
Visavadar by-elections: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે. આવતી કાલે વિસાવરમાં પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલા ગોપાલ ઈટાલિયાએ માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંન્નેની મુશ્કેલી વધી ગઈ છે.
ગોપાલ ઈટાલિયાના આપ ઉમેદવારને ખરીદવાના આરોપ
આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન દ્વારા ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. ઈટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ પર AAPના સંગઠન મંત્રીને બે લાખ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ગોપાલ ઇટાલિયા રૂ. 2 લાખ રોકડા લઈને પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને તેમણે આપના કાર્યકરોને ખરીદવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપને સમર્થન આપવા તેમણે વીડિયો અને CCTV ફૂટેજ સહિતના પુરાવા રજૂ કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે.
विसावदर में ख़ुद @Gopal_Italia ने किया स्टिंग ऑपरेशन कैसे उनकों हराने के लिए पैसों का खेल खेला जा रहा हैं-विडियो देखें। https://t.co/nR1KsSpWTw
— Gulab Singh Yadav (@GulabMatiala) June 17, 2025
ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી અધિકારીને કરી ફરિયાદ
ગોપાલ ઈટાલિયાનો આરોપ છે કે, વિસાવદરની સાયોના હોટલમાં આપના વિસાવદર તાલુકા મહામંત્રીને બોલાવી રૂ. 2 લાખ આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે 17 જૂનના રોજ ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી, જેમાં તેમણે દાવો કર્યો કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા AAPના કાર્યકરોને ખરીદવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ઈટાલિયાએ આ ઘટનાને ભાજપ અને કોંગ્રેસ સાથે જોડીને આરોપ લગાવ્યો છે કે આ બંને પક્ષો ચૂંટણીમાં ગેરરીતિઓ આચરી રહ્યા છે. તેમણે અગાઉ પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર 60 નકલી સહકારી મંડળીઓ બનાવવાના આરોપો અને AAPના કાર્યકરોને બે લાખ રૂપિયામાં ખરીદવાના પ્રયાસનો આક્ષેપ કર્યો હતો. આ નવો પર્દાફાશ એ આગને વધુ હવા આપનારો સાબિત થયો છે.
વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને લાખો અને કરોડો રૂપિયાનો ગંદો ખેલ શરૂ કર્યો છે.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પૈસા આપીને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરવાનું કહે છે.@Gopal_Italia pic.twitter.com/pKTdoKT2Ks
— AAP Gujarat (@AAPGujarat) June 17, 2025
બીજા સ્ટિંગ ઓપરેશનમાં ગોપાલ ઈટાલિયાએ દારુ પકડ્યો
ગોપાલ ઈટાલિયાએ ગઈકાલે બીજુ સ્ટિંગ ઓપરેશન કર્યું હતુ જેમાં તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન દારૂનો મોટો જથ્થો પકડ્યો હોવાનો દાવો કર્યો છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો છે કે વિસાવદરમાં ચૂંટણી દરમિયાન દારૂનો જથ્થો વહેંચવામાં આવી રહ્યો છે, જેનો તેમણે સ્ટિંગ ઓપરેશન દ્વારા પર્દાફાશ કર્યો છે. આ દારૂનો જથ્થો મતદારોને પ્રભાવિત કરવા માટે વાપરવાનો હોવાનો તેમનો દાવો છે. ઈટાલિયાએ આ મામલે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે અને પુરાવા તરીકે વીડિયો અને અન્ય સામગ્રી રજૂ કરી છે. આ વીડિયોમાં દારૂની બોટલો અને તેની સાથે જોડાયેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી હોવાનું જણાય છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો છે.
विसावदर विधानसभा गुजरात के उपचुनाव में @Gopal_Italia को हराने के लिए (भाजपा+कांग्रेस) ने अंदरूनी गठबंधन किया है,चाहें जो हो जाएँ गोपाल नहीं जितना चाहिए खुले आम शराब और रुपए बाँटे जा रहे है,ख़ुद गोपाल ने छापा मारा और पुलिस को सबूत दिखाए। https://t.co/hXvNf5HyVj
— Gulab Singh Yadav (@GulabMatiala) June 17, 2025
ભાજપે આરોપોને “પાયાવિહોણા” ગણાવ્યા
બીજી તરફ, ભાજપે ઈટાલિયાના આરોપોને “પાયાવિહોણા” ગણાવ્યા છે અને આને ચૂંટણીનો માહોલ બગાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. ભાજપના નેતા કિરીટ પટેલે જણાવ્યું કે આવા આરોપો ઈટાલિયાની હતાશાનું પરિણામ છે, કારણ કે તેઓ જનતાનો ટેકો ગુમાવી રહ્યા છે.
આવતી કાલે વિસાવદરમાં ચૂંટણી
આ ઘટનાએ વિસાવદરના રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચાવી દીધો છે, જ્યાં ઈટાલિયા ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરિયા સામે ચૂંટણી લડી રહ્યા છે. 19 જૂનની પેટાચૂંટણી પહેલા આ પર્દાફાશે ચર્ચાઓને વેગ આપ્યો છે.આ ઘટના વિસાવદરની પેટાચૂંટણીને વધુ રસપ્રદ અને વિવાદાસ્પદ બનાવી રહી છે. આ ઘટના ચૂંટણીના પરિણામો પર કેવી અસર કરશે તે જોવું રહ્યું, પરંતુ ઈટાલિયાના આક્રમક પ્રચાર અને સ્ટિંગ ઓપરેશનથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. AAPના સમર્થકો આને ચૂંટણીમાં ગેરરીતિઓ સામેની લડાઈ તરીકે જુએ છે, જ્યારે વિરોધી પક્ષો તેને રાજકીય ચાલ તરીકે નકારી રહ્યા છે.
આ પણ વાંચો:
Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ
Bhavnagar Heavy Rain: 18 તારીખે ભાવનગરની તમામ શાળાઓ બંધ રાખો: કલેક્ટર
Dirgh Patel Died: પ્લેન ક્રેશ ઘટનામાં ગુજરાતી ક્રિકેટર દીર્ઘ પટેલનો પણ જીવ ગયો
IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું
Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું
Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ








