IND vs ENG: શુભમન ગિલ-યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ, 93 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં બની આ સિદ્ધિ

  • Sports
  • June 21, 2025
  • 0 Comments

IND vs ENG:ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ ઇંગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે પહેલા દિવસે ભારતીય યુવા બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે માત્ર 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા હતા. આ એક ઐતિહાસિક પ્રદર્શન છે. 93 વર્ષમાં પહેલી વાર ભારતે ઇંગ્લેન્ડ પ્રવાસના પહેલા દિવસે આટલા રન બનાવ્યા છે. મહત્વનું છે કે, આ મેચમાં ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને રમવા આવ્યા હતા તેઓએ આ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કર્યું હતું.

પહેલા દિવસે ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો

પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં, ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતી વખતે 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા હતા. ભારત માટે યશસ્વી જયસ્વાલે પહેલા દિવસે 159 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. જેમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, કેએલ રાહુલે 42 રન બનાવ્યા હતા. જેમાં 8 ચોગ્ગાનો સમાવેશ થતો હતો.

આ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સાઈ સુદર્શન ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં કેપ્ટન શુભમન ગિલ127 રન અને ઉપ-કેપ્ટન ઋષભ પંત 65 રન બનાવીને અણનમ છે. ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસથી જ આ મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી બોલિંગ કરતી વખતે કેપ્ટન બેન સ્ટોક્સે 2 વિકેટ અને બ્રાયડન કાર્સે 1 વિકેટ લીધી હતી.

શુભમન ગિલ-યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ

ગિલ અને જયસ્વાલે પહેલા દિવસે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. યશસ્વી જયસ્વાલ 101 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે ગિલ 127 રન બનાવ્યા. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે 2 ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડની ધરતી પર પહેલા દિવસે સદી ફટકારી હોય. આ પહેલા, 2 ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારી શક્યા ન હતા.

આ સિદ્ધિ સૌપ્રથમ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગની જોડીએ મેળવી હતી. વર્ષ 2001માં, મહાન બેટ્સમેનોની આ જોડીએ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ દિવસે સદી ફટકારી હતી. આ પછી, વર્ષ 2017માં, શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાએ શ્રીલંકામાં ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સદી ફટકારી હતી.

ગિલે તોડ્યો કોહલીનો રેકોર્ડ

શુભમન ગિલ હવે ટેસ્ટ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે અને કેપ્ટનશીપ પછી આ તેનો પહેલો ટેસ્ટ મેચ છે. ગિલે પહેલી જ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. આ સાથે, ગિલ હવે ટેસ્ટ કેપ્ટનશીપની ડેબ્યૂ મેચની પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય કેપ્ટન બની ગયો છે. ગિલે 25 વર્ષ અને 285 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે.આ પહેલા, કેપ્ટન બન્યા પછી, વિરાટ કોહલીએ 26 વર્ષ અને 34 દિવસની ઉંમરે ટેસ્ટ મેચની પોતાની ડેબ્યૂ ઇનિંગમાં સદી ફટકારી હતી. જ્યારે કોહલીએ 2014 માં ઓસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી, ત્યારે હવે ગિલે ઇંગ્લેન્ડ સામે આ સદી ફટકારી છે.

23 વર્ષીય યશસ્વીએ જોરદાર સદી ફટકારી

યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડની ધરતી પરની પહેલી ટેસ્ટ મેચમાં પોતાની શાનદાર બેટિંગથી બધાનું ધ્યાન ખેંચી ચૂક્યો છે. યશસ્વીએ 144 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સદી ફટકારવાની સાથે યશસ્વીએ એક ખાસ સિદ્ધિ પણ હાંસલ કરી છે.યશસ્વી ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર માત્ર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે. છેલ્લી વખત આ સિદ્ધિ મુરલી વિજયે 2014 માં મેળવી હતી. 11 વર્ષ પછી, કોઈ ભારતીય બેટ્સમેને ઇંગ્લેન્ડની ધરતી પર આ સિદ્ધિ મેળવી છે.

ઋષભ પંતે પોતાના નામે એક શાનદાર રેકોર્ડ બનાવ્યો

65 રનની ઇનિંગ દરમિયાન ઋષભ પંતે કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. ભારતીય વિકેટકીપર તરીકે SENA દેશોમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે તેણે MS ધોનીને પાછળ છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા SENA દેશોમાં ગણાય છે. આ પહેલા, ભારતીય વિકેટકીપર તરીકે સેના દેશોમાં ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે હતો.

આ પણ વાંચો:

Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો

Trump Nobel Peace Prize: ‘હું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે’ ટ્રમ્પને જોઈએ છે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’

ચૂંટણી સંબંધિ વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોન મરાવી રહ્યું છે તરાપ?

chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી

શું Sonam Raghuvanshi છે? રાજા રઘુવંશીની માતાએ કહ્યું- જ્યોતિષીએ અત્યાર સુધી જે કહ્યું તે બધું સાચું પડ્યું

Maharashtra Old Couple Viral Video: 1100 રુપિયા લઈને આવેલ વૃદ્ધ દંપતિને સોનીએ 20 રુપિયામાં જ આપી દીધું મંગળસૂત્ર

 

  • Related Posts

    IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
    • March 9, 2026

    IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

    Continue reading
    India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
    • March 8, 2026

    India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

    • August 17, 2026
    • 3 views
    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

    Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

    • August 17, 2026
    • 4 views
    Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

    UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

    • August 17, 2026
    • 5 views
    UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

    Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

    • August 17, 2026
    • 7 views
    Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

    Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

    • August 17, 2026
    • 7 views
    Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

    Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું

    • August 17, 2026
    • 9 views
    Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું