Vadodara: શ્રેયસ વિદ્યાલયમાં વિદ્યાર્થીને માર મરાતા વાલીએ મચાવ્યો હોબાળો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

Vadodara: વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં શિક્ષક અને વાલી વચ્ચે મારામારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા ગુસ્સે ભરાયેલા વાલીએ સ્કૂલના સ્ટાફરૂમમાં શિક્ષકને જ લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, અને મામલો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9ના વિદ્યાર્થીને ડ્રોઇંગના પાઠ દરમિયાન મેઝરમેન્ટની બાબતે શિક્ષકે લાફો માર્યો હતો. વિદ્યાર્થીએ જણાવ્યું કે, “ડ્રોઇંગના પિરિયડમાં સરના હાથમાં ફૂટપટ્ટી હતી. બધા ડરથી હા કહી રહ્યા હતા, પણ મને મેઝરમેન્ટ સમજ ન પડતાં મેં ના કહી. ત્યારે સરે મને ધોરણ 9માં કેવી રીતે આવ્યો એવું કહીને લાફો માર્યો અને ફૂટપટ્ટીથી પીઠ પર ત્રણ વાર માપ માર્યો કર્યો.”

આ ઘટના બાદ વિદ્યાર્થીએ ઘરે જઈને વાલીને આ વાત જણાવી

વિદ્યાર્થીની માતા અનુસાર, “સ્કૂલમાંથી સવારે ફોન આવ્યો કે તમારા બાળકને લાફો માર્યો છે, તમે સ્કૂલે આવો. અમે સ્કૂલે પહોંચ્યા ત્યારે અમને ઓફિસમાંથી સ્ટાફરૂમમાં મોકલવામાં આવ્યા.” સ્ટાફરૂમમાં શિક્ષકની હાજરીમાં ચર્ચા દરમિયાન વિદ્યાર્થીના પિતા આવેશમાં આવ્યા અને તેમણે શિક્ષકને લાફો મારી દીધો. આ બાદ શિક્ષકો અને વાલી વચ્ચે હાથાપાઈ થઈ, જેમાં વાલીની ગરદન અને શરીર પર નખના નિશાન પડ્યા હોવાનો આક્ષેપ છે.

વિદ્યાર્થીની માતાએ દાવો કર્યો કે, “અન્ય શિક્ષકોએ મારા પતિ પર હુમલો કર્યો, મને વીડિયો લેવા દીધો નહીં, અને કેબિન બંધ કરી દીધી.”

મામલો પોલીસ મથકે પહોંચ્યો

આ ઘટના બાદ શિક્ષક અને વાલીએ મકરપુરા પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શ્રેયસ વિદ્યાલયના ટ્રસ્ટી પંકજ જાણીએ જણાવ્યું, “શિક્ષકે વિદ્યાર્થીને ડ્રોઇંગની બાબતમાં લાફો માર્યો હતો, જેના જવાબમાં વાલીએ સ્ટાફરૂમમાં શિક્ષકને લાફો ઝીંક્યો. અમે આચાર્યને જાણ કરી છે અને આ મામલે તપાસ કરીશું.”

વાયરલ CCTV

આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્ટાફરૂમમાં થયેલી હાથાપાઈ સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાએ ખાનગી સ્કૂલોમાં શિક્ષકોની વર્તણૂક અને વિદ્યાર્થીઓ પ્રત્યેના વ્યવહાર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ઉલ્લેખીય છે કે, વડોદરામાં વારંવાર ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સાથે શારીરિક હેરાનગતિના બનાવો બનતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જે શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા અને શિસ્તતા પર પ્રશ્નો ઉભા કરે છે.
લોકોની માંગ છે કે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકોની જવાબદારી નિશ્ચિત કરવા કડક નિયમો લાગુ થાય. આ ઘટના બાદ શ્રેયસ વિદ્યાલયની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો:

chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી

શું Sonam Raghuvanshi છે? રાજા રઘુવંશીની માતાએ કહ્યું- જ્યોતિષીએ અત્યાર સુધી જે કહ્યું તે બધું સાચું પડ્યું

Maharashtra Old Couple Viral Video: 1100 રુપિયા લઈને આવેલ વૃદ્ધ દંપતિને સોનીએ 20 રુપિયામાં જ આપી દીધું મંગળસૂત્ર

બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી

વિદેશ જતા મુસાફરોને ઝટકો, Air India એ 15 જૂલાઇ સુધી ત્રણ ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઉડાણ રદ કરી

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ, જાણો મેચ કેટલા વાગે શરુ થશે?

અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

Israel Iran War: ઈરાને ફરી ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડી, માઇક્રોસોફ્ટ બિલ્ડિંગ પાસે વિસ્ફોટ

  • Related Posts

    Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
    • August 9, 2026

    Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

    Continue reading
    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

    • August 12, 2026
    • 5 views
    NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

    Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

    • August 12, 2026
    • 5 views
    Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

    Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

    • August 12, 2026
    • 6 views
    Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

    Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

    • August 11, 2026
    • 8 views
    Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

    Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

    • August 11, 2026
    • 6 views
    Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

    Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

    • August 11, 2026
    • 9 views
    Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ