહ્યું?

City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ

MP: 4 બાળકો 60 દિવસ હોસ્પિટલમાં રહ્યા, ડોક્ટરોએ કહ્યું જીવ બચાવવા સરળ ન હતુ!

ચૂંટણીપંચ હરિયાણા-મહારાષ્ટ્ર ચૂંટણીનો ડેટા ક્યારે આપશે?, રાહુલે 2009થી 2024 ચૂંટણીના ડેટા માંગ્યા | Rahul Gandhi

Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, જાણો સગીરાએ શું કહ્યું?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

kheda: મહુધા પાસેથી બે મિત્રોનું અપહરણ, ‘ચૂપચાપ બેસી રહેજો નહીં તો પતાવી દઈશું’, પછી શું થયું?

Raja Raghuvanshi Murder Case: કોણ છે રાજ કુશવાહા જેના માટે સોનમે પોતાના પતિનો જીવ લીધો

દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો

 

Related Posts

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!
  • December 15, 2025

Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં…

Continue reading
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!
  • December 15, 2025

●ક્લાર્ક- પટ્ટાવાળાની ભરતી મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવાનો શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં લેવાયો નિર્ણય ●રાજ્ય શાળા સંચાલક મહામંડળ વિનંતી કરીને થાકયું! હવે સરકાર સામે આરપાર લડી લેવાના મૂડમાં. FRC and…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

  • December 15, 2025
  • 10 views
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 12 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

  • December 15, 2025
  • 8 views
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

  • December 15, 2025
  • 15 views
Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

  • December 14, 2025
  • 22 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 22 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત