
ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે.
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત માટે બે મેડલ જીતનાર મનુ ભાકર આઝાદી પછી એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી છે. તેણીએ 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં તેણે ચોથું સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેમ છતાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ વી. રામાસુબ્રમણ્યમની અધ્યક્ષતાવાળી 12 સભ્યોની પસંદગી સમિતિએ ખેલ રત્ન ઍવૉર્ડ માટે તેના નામની ભલામણ કરી ન હતી. જેને લઈને કારણે તેના પિતા નિરાશ થયા હતા.
જોકે, પાછળથી વિવાદ થતાં કેન્દ્ર સરકારે મનુ ભાકર સહિત અન્ય ખેલાડીઓને ખેલ રત્ન આપવાની જાહેરાત કરી છે.
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર:
- ડી. ગુકેશ, ચેસ
- હરમનપ્રીત સિંહ, હોકી
- પ્રવીણ કુમાર, પેરા-એથ્લેટિકસ
- મનુ ભાકર, શૂટિંગ
અર્જુન પુરસ્કાર મેળવનારા ખેલાડીઓની યાદી
1. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)
2. અન્નુ રાની (એથ્લેટિક્સ)
3. નીતુ (બોક્સિંગ)
4. સ્વિટી (બોક્સિંગ)
5. વંતિકા અગ્રવાલ (ચેસ)
6. સલીમા ટેટે (હોકી)
7. અભિષેક (હોકી)
8. સંજય (હોકી)
9. જર્મનપ્રીત સિંહ (હોકી)
10. સુખજીત સિંહ (હોકી)
11. સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ)
12. સરબજોત સિંહ (શૂટિંગ)
13. અભય સિંહ (સ્ક્વૉશ)
14. સાજન પ્રકાશ (સ્વિમિંગ)
15. અમન (કુશ્તી)
16. રાકેશ કુમાર (પેરા તીરંદાજી)
17. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)
18. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)
19. અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)
20. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)
21. ધરમબીર (પેરા એથ્લેટિક્સ)
22. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)
23. એચ હોકાટો સેમા (પેરા એથ્લેટિક્સ)
24. સિમરન જી (પેરા એથ્લેટિક્સ)
25. નવદીપ (પેરા એથ્લેટિક્સ)
26. નિતેશ કુમાર (પેરા બેડમિન્ટન)
27. તુલસીમાથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)
28. નિત્ય શ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન)
29. મનીષા રામદાસ (પેરા બેડમિન્ટન)
30. કપિલ પરમાર (પેરા જુડો)
31. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)
32. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)