Trump Nobel Peace Prize: ‘હું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે’ ટ્રમ્પને જોઈએ છે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’

  • World
  • June 21, 2025
  • 0 Comments

Trump Nobel Peace Prize: પાકિસ્તાન દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ પાકિસ્તાન દ્વારા ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવે તે પાકિસ્તાનની યુક્તિ ગણાવાઈ રહી છે, કારણ કે ટ્રમ્પ ઇચ્છે છે કે આ પુરસ્કાર કોઈપણ કિંમતે તેમને મળે. ટ્ર્મ્પ આ પુરસ્કાર મેળવવા માટે એટલા ઉતાવળા બન્યા છે કે, તેમને ખુલીને આ પુરસ્કાર માટેની માંગ કરી દીધી છે. ટ્રમ્પ પોતાને મહાન તો ગણાવે જ છે તેમને 15 વખત દાવો કર્યોછે કે, તેઓએ ભારત- પાકિસ્તાન સંઘર્ષને અટકાવ્યો છે. પરંતુ ભારત સરકાર તરફથી તેમને જડબાતોડ જવાબ આપવામા આવ્યો નથી તેવામાં હવે તો ટ્રમ્પે નોબેલ પુરસ્કારની માંગણી પર કરી દીધી છે.

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર જોઈએ છે!

પાકિસ્તાને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ પ્રસ્તાવિત કર્યું છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે તાજેતરના ભારત-પાકિસ્તાન કટોકટી દરમિયાન તેમના નિર્ણાયક રાજદ્વારી હસ્તક્ષેપ અને મહત્વપૂર્ણ નેતૃત્વને ધ્યાનમાં રાખીને, નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ પ્રસ્તાવિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ટ્રમ્પ માને છે કે તેઓ ગમે તે કરે, તેમને આ પુરસ્કાર મળશે નહીં. ફક્ત પાકિસ્તાન જ નહીં, ટ્રમ્પ પોતે પણ આ પુરસ્કાર મેળવવા માંગે છે. ટ્રમ્પ કહે છે કે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. ટ્રુથ સોશિયલ પર નોબેલ પુરસ્કારની ઇચ્છા વ્યક્ત કરતા તેમણે લખ્યું કે તેમણે વિશ્વમાં શાંતિ લાવવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેમ છતાં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે.

Trump Nobel Peace Prize:

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં શું લખ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર એક પોસ્ટ લખી. આમાં તેમણે લખ્યું કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રિપબ્લિક ઓફ રવાન્ડા વચ્ચે સંધિ કરવા બદલ મને નોબેલ પુરસ્કાર નહીં મળે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા બદલ મને નોબેલ પુરસ્કાર નહીં મળે. સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધને રોકવા બદલ મને નોબેલ પુરસ્કાર નહીં મળે. ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચે શાંતિ સ્થાપિત કરવા બદલ મને નોબેલ પુરસ્કાર નહીં મળે. મધ્ય પૂર્વમાં અબ્રાહમ કરાર કરવા બદલ મને નોબેલ પુરસ્કાર નહીં મળે. ના, હું ગમે તે કરું તો પણ મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, હું રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં યુદ્ધવિરામ લાવી શકું છું અને લોકો પણ જાણે છે કે તે કોના કારણે થશે અને આ મારા માટે મહત્વનું છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે પોતાની પોસ્ટમાં 6 વખત નોબેલ પુરસ્કાર શબ્દનો ઉપયોગ કર્યો છે.  જેથી સ્પષ્ટ થાય છે કે, ટ્રમ્પને નોબેલ પુરસ્કારની કેટલી ઝંખના છે ટ્રમ્પ વારંવાર દુનિયાની સામે ભારત-પાકિસ્ચાન વચ્ચે સિઝફાયરનો દાવો કરે છે.  પરંતુ ભાજપ સરકાર તરફથી આ દાવાઓનો યોગ્ય જવાબ આપવામા આવતો નથી ત્યારે હવે શું મોદી ટ્રમ્પની આ ઈચ્છા પુરી કરશે ?

આ પણ વાંચો:

chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી

શું Sonam Raghuvanshi છે? રાજા રઘુવંશીની માતાએ કહ્યું- જ્યોતિષીએ અત્યાર સુધી જે કહ્યું તે બધું સાચું પડ્યું

Maharashtra Old Couple Viral Video: 1100 રુપિયા લઈને આવેલ વૃદ્ધ દંપતિને સોનીએ 20 રુપિયામાં જ આપી દીધું મંગળસૂત્ર

બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી

વિદેશ જતા મુસાફરોને ઝટકો, Air India એ 15 જૂલાઇ સુધી ત્રણ ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઉડાણ રદ કરી

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ, જાણો મેચ કેટલા વાગે શરુ થશે?

અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

Israel Iran War: ઈરાને ફરી ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડી, માઇક્રોસોફ્ટ બિલ્ડિંગ પાસે વિસ્ફોટ

  • Related Posts

    Goldy Brar FBI Most Wanted: અમેરિકાની FBIની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં ગોલ્ડી બરાર, માહિતી આપનારને 10 લાખ ડૉલર સુધીનું ઈનામ
    • October 1, 2026

    Goldy Brar FBI Most Wanted: ભારતીય મૂળના ફરાર આરોપી સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરારને અમેરિકાની ફેડરલ તપાસ એજન્સી FBIની ‘ટેન મોસ્ટ વોન્ટેડ ફ્યુજિટિવ્સ’ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. FBIએ બરારની…

    Continue reading
    Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
    • September 24, 2026

    Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    RSS Organiser: SIR-જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલનથી RSSના ઑર્ગેનાઇઝરને ચીડ કેમ? વિરોધને ‘કાવતરું’ ગણાવવાના તર્ક પર સવાલ

    • October 5, 2026
    • 2 views
    RSS Organiser: SIR-જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલનથી RSSના ઑર્ગેનાઇઝરને ચીડ કેમ? વિરોધને ‘કાવતરું’ ગણાવવાના તર્ક પર સવાલ

    Jignesh Mevani Dhaval Dave Controversy: જિગ્નેશ મેવાણીની માતા-બહેન અંગે કથિત અભદ્ર ટિપ્પણી, FIRની માંગ સાથે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી ધરણા

    • October 5, 2026
    • 4 views
    Jignesh Mevani Dhaval Dave Controversy: જિગ્નેશ મેવાણીની માતા-બહેન અંગે કથિત અભદ્ર ટિપ્પણી, FIRની માંગ સાથે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી ધરણા

    Parliament Climate Questions: પેરિસ કરારના દસ વર્ષ બાદ સંસદમાં પર્યાવરણ પર માત્ર 3.3% સવાલો, અભ્યાસમાં ઉઠ્યા ગંભીર સવાલ

    • October 5, 2026
    • 3 views
    Parliament Climate Questions: પેરિસ કરારના દસ વર્ષ બાદ સંસદમાં પર્યાવરણ પર માત્ર 3.3% સવાલો, અભ્યાસમાં ઉઠ્યા ગંભીર સવાલ

    Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

    • October 4, 2026
    • 7 views
    Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

    Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

    • October 4, 2026
    • 11 views
    Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

    BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી

    • October 4, 2026
    • 7 views
    BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી