હજું સુધી 6691 કરોડ રૂપિયાની ₹2000ની ચલણી નોટો લોકોએ નથી કરાવી જમા: RBI

  • Sports
  • January 2, 2025
  • 0 Comments

દેશમાં 2000 રૂપિયાની ચલણી નોટ 19, મે 2023ના ચલણમાંથી પાછી ખેંચવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જાહેર કર્યા બાદથી અત્યાર સુધીમાં 98.12 ટકા રૂપિયા બે હજારની ચલણની નોટ પરત આવી હોવાનું જ્યારે હજુ રૂ.6691 કરોડની નોટ લોકો પાસે ચલણમાં હોવાનું આરબીઆઈએ જાહેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ દ્વારા અગાઉ 19, મે 2023થી રૂ.2000ની ચલણી નોટોને ચલણમાંથી પાછી ખેંચવા જાહેર કર્યું હતું આ રૂ.2000ની નોટો ૭, ઓકટોબર 2023 સુધી તમામ બેંકોની શાખાઓમાં જમા કરાવવા અથવા બદલી લેવા માટેનું સવલત આપવામાં આવી હતી. આ ઉપરાંત 9, ઓકટોબર 2023 પબ્લિકને રૂ.2000ની ચલણી નોટો આરબીઆઈ દ્વારા જારી ઓફિસોમાં તેમના બેંક ખાતાઓમાં જમા કરવા માટેની પણ સવલત આપવામાં આવી હતી. જ્યારે દેશમાં કોઈપણ પોસ્ટ ઓફિસથી ઈન્ડિયા પોસ્ટ થકી રૂ.2000ની ચલણી નોટ મોકલનારાને તેમના બેંક ખાતાઓમાં જમા કરવા આરબીઆઈ જારી ઓફિસોને મોકલવાની પણ સવલત અપાઈ હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સમયાંતરે કેટલી રૂ.2000ની ચલણી નોટો પરત આવી છે એના જારી કરાતાં આંકડામાં 31, ડિસેમ્બર 2024 સુધીમાં 98.12 ટકા નોટ પરત આવી હોવાનું જાહેર કરાયું છે. 19, મે 2023ના આંક મુજબ રૂ.3.56 લાખ કરોડનું કુલ રૂ.2000ની ચલણી નોટ ચલણમાં હતી, એ ઘટીને હવે માત્ર રૂ.6691 કરોડની ચલણમાં રહી ગઈ છે. રૂ.2000ની ચલણી નોટ હજુ લિગલ ટેન્ડર છે.

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 2 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 8 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 9 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

  • June 23, 2026
  • 11 views
Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

  • June 23, 2026
  • 9 views
Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા

  • June 23, 2026
  • 10 views
Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા