Gujarat Drug News: કફ સિરપના નશાથી યુવાનો બરબાદ, આયુર્વેદિક દવાના નામે કાળો ધંધો

Gujarat Drug News: ગુજરાતમાં નશીલી દવાઓ અને કફ સિરપના ગેરકાયદે વેચાણે રાજ્યને નાર્કો ઈકોનોમીનું હબ બનાવી દીધું છે. ગુજરાતમાં 3 વર્ષોમાં 9 હજાર કરોડનું ગુજરાતના પોલી અને અદાણીના મુંદરા બંદરેથી 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. રાજ્યમાં કફ સિરપના નશાએ યુવાનોને બરબાદ કરવાનું શરૂ કર્યું છે, જે દારૂ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ત્યારે આ મામલે મેડિકલ ક્ષેત્રે સારો એવો અનુભવ ધરાવતા જશવંત પટેલે ધ ગુજરાત રિપોર્ટ સાથેની વાતચીતમાં અનેક મોટા ખુલાસા કર્યા હતા.

કફ સિરપનો કાળો ધંધો

રાજ્યની 20 ટકા દવાની દુકાનો મહિને 50,000 રૂપિયાનો કફ સિરપનો ધંધો કરે છે. 30 રૂપિયાની બોટલ 350 રૂપિયામાં વેચાય છે, જે યુવાનોને શારીરિક અને માનસિક રીતે નુકસાન પહોંચાડે છે. ગ્રામ્ય વિસ્તારો, ખાસ કરીને ગોધરા અને ખેડા જિલ્લામાં, આ સિરપનું સેવન સૌથી વધુ થાય છે. આયુર્વેદિક દવાના નામે 12 ટકા નશીલા પદાર્થો ઉમેરીને ગૃહ ઉદ્યોગ ચાલે છે. અમદાવાદના દાણીલીમડામાં ઊંઘની ગોળીઓ અને અન્ય દવાઓ ઉમેરીને સિરપ બનાવવાનું રેકેટ પકડાયું હતું.

સિરપના સેવનથી મોતના કિસ્સા 

ગુજરાતમાં 1,000 આયુર્વેદિક દવા ઉત્પાદકો છે, જેમાંથી 150 સ્થળોએ ઉત્પાદન થાય છે. આમાંથી થોડા ઉત્પાદકો આવા નશીલા સિરપનો કાળો ધંધો ચલાવે છે. ખેડા જિલ્લામાં આવા સિરપના સેવનથી 5 લોકોના મોત થયા હતા, જ્યારે ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સિરપથી 18 બાળકો મૃત્યુ પામ્યા હતા.

ઝડપાયેલા કેસો

ઊંઝા: ગોકુલ ડેરી પાર્લરમાંથી 16,400 રૂ.ની 121 સિરપ બોટલો ઝડપાઈ.

ભાવનગર: 397 બોટલો (64,480 રૂ.) પકડાઈ, 17 રૂ.ની બોટલ 162 રૂ.માં વેચાઈ.

જામનગર: દીપ પાન ગલ્લામાંથી 96 કે.ફી. બોટલો મળી.

અમરેલી: ભાજપ નેતા મૂળશંકર તેરૈયા પાસેથી 4.50 લાખ અને 60 લાખની સિરપ ઝડપાઈ.

અમદાવાદ: 2018માં 42,358 બોટલો (3 લાખ રૂ.) પકડાઈ.

કફ સિરપમાં કોડીન શું છે ? વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન

કફ સિરપમાં કોડીન ફોસ્ફેટનું પ્રમા 5 મિલિલિટરમાં 10 મિલિગ્રામ હોય છે, જે ઓપિયોઈડ પીડા નિવારક છે. આ દવા ખાંસી અને દુખાવામાં ઉપયોગી છે, પરંતુ તેનો દુરુપયોગ નશા તરફ દોરી જાય છે. લાંબા સમયના ઉપયોગથી નપુંસકતા, શ્વાસની તકલીફ, ચક્કર, અને મોતનું જોખમ રહે છે. ઉચ્ચ કોડીન ધરાવતા સિરપનું વેચાણ પ્રિસ્ક્રિપ્શન વિના ગેરકાયદેસર છે, છતાં ઓનલાઈન ફાર્મસીઓ ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટનો ભંગ કરીને અબજોનું વેચાણ કરે છે.

દોષનો ટોપલો એકબીજાના માથે

પોલીસ આરોગ્ય વિભાગને જવાબદાર ગણાવે છે, જ્યારે GFDC નાર્કો વિભાગને દોષ આપે છે. એક વેપારી પકડાય તો 30 લાખમાં સમાધાન થઈ જાય છે. ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ આરોપીઓને સજા થતી નથી. ઓનલાઈન ફાર્મસીઓ ડોક્ટરોને ભાડે રાખી ગેરકાયદે પ્રિસ્ક્રિપ્શન બનાવે છે, જેના આધારે દવાઓનું વેચાણ થાય છે.

મજૂર વર્ગ અને કારખાનાના કામદારો નશાની આદતે ચડી રહ્યા છે. સિરપનો વધુ પડતો ઉપયોગ યુવાનોને વ્યસની બનાવે છે. ગુજરાતમાં નશીલી દવાઓની હોમ ડિલિવરી અને ઓનલાઈન વેચાણે સમસ્યા વધારી છે.

ગુજરાતમાં કફ સિરપના નશાએ યુવા પેઢીને ખોખલી કરી રહી છે. આયુર્વેદિક દવાના નામે ચાલતો ગેરકાયદે ધંધો, પોલીસ અને વહીવટની નિષ્કાળજી, અને ઓનલાઈન ફાર્મસીઓની ગેરરીતિઓ આ સમસ્યાને વધારી રહી છે. સરકાર અને સમાજે સાથે મળીને આ નાર્કો ઈકોનોમી સામે લડવાની જરૂર છે, નહીં તો રાજ્યનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે.

 ગુજરાતમાં કફ સિરપના વેચાણને  કેવી રીતે ઘટાડી શકાય ? 

મહારાષ્ટ્રમાં કફ સિપરનું વેચાણ કરતી કંપનીઓએ ઓનલાઈ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. તેમને બતાવવાનું હોય છે કે, કોને કેટલું વેચાણ કર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ આવું કંઈ થાય તો કઈ કંપનીએ કોને કેટલો જથ્થો આપ્યો તે જાણી શકાય છે. અને ગુજરાતમાં તેનું ચલણ ઘટાડી શકાય તેમ છે.

જુઓ આયુર્વેદિક દવાના નામે ચાલતા કફ સિરપના કાળા ધંધા પર અમારો ખાસ વીડિયો… 

આ પણ વાંચો:

CBSE 10th Board Exam New Rules: ધો. 10ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બેવાર લેવાશે, 2026થી લાગુ

Shubhanshu Shukla: “41 વર્ષ પછી આપણે ફરીથી અવકાશમાં…” અંતરિક્ષથી શુભાંશુ શુક્લાનો પ્રથમ સંદેશ

TATA કંપનીના પ્રદૂષણથી દ્વારકાના પર્યાવરણની હાલત ભયજનક, સ્વાસ્થ્ય પર સંકટ

Iran Israel War: ઈરાને ‘3 ઇઝરાયલી જાસૂસો’ને આપી ફાંસી! 700 થી વધુની ધરપકડ

સુરત પાલિકાનું બજેટ 10 હજાર કરોડ, પણ રેસ્ક્યૂ માટે ઢોરના ટ્રેક્ટર! | Heavy rain in Surat

Gram Panchayat Election Result: રિબડા ગ્રામ પંચાયતમાં જાડેજા પરિવારનો દબદબો, અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રનો ભવ્ય વિજય

  • Related Posts

    Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
    • August 29, 2026

    Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

    Continue reading
    Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
    • August 21, 2026

    Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર

    • October 3, 2026
    • 3 views
    Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર

    SIR Protest Delhi Mumbai: જ્ઞાનેશ કુમાર સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ, જંતર મંતર પર નેહા બોરા-સંજય સિંહને રસ્તા પર ઘસડવામાં આવ્યા

    • October 3, 2026
    • 3 views
    SIR Protest Delhi Mumbai: જ્ઞાનેશ કુમાર સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ, જંતર મંતર પર નેહા બોરા-સંજય સિંહને રસ્તા પર ઘસડવામાં આવ્યા

    Indore Water Contamination Deaths: ‘દુર્ઘટના રોકી શકાય તેવી હતી’, ઇન્દોરના જળ પ્રદૂષણ કાંડમાં સંસ્થાગત નિષ્ફળતા સામે આવી

    • October 3, 2026
    • 3 views
    Indore Water Contamination Deaths: ‘દુર્ઘટના રોકી શકાય તેવી હતી’, ઇન્દોરના જળ પ્રદૂષણ કાંડમાં સંસ્થાગત નિષ્ફળતા સામે આવી

    SC Cattle Transport Case: દસ્તાવેજ વિના મવેશીઓ લઈ જવામાં આવ્યા એટલે કતલ માટે લઈ જવાયા એવું માની શકાય નહીં – SC

    • October 3, 2026
    • 5 views
    SC Cattle Transport Case: દસ્તાવેજ વિના મવેશીઓ લઈ જવામાં આવ્યા એટલે કતલ માટે લઈ જવાયા એવું માની શકાય નહીં – SC

    Dahegam Fake Ghee: દહેગામના કળાદરામાં નકલી ઘી બનાવવાના આક્ષેપ, યુવરાજસિંહ જાડેજાની ‘જનતા રેડ’થી તંત્ર સામે સવાલ

    • October 3, 2026
    • 13 views
    Dahegam Fake Ghee: દહેગામના કળાદરામાં નકલી ઘી બનાવવાના આક્ષેપ, યુવરાજસિંહ જાડેજાની ‘જનતા રેડ’થી તંત્ર સામે સવાલ

    SIR ECI Left Out Voters: SIR બાદ 20 રાજ્યોમાં ‘Left Out’ મતદારો માટે ECIનું ખાસ અભિયાન, કર્ણાટકમાં Form 7 વિવાદ

    • October 3, 2026
    • 8 views
    SIR ECI Left Out Voters: SIR બાદ 20 રાજ્યોમાં ‘Left Out’ મતદારો માટે ECIનું ખાસ અભિયાન, કર્ણાટકમાં Form 7 વિવાદ