Visavadar  By-elections: વિસાવદરમાં ફરી થશે ચૂંટણી, ભાજપ પર લાગ્યા હતા ગેરરીતિના આરોપો

Visavadar By-elections: ખોટા વોટિંગની ફરિયાદો ઉઠ્યા બાદ વિસાવદરના 2 બૂથ પર ફરી થશે મતદાન થશે. આમ આદમી પાર્ટીએ બુથ કેપ્ચરિંગની ફરિયાદ કરી હતી. આવતીકાલે માલીડા અને નવા વાઘણીયા બુથ પર ફરી મતદાન થશે.

આ બે બૂથો  પર 21/06/2026 ને શનિવારના રોજ સવારે 07 થી સાંજે 06 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવામાં આવશે.

ચૂંટણી પંચે આપી માહિતી

ચૂંટણે પંચે આપેલી માહિતી અનુસાર ચૂંટણી પંચે 87-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં 19 જૂન 2025 (ગુરુવાર) ના રોજ યોજાયેલ મતદાનને રદ્દ જાહેર કર્યું છે. આ નિર્ણય જૂનાગઢ જિલ્લાના 86-માલીડા અને 111-નવા વાઘણીયા મતદાન મથકો માટે લેવામાં આવ્યો છે.

રિટર્નિંગ ઓફિસર અને નિરીક્ષક દ્વારા સબમિટ કરવામાં આવેલા અહેવાલ (આરપી એક્ટ, 1951ની કલમ 58, એનેક્સર 42 હેઠળ) અને તમામ સંજોગોને ધ્યાનમાં લઈને, ચૂંટણી પંચે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ, 1951ની કલમ 58ની પેટા-કલમ (2) હેઠળ આ નિર્ણય લીધો છે.

ચૂંટણી પંચે આ મતદાન મથકો પર નવું મતદાન યોજવા માટે 21 જૂન 2025 (શનિવાર) ની તારીખ નક્કી કરી છે. આ ફરી મતદાન સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે. આ પ્રક્રિયા રિટર્નિંગ ઓફિસર્સ માટેના હેન્ડબુક 2023ના પ્રકરણ-13માં નિર્દેશિત સૂચનાઓ અનુસાર થશે.

રિટર્નિંગ ઓફિસર અને 87-વિસાવદર વિધાનસભા મતવિસ્તારના સંબંધિત નિરીક્ષકને રિપોલના કાર્યક્રમ વિશે જાણ કરવામાં આવશે. આ ઉપરાંત, સંબંધિત મતદાન વિસ્તારમાં પુનઃમતદાન કરાવવાની જાણકારી રાજકીય પક્ષો તેમજ ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને લેખિતમાં જાણ કરવામાં આવશે.

વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ કર્યાના આક્ષેપ

ગઈકાલે ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને વીડિયો શેર કરતા લખ્યું હતુ કે  છેલ્લા એક કલાકથી  ચૂંટણી પંચે વિસાવદરના મતદાન મથકો પરથી લાઈવ સીસીટીવી ફૂટેજ બંધ કરી દીધા છે. લાઈવ સ્ટ્રીમિંગ બંધ કર્યા પછી, બાઘાનિયા બૂથ પર ભાજપના કાર્યકરને નકલી મતદાન ન કરવા દેવા બદલ પ્રમુખ અને પોલીસને માર મારવામાં આવ્યો હતો.શું ચૂંટણી પંચે ભાજપના ફાયદા માટે આ નવી રમત રમી છે?

આપ નેતા પ્રવિણ રામના આક્ષેપ

બીજી તરફ આપ નેતા પ્રવિણ રામ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે હાર ભળી ગયેલા ભાજપના નેતાઓ આવી ગયા હલકાઈ પર! નવા વાઘણીયા બૂથ નંબર 111 પર 35 થી 40 લોકોના ટોળાએ આવી હાજર કર્મચારી સાથે મારામારી કરી બોગસ વોટીંગ કરાવવાના પ્રયત્નો કર્યા હાલ મતદાન અટકાવવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહયું કે, વિસાવદર વિધાનસભામાં બોગસ વોટીંગ કરાવવા માટે બહારના જિલ્લાઓની ગાડીઓ ફરી રહી છે બળદબરી પૂર્વક બુથમાં પ્રવેશ કરવાના પ્રયત્નો થાય છે ચાર વાગ્યા પછી સાંઢની માફક આ લોકો બેફામ બન્યા છે!

આ પણ વાંચો:

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

  National Anthem Insult Case: રાષ્ટ્રગીતના અપમાનના કેસમાં CM નીતિશ કુમારને રાહત, જાણો સમગ્ર કેસ?

West Bengal: લગ્નમાંથી પાછી આવતી બોલેરો સાથે ટ્રેલર અથડાયું, 9 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા

148th Jagannathji Rath Yatra: અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, AIથી ભીડ નિયંત્રિતકેવી રીતે થાય?

અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ

Donald Trump: ટ્રમ્પે કેમ પાછી પાની કરી? શું ટ્રમ્પ ઈરાનથી ડરી ગયા?, જુઓ શું કહ્યું?

Visavadar: વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ, ગોપાલ ઈટાલિયાના ચૂંટણીપંચ પર આક્ષેપ

Related Posts

Makarba Prahladnagar Bridge Traffic Jam: ₹98.60 કરોડના બ્રિજનું લોકાર્પણ, 24 કલાકમાં ટ્રાફિક જામ અને અકસ્માતો; આયોજન પર સવાલ
  • September 27, 2026

Makarba Prahladnagar Bridge Traffic Jam: અમદાવાદના પ્રહલાદનગર અને મકરબાને જોડતા નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ બાદ ટ્રાફિક વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રોજેક્ટ પાછળ આશરે ₹98.60 કરોડનો ખર્ચ થયો…

Continue reading
Political Donation Scam Ahmedabad: અમદાવાદમાં કાગળ પરના રાજકીય પક્ષોનો કથિત ખેલ, ₹723.76 કરોડના બોગસ ડોનેશનનો પર્દાફાશ
  • September 27, 2026

Political Donation Scam Ahmedabad: સામાન્ય રીતે રાજકીય પક્ષ એટલે કાર્યકર્તાઓ, ચૂંટણી પ્રચાર, સંગઠન, ઓફિસ અને લોકો સાથે સતત સંપર્ક. પરંતુ અમદાવાદમાં સામે આવેલા બે અલગ કેસોએ એવા રાજકીય પક્ષોના કથિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Political Accountability: દેશ સાથે Forgery થઈ છે, જેના માટે કોઈ છૂટછાટ (Immunity) નથી હોતી

  • September 27, 2026
  • 2 views
Indian Political Accountability: દેશ સાથે Forgery થઈ છે, જેના માટે કોઈ છૂટછાટ (Immunity) નથી હોતી

Makarba Prahladnagar Bridge Traffic Jam: ₹98.60 કરોડના બ્રિજનું લોકાર્પણ, 24 કલાકમાં ટ્રાફિક જામ અને અકસ્માતો; આયોજન પર સવાલ

  • September 27, 2026
  • 1 views
Makarba Prahladnagar Bridge Traffic Jam: ₹98.60 કરોડના બ્રિજનું લોકાર્પણ, 24 કલાકમાં ટ્રાફિક જામ અને અકસ્માતો; આયોજન પર સવાલ

Political Donation Scam Ahmedabad: અમદાવાદમાં કાગળ પરના રાજકીય પક્ષોનો કથિત ખેલ, ₹723.76 કરોડના બોગસ ડોનેશનનો પર્દાફાશ

  • September 27, 2026
  • 3 views
Political Donation Scam Ahmedabad: અમદાવાદમાં કાગળ પરના રાજકીય પક્ષોનો કથિત ખેલ, ₹723.76 કરોડના બોગસ ડોનેશનનો પર્દાફાશ

Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

  • September 26, 2026
  • 3 views
Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

  • September 26, 2026
  • 5 views
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

  • September 26, 2026
  • 5 views
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત