Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ

Ahmedabad: અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રા ઉત્સવનો પ્રારંભ થયો છે. બુધવારથી જળ યાત્રા સાથે આ ઉત્સવની શરૂઆત થઈ હતી. તેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ ભાગ લીધો હતો. મહત્વનું છે કે, આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બની છે કારણ કે, આ વર્ષે જળયાત્રા માટેનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા 27 જૂને કાઢવામાં આવશે. ત્યારે મુખ્ય રથયાત્રા શોભાયાત્રા દરમિયાન ભાગદોડ જેવી પરિસ્થિતિઓને રોકવા માટે ગુજરાત પોલીસે તૈયારીઓ કરી છે. ડ્રોન અને AI સોફ્ટવેર દ્વારા ભીડને નિયંત્રિત કરવામાં આવશે.

ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 8 વાગ્યે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શોભાયાત્રા નિકળી હતી. જે બાદ સવારે 8:30 વાગ્યે ગંગાપૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ નદીએથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્નાથની પૂજન વિધિ કરીને મહાજળાભિષેક કરવામાંઆવ્યો હતો.

15 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા અમદાવાદમાં દર વર્ષે અષાઢ માસની પૂનમના દિવસે યોજાય છે, જે રથયાત્રાની પૂર્વ તૈયારીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જળયાત્રા પછી, ભગવાન સરસપુર ખાતે તેમના મોસાળ (રણછોડરાય મંદિર) જાય છે, જ્યાં 15 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભજન મંડળીઓ દ્વારા આયોજન થાય છે. આ પરંપરા 140 વર્ષથી ચાલી આવે છે અને અમદાવાદની રથયાત્રા ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા તરીકે પ્રખ્યાત છે

જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી સંત દિલીપદાસ મહારાજનું નિવેદન

અમદાવાદના જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી સંત દિલીપદાસ મહારાજે જણાવ્યું હતું કે વિવિધ સંતો અને ધાર્મિક નેતાઓ તેમજ અન્ય ભક્તો ભગવાન જગન્નાથની જળ યાત્રામાં સંપૂર્ણ શ્રદ્ધા અને આનંદ સાથે ભાગ લઈ રહ્યા છે. આ યાત્રા ખૂબ જ ઉત્સાહ સાથે શરૂ થઈ છે. જલ યાત્રા દરમિયાન, સાબરમતી નદીમાંથી 108 ઘડામાં પવિત્ર જળ મંદિરમાં લાવવામાં આવશે અને ભગવાનને પાણીથી અભિષેક કરવામાં આવશે.

રથયાત્રાને લઈને પોલીસની તૈયારીઓ

અમદાવાદમાં 27 જૂન 2025ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા માટે પોલીસે વ્યાપક સુરક્ષા તૈયારીઓ હાથ ધરી છે. આ રથયાત્રા દેશની સૌથી લાંબી રૂટ ધરાવતી યાત્રાઓમાંની એક છે, જેમાં લાખો ભક્તો ભાગ લે છે આ રથયાત્રામાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા માટે 12,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને 6,000 હોમગાર્ડ જવાનો સુરક્ષામાં જોડાશે. તેમજ BSF, RAF, CISF અને SRPની 20 કંપનીઓનો સમાવેશ કરવામાં આવશે, જેમાં 15 કંપનીઓ પહેલેથી જ તૈનાત છે.

ભીડને નિયંત્રિત કરવા માટેની કેવી તૈયારીઓ

રથયાત્રાના રૂટ પર CCTV ફૂટેજ દ્વારા રિયલ-ટાઇમ મોનિટરિંગ થશે તેમજ આ રથયાત્રામાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેમાં ભીડ નિયંત્રણ માટે AI-આધારિત કેમેરા, સેટેલાઇટ ઇમેજ અને અન્ય ટેકનિકલ સપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે.આ તૈયારીઓ ખાસ કરીને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે થયેલી ભાગદોડ જેવી ઘટનાઓને ટાળવા માટે કરવામાં આવી છે.

પેટ્રોલિંગ અને રિહર્સલ

રથયાત્રા પહેલાં બુલેટ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ અને રૂટનું સંપૂર્ણ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. રૂટ પરના વીસ મહોલ્લા સમિતિઓ સાથે બેઠકો યોજીને સ્થાનિક સહયોગ મેળવવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓનું સંકલન

અમદાવાદ પોલીસે ‘એકતા ક્રિકેટ કપ’ જેવા આયોજનો દ્વારા સમુદાય સાથે સંકલન વધાર્યું છે.પોલીસ કમિશનર જી.એસ. મલિકના નેતૃત્વ હેઠળ રૂટનું નિરીક્ષણ અને બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ રૂટ પર ટ્રાફિક નિયંત્રણ અને કટોકટીની સ્થિતિ માટે વિશેષ ટીમો તૈનાત રહેશે.

જાહેર સલામતી માટે સૂચનાઓ

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઈ છે, જેમાં મુખ્યમંત્રી અને પોલીસ અધિકારીઓએ સમીક્ષા કરી છે. ભક્તોને જૂની અને જર્જરિત ઇમારતોનો સહારો ન લેવા અપીલ કરવામાં આવી છે, જેથી 2023માં દરિયાપુરમાં બનેલી બાલ્કની ધસી પડવાની ઘટના જેવી દુર્ઘટનાઓ ટળે.

આ પણ વાંચો:

Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ

Raja Raghuvanshi Case: શું સોનમે ‘મંગળ દોષ’ના કારણે તેના પતિની હત્યા કરાવી? જાણો તેના પિતાએ તેને શું કહ્યું

US Plane Crash: અમેરિકામાં 20 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ

Sukma IED Blast: છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, ASP શહીદ , સૈનિકો ઘાયલ

Maharashtra Train Accident: થાણેમાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાંથી 10 મુસાફરો પટકાયા, પાંચના મોત

Honeymoon Couple: સિક્કિમમાં હનીમૂન પર ગયેલું નવદંપતી ગુમ, પરિવારે સરકારને કરી અપીલ

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Indore Couple Case: પત્ની હનીમુન માટે લઈ ગઈ અને કરી નાખી હત્યા, પત્નીની ધરપકડ

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

 

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 3 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 4 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    • June 19, 2026
    • 9 views
    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    • June 19, 2026
    • 8 views
    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    • June 19, 2026
    • 9 views
    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    • June 19, 2026
    • 7 views
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!